________________
૫૩૮
સાદૃશ્ય સમજવું.
મતલબ સ્નેહગુણવાળા સ્નિગ્ધ અને સ્નિગ્ધમાં સંખ્યા સમાન હોય તે સ્નેહગુણવાળા સદેશ છે એવી રીતે રૂક્ષગુણવાળા રૂક્ષ અને રૂક્ષમાં સંખ્યા સમાન હોય તો તે રૂક્ષગુણવાળા સન્દેશ છે. આનો બંધ થતો નથી.
તત્ત્વાર્થ સૂત્ર
આથી સદેશોનો સ્નેહગુણ સામાન્યથી અને રૌક્ષગુણ સામાન્યથી પ્રકર્ષ અને અપકર્ષથી થયેલ તે ગુણોમાં વૈષમ્ય હોય તો બંધ થાય જ છે.
તે આ પ્રમાણે—
એકગુણસ્નિગ્ધનો ત્રિગુણસ્નિગ્ધ સાથે બંધ થાય છે.
આ સ્નિગ્ધ સામાન્ય ગ્રહણ કરીને બતાવ્યું કે એકગુણસ્નિગ્ધનો ત્રિગુણસ્નિગ્ધ સાથે જે બંધ થાય છે તેમાં એકગુણસ્નિગ્ધ છે તે અપકર્ષવૃત્ત છે અને ત્રિગુણસ્નિગ્ધ છે તે પ્રકર્ષવૃત્ત છે. આ પ્રકર્ષ અને અપકર્ષથી સદંશ એવા એક ગુણ સ્નિગ્ધ અને ત્રિગુણસ્નિગ્ધમાં વૈષમ્ય આવ્યું માટે બંધ થાય જ પણ એકગુણસ્નિગ્ધનો એકગુણસ્નિગ્ધ કે બેગુણસ્નિગ્ધની સાથે બંધ ન થાય.
આમ એકગુણસ્નિગ્ધનો ત્રિગુણસ્નિગ્ધ સાથે, દ્વિગુણસ્નિગ્ધનો ચાર ગુણ સ્નિગ્ધ સાથે, ત્રિગુણસ્નિગ્ધનો પાંચગુણસ્નિગ્ધ સાથે, ચતુર્ગુણસ્નિગ્ધનો છગુણસ્નિગ્ધ સાથે બંધ થાય છે. આ પ્રમાણે અનંતગુણસ્નિગ્ધનો વૈષમ્ય હોય તો બંધ થાય છે. અર્થાત્ આ રીતે અનંતગુણ સુધી સમજવું. તેથી અનંતગુણ સ્નિગ્ધનો વિષમ અનંતગુણસ્નિગ્ધ હોય તો બંધ થાય છે.
અન્ય આચાર્ય મહારાજ કહે છે કે—
એકગુણસ્નિગ્ધનો દ્વિગુણસ્નિગ્ધ સાથે, એકગુણરૂક્ષનો દ્વિગુણરૂક્ષ સાથે બંધ થાય છે. પણ આ સંપ્રદાયથી અને આગમથી પ્રાયઃ વિરુદ્ધ છે માટે એ આદરવા યોગ્ય નથી—સ્વીકારવા યોગ્ય નથી.
ભાષ્ય :- શું અવિશેષથી—સામાન્યથી ગુણવૈષમ્ય હોય તો સદેશોનો બંધ થાય છે ? આ પ્રશ્નનો જવાબ અપાય છે કે—
ટીકા :- ભાષ્યમાં ‘અન્નાદ' વગેરે છે તે સંબંધનું પ્રતિપાદન કરનાર ગ્રંથ છે. પૂર્વ સૂત્રની સાથે ઉત્તરસૂત્રનો સંબંધ કરતાં કહે છે કે—
શું અવિશેષથી ગુણની વિષમતામાં સદેશોનો બંધ થાય છે ?
જો આવું કહો તો એકગુણસ્નિગ્ધનો દ્વિગુણસ્નિગ્ધ સાથે પણ બંધ થવાનો પ્રસંગ આવશે અને એ અનિષ્ટ છે. અર્થાત્ એકગુણસ્નિગ્ધનો દ્વિગુણસ્નિગ્ધ સાથે બંધ થતો નથી તેના બંધનો પ્રસંગ આવે છે.
આ પ્રમાણે પ્રશ્નકારે શંકા કરી ત્યારે પૂ. આચાર્ય મહારાજ કહે છે કે—
બધા જ સદેશોનો બંધ થતો નથી. તો કોનો ?