________________
તત્ત્વાર્થ સૂત્ર
આ રીતે દ્રવ્યની અર્પણાથી ઉત્પાદાદિને એકવચનાદિ સંખ્યાથી એક, દ્વિ, બહુત્વનો બોધ થાય છે. અર્થાત્ સમુદિત ઉત્પાદાદિ ત્રણની એકતાની વિવક્ષા કરીએ ત્યારે ‘દ્રવ્યં’ આવું એકવચન આવે, ઉત્પાદ અને વ્યય આ બે મળીને એક અને એક ધ્રૌવ્ય આમ બેની વિવક્ષાથી ‘દ્રવ્ય’ થાય અને એક ઉત્પાદ, એક વ્યય અને એક ધ્રૌવ્ય આમ ત્રણ થયા એટલે ‘દ્રવ્યાણિ’ આમ બહુવચન આવે.
૪૩૨
આ પ્રકારના દ્રવ્યાર્થિક નયની અર્પણાથી ત્રણે અર્થપદો સિદ્ધ થાય છે. દ્રવ્યથી ભિન્ન કોઈ પદાર્થ નથી માટે સત્નો લાભ દ્રવ્ય સિવાય બીજે નથી. દ્રવ્ય સિવાય સત્ની ઉપલબ્ધિ નથી તે વાતને સિદ્ધ કરતો તર્ક...
જો બીજે ‘સ'નો લાભ થતો હોય તો દ્રવ્યથી ભિન્ન એવા કોઈ ગુણ કે કર્માદિમાં ‘સ'ની વૃત્તિ છે આવી આશંકા કરી શકે, પણ તે સત્-દ્રવ્યથી ભિન્નમાં વૃત્તિ જ નથી અર્થાત્ બીજામાં રહેતું જ નથી.
આ જ અર્થ ભાષ્યના વચનથી એટલે કે ભાષ્યના આ બીજા વાક્યથી જણાય છે. ‘અસન્નામ નાસ્તિ’
‘અસત્' આ પ્રમાણે જે સંશીનું નામ હોય એવું તે સંશીરૂપ અસત્ નામવાળું કોઈ છે નહીં અથવા સંશીરૂપનો અભાવ હોવાથી અસત્ એ સંજ્ઞા નથી. કેમ કે સંજ્ઞા અને સંશીની પરસ્પર સાપેક્ષતા હોય છે. અર્થાત્ સંશીને લઈને સંશા છે અને સંજ્ઞાને લઈને સંશી છે. સંશી હોય તો સંશા છે અને સંજ્ઞા હોય તો સંશી છે. આમ બંને પરસ્પર સાપેક્ષ છે. એટલે અસત્ નામવાળો કોઈ નથી અને આ નામવાળો કોઈ ન હોવાથી ‘અસત્' એવું નામ પણ નથી.
આ રીતે ‘અસત્' શબ્દથી ગુણાદિનો અભાવ જ કહેવાય છે, અને તે ગુણાદિનો અભાવ દ્રવ્યાસ્તિકના મતમાં દ્રવ્ય જ છે.
આ પ્રકારે દ્રવ્યાર્થિક દ્રવ્યાસ્તિકના અર્થપદની ભાવના કરી—વિચારણા કરી.
બીજા આચાર્ય ભગવંતો ભાષ્યને આ રીતે કહે છે. ‘અમન્નામ નાÒવ’... અવધારણપૂર્વક અસત્નો પ્રતિષેધ કરે છે. એટલે ‘અસત્ જેવી કોઈ ચીજ છે જ નહીં' આવું કહે છે.
આ સર્વ દ્રવ્ય છે. આ પ્રમાણે સંગ્રહ કરવાને ઇચ્છતો દ્રવ્યાસ્તિક ‘સર્વ દ્રવ્ય છે’ એમ કહીને માતૃકાપદાસ્તિક વગેરેનો પણ સર્વમાં સમાવેશ કરે છે. તેથી ‘સત્' આ પ્રમાણે કહેવાય ત્યારે એકત્વ(દ્રવ્ય), દ્વિત્વ (દ્રવ્યે) અને બહુત્વ(દ્રવ્યાણિ)માંથી કોઈ પણ એક ઉક્તિ-કથનમાં તેનો અવરોધ થઈ જાય છે. એટલે કે સમાઈ જાય છે. કેમ કે ‘સત્’ જ પદાર્થ છે. એટલે દ્રવ્યને ‘વ્ય સત્' આમ એકવચન લગાવીને બોલો કે દ્વિવચનથી જ્યે સતી' કહો કે બહુવચનથી ‘દ્રવ્યાપિ સન્તિ' કહો પણ ‘સત્' આમ કહેવાથી સત્ જ હોવાથી સત્ત્વથી દ્રવ્યનો સંગ્રહ થઈ જાય છે. કોઈ પણ સત્ બાકી રહેતું નથી.
એવી રીતે ‘દ્રવ્ય', ‘દ્રવ્ય', ‘વ્યાપ્તિ' એમાંથી કોઈની પણ ઉક્તિ કરો તો દ્રવ્ય જ થશે. બધા સત્નો સંગ્રહ થઈ જાય છે. કેમ કે સત્ માત્ર દ્રવ્ય જ છે અને અસત્નો અભાવ છે. માટે