________________
અધ્યાય-૫: સૂત્ર-૩૪
૫૩૭ અર્થાતુ તુલ્યગુણવાળા સંખ્યાતગુણસ્નિગ્ધવાળાનો સંખ્યાતગુણસ્નિગ્ધ સાથે બંધ થતો નથી. એવી રીતે અસંખ્યાતગુણસ્નિગ્ધનો અનંતગુણસ્નિગ્ધ સાથે બંધ થતો નથી.
આ જ પ્રમાણે જેમ તુલ્ય દુર્બળ ગુણવાળા અર્થાત્ બે સરખા દુબળા મલ્લનો અભિઘાત થતો નથી તેવી રીતે દ્વિગુણ આદિ રૂક્ષનો દ્વિગુણઆદિરૂક્ષથી લઈને અનંતગુણરૂક્ષનો અનંતગુણરૂક્ષવાળા સાથે બંધ થતો નથી.
આ રીતે ગુણની સામ્યતામાં સદશીનો બંધ થતો નથી. દ્વિગુણ સ્નિગ્ધ + દ્વિગુણ સ્નિગ્ધ = બંધ ન થાય. દ્વિગુણાદિથી યાવત્ અનંતગુણાદિ બંનેમાં હોય તે ગુણસામ્યતા સંયોગ થયેલા બંને સ્નિગ્ધ કે રૂક્ષ તે સદશ કહેવાય.
આવા સંયોગોમાં પરમાણુઓમાં પરિણતિનો અભાવ હોવાથી શ્લેષ-એકત્વ પરિણતિરૂપ બંધ થાય નહિ.
ભાષ્ય :- આ સૂત્રમાં સદેશનું ગ્રહણ શી અપેક્ષા રાખે છે ? આ પ્રશ્નના જવાબમાં કહે છે કે –ગુણની વિષમતા હોય તો સદેશોનો બંધ થાય છે. અર્થાત સદેશનું ગ્રહણ ગુણવૈષમ્યની અપેક્ષા રાખે છે. એટલે ગુણ વૈષમ્ય હોય તો સદેશ એટલે પરસ્પર સ્નિગ્ધો અને પરસ્પરરૂક્ષોનો બંધ થાય છે. '
ટીકા :- સદેશ શબ્દનું ગ્રહણ શી અપેક્ષા રાખે છે ? આ પ્રશ્નમાં પ્રશ્નકાર એમ માને છે કે–ગુણસામ્ય હોય તો બંધ થતો નથી. અને જેઓના જ પરમાણુઓના) સમાન ગુણો, પ્રકર્ષ અને અપકર્ષમાં રહેલા, ખાસ કોઈ સંખ્યાથી વિશિષ્ટ (યુક્ત) હોય છે. આવા તે ગુણો નિયમથી ગુણો વડે સંદેશ છે. અર્થાતુ સંખ્યાની સમાનતા હોય તો સદેશ છે. આ સંદેશતા તમને જે ઈષ્ટ છે તે સદેશતા એમ જ પ્રાપ્ત થાય છે તેથી સૂત્રમાં સદેશ શબ્દ અધિક છે એમ સિદ્ધિ થાય છે. અને તેથી સમજાય છે કે “સદશ” શબ્દ બીજા અર્થની અપેક્ષા રાખે છે. જે બીજા અર્થની અપેક્ષા છે તે અર્થને નહીં જાણતો આ પ્રશ્ન કરે છે કે–સદશ શબ્દ કોની અપેક્ષા રાખે છે?
પૂ. ઉમાસ્વાતિ મ. પણ ચિત્તમાં વિશિષ્ટ અર્થનું જ્ઞાન થાય તે માટે “સદશ'નું ગ્રહણ છે... આ મનમાં રાખીને કહે છે કે
ગુણની વિષમતા હોય તો સદશોનો બંધ થાય છે.” સ્નેહગુણની વિષમતા અને રૂક્ષગુણની વિષમતા હોય તો બંધ થાય છે. કોનો ?
આ પ્રશ્ન થાય માટે કહ્યું કે “સદશોનો બંધ થાય છે. “સદશ' શબ્દ પ્રહણ આ અર્થની અપેક્ષા રાખે છે.
પ્રશ્ન :- અહીં સાદૃશ્ય શું સમજવું ?
ઉત્તર :- સાદશ્ય સ્નેહગુણ માત્ર નિબંધનવાળી અને રૌઢ્યગુણમાત્ર નિબંધનવાળી સંખ્યાને લઈને ગ્રહણ કરવું.
જે સંખ્યાનું કારણ માત્ર સ્નેહગુણ જ હોય, રૌઢ્ય ગુણ જ હોય તેવી સંખ્યાને લઈને