________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૩૯૩
આવી રીતે વસ્તુનો નિશ્ચય થતો હોય તો વિવક્ષિત કે અવિવક્ષિત બધા ધર્મોનું ગ્રહણ જરૂરી બની જાય છે. તો વિવક્ષા અને અવિવક્ષામાં વિશેષતા શું છે ?
આવી દુવિધા થાય તો તેના નિવારણ માટે કહે છે કે –
અર્પિત એટલે વિવણિત ધર્મ વડે ઉપનીત (સામે રહેલી) વસ્તુ સાક્ષાત્ વાચક શબ્દ વડે અભિજિત-કહેવાયેલ. અર્થાત્ વિવણિત ધર્મયુક્ત વસ્તુનો સાક્ષાવાચી શબ્દથી જે વ્યવહાર છે, આ વ્યવહાર-પ્રયોજન જેનું હોય તે અર્પિત વ્યાવહારિક કહેવાય. હવે ભાષ્યમાં રહેલ “તવ્યાવહારિશ'નો વિગ્રહ બતાવીએ છીએ.
તત્ વ્યાવહારિવં ગતિવ્યવહરિમ્ અર્પિત એવું જે વ્યાવહારિક તે અર્પિત વ્યાવહારિક કહેવાય.
આનો ભાવ એ છે કે–વિશિષ્ટ અભિધાનથી અર્પિત થતી વસ્તુ વ્યાવહારને સિદ્ધ કરે છે. બીજું, અવિવણિત ધર્મવિશિષ્ટ વસ્તુ અનર્પિત જ છે. એટલે કે સાક્ષાત્ વાચક શબ્દ વડે ગમ્યમાન થતી વસ્તુ વ્યવહારમાં આવે છે તે વસ્તુ અનર્પિત વ્યાવહારિક કહેવાય.
અથવા અર્પિત વિષયવાળો (અર્પિતનો) જે વ્યવહાર કરાય તે અર્પિત વિષય વ્યવહાર કહેવાય. અર્થાત્ શબ્દ દ્વારા પ્રાપ્ત થયેલો જે વ્યવહાર તે અર્પિત વ્યવહાર છે.
તે અર્પિત વ્યવહાર આ સતુનો છે અને નિત્યનો છે. કેમ કે સત્ અને નિત્ય શબ્દથી અર્પિત છે. એટલે સત્ અને નિત્ય અર્પિત વ્યાવહારિક થયું. એવી રીતે જયારે સત્ અને નિત્ય છે આવો શબ્દપ્રયોગ કરીએ ત્યારે અસત્ અને અનિત્ય છે. આવો શબ્દવ્યવહારનો વિષય નહીં બનતા હોવાથી અસત્ અને અનિત્ય અનર્પિત વ્યાવહારિક છે.
હવે અહીં કોઈ એમ સમજે કે અર્પિત વ્યાવહારિક એ એકાંતથી અર્પિત વ્યાવહારિક છે અને અનર્પિત વ્યાવહારિક એ અનર્પિત વ્યાવહારિક જ છે. તો આવો એકાંત ન થાય માટે કહે છે કે
આ અર્પિત જ છે અને આ અનર્પિત જ છે એવું નથી. જ્યારે જેની વિવક્ષા કરીએ ત્યારે તે અર્પિત અને જેની વિવક્ષા ન કરીએ તે અનર્પિત કહેવાય છે.
તેથી માનવું જ પડશે કે એક જ વસ્તુ(ઘટાદિ)માં અર્પિતધર્મ(અનિત્ય)નો પરિગ્રહ કરો ત્યારે અનર્પિતધર્મ(નિત્યાદિ)ની સત્તા હોય જ છે. અર્થાત્ અનર્પિત ધર્મ સિવાય અર્પિત ધર્મ હોઈ શકે નહિ.
દા. ત. જેમ કૃતકત્વ (કાર્યત્વ) એ અનિત્યત્વની વિદ્યમાનતા સિવાય બને નહીં. અર્થાત્ જ્યાં કૃતકત્વ છે ત્યાં જ અનિત્યત્વ હોય છે. અપરના ત્યાગની સાથે એક ત્યાગ વ્યાપ્ત છે. અર્થાત્ અપરના ત્યાગ વગર એક ત્યાગ બની શકે નહિ. જેમ એક ત્યાગ-અનિત્યત્વનો ત્યાગ કરો તો કૃતકત્વનો ત્યાગ અવશ્ય થવાનો જ. માટે જ વસ્તુમાં અર્પિત ધર્મ છે ત્યાં અનર્પિત બીજા ધર્મ માનવા જ જોઈએ.