________________
૫૩૬
તત્ત્વાર્થ સૂત્ર પાણિનીય વ્યાકરણના આ સૂત્રથી અહીં નિમિત્ત સપ્તમી છે. એટલે આવો અર્થ થાય કે—ગુણનું સામ્ય હોય છતે તુલ્ય સંખ્યા હોય તો સદશીનો બંધ થતો નથી.
ગુણોની સામ્યતા અર્થાત્ તુલ્ય સંખ્યાથી જે સદેશ હોય તેનો બંધ થતો નથી. અહીં સશતા ગુણથી જ લેવાની છે પણ ક્રિયાથી નહીં તેથી કહ્યું છે કે
ગુણસાપે સદશાનાં ગુણની સામ્યતાથી સંદશ જોઈએ પણ ક્રિયાની સામ્યતાથી સંદેશ નહીં.
ગુણસામ્યના નિમિત્તે સદેશોનો બંધ થતો નથી. પૂર્વમાં જે અપવાદવિશેષ છે તેના સમર્થન માટે જ આ સૂત્ર છે.
ત્રિધરૂક્ષત્વર્િ વધ:' આ સામાન્ય સૂત્ર હતું. તે સૂત્રનો “ નથીનામઆ સૂત્ર દ્વારા અપવાદ કર્યો. તે કહીને પૂર્વના આ અપવાદવિશેષનું જ સમર્થન કરતાં તેનો અપવાદ કરે છે.
અહીં જેનો અપવાદકરાય છે તેને ઉદાહરણ આપીને ભાષ્યની બીજી પંક્તિ દ્વારા સ્પષ્ટ કરે છે.
તે આ પ્રમાણે—તુલ્યગુણસ્નિગ્ધનો તુલ્યગુણસ્નિગ્ધ સાથે અને તુલ્યગુણરૂક્ષનો તુલ્યગુણરૂક્ષ સાથે બંધ થતો નથી.
આ પ્રમાણે સામાન્યથી ઉપન્યાસ કર્યો છે તે સમસ્ત એકગુણસ્નિગ્ધ અને એકગુણરૂક્ષ આદિ સમાનગુણવાળા સર્વ વિકલ્પોના સંગ્રહ માટે છે..
ભાષ્યમાં રહેલ સુત્રાન્નિધચનો સમાસ આ પ્રમાણે છેતુલ્યગુણસ્નિગ્ધ જેનો હોય તે તુલ્યગુણસ્નિગ્ધ કહેવાય.
મતલબ “જેનો સ્નેહગુણ તુલ્ય છે તેનો આ સદેશની સાથે જ તુલ્યગુણ સ્નેહની સાથે બંધ નથી. કેમ કે પરસ્પર પરિણતિ શક્તિનો અભાવ છે.
જેવી રીતે સમાન બળવાળા અને સમાન રૂપવાળા બે મલ્લોનો પરસ્પર અભિઘાત થતો નથી તેવી રીતે સમાન ગુણવાળાની સાથે સમાનગુણવાળાનો બંધ થતો નથી.
કારણ કે એક ગુણ નેહવાળાનો એકગુણનિષ્પની સાથે બંધ થતો નથી. તેવી રીતે દ્વિગુણ સ્નિગ્ધથી લઈને અનંતગુણસ્નિગ્ધ સુધી ગુણસામ્ય હોય તો એ બધાનો બંધ થતો નથી.
१. 'यद्भावो भावलक्षणम्' सिद्ध० २/२/१०६
આ સત્રમાં જઘન્ય ગણવાળા સ્નિગ્ધ અને રૂક્ષનો બંધ થતો નથી. આમ કહીને સૂત્ર ૩૨નો અપવાદ બતાવ્યો પણ તે અપવાદ બતાવવા છતાં બે ગુણસ્નિગ્ધ આદિ સ્નિગ્ધનો બંધ થાય કે નહીં તેનો ખુલાસો સૂ. ૩૩માં થતો નથી તેથી સૂ૩૪માં વિશેષ અપવાદ બતાવ્યો. એક ગુણથી લઈને સમસ્તનો સંગ્રહ કર્યો. એક ગુણ સ્નિગ્ધ તેમ બે ગુણ સ્નિગ્ધ, સંખ્યાત ગુણ સ્નિગ્ધ, અસંખ્યાતગુણ સ્નિગ્ધ, અનંતગુણ સ્નિગ્ધ પુદ્ગલોનો તેટલા જ ગુણવાળા પુદ્ગલ સાથે યથાક્રમ બંધ થતો નથી તે જ પ્રમાણે રૂક્ષમાં જાણવું.