________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
૪૬૩
આ બંને આપણે અનુક્રમથી વિચારીએ છીએ.
(૧) જ્યાં અત્યન્ન અયોગ વ્યવચ્છેદ કહેવામાં આવે છે ત્યાં પણ અત્યન્ત અયોગ નથી. સર્વ પ્રકારે યોગ-સંબંધ જ છે.
નીલનો સરોજમાં સંબંધ છે તે સંબંધ આખા કમળમાં છે.
(૨) અત્યન્ત અયોગ વ્યવચ્છેદ એટલે કદાચિત્ યોગ છે અને કદાચિત્ નથી. કેમ કે એક જ કેરી પહેલાં લીલી હતી અને પછી પીળી છે. તો કેરીમાં પહેલાં લીલાશનો યોગ રહ્યો અને પીળાશ આવી ત્યારે લીલાશનો અયોગ છે.
આમ અત્યન્ત અયોગનો વ્યવચ્છેદ એટલે કોઈ વખતે યોગ રહે અને કોઈ વખતે ન રહે. માટે કદાચિત્ યોગ છે અને કદાચિત્ યોગ નથી.
કોઈ આવા બે વિકલ્પ કરે તો પણ પહેલાં જે પ્રસગ બતાવ્યો છે તેની આ પ્રમાણે યોજના કરવી.
૧.
નીલમાં સરોજનો સંબંધ સર્વથા માની શકાય નહીં.
જો નીલમાં સરોજનો સંબંધ સર્વથા માનીએ તો નીલમાં ઘટત્વેન સરોજનો સંબંધ માનવો પડશે. જ્યારે વાસ્તવમાં તો નીલમાં સરોજનો સંબંધ સરોજગત વિશેષથી છે. (સ્વગત સરોજજ્વેન)
વળી અત્યન્નાયોગના વ્યવચ્છેદ વડે (વ્યવચ્છેદ કરીને) નીલનો સરોજ સાથે સંબંધ ઇચ્છો છો. (૧) તે સંબંધ સામાન્યરૂપેણ, વિશેષરૂપેણ કે ઉભયરૂપેણ ?
વળી જે અત્યન્તાયોગ ‘વ્યવચ્છેદ વડે' એ શબ્દમાં જે અત્યન્તાયોગ વ્યવચ્છેદ છે તે (૨) અત્યન્તાયોગ વ્યવચ્છેદ સરોજ સામાન્યનો છે ? સરોજ વિશેષનો છે કે ઉભયનો છે ? નીલવિશેષનો સરોજવિશેષ સાથે સંબંધ ઇચ્છીએ છીએ એમ કહેવું પડશે, કેમ કે સફેદ સરોજ નીલ નથી અને બધા નીલ સરોજ નથી, નીલ ઘટ પણ છે.
આમ માનવાથી ‘નીલમેવસરોજ'નું અવધારણ નિષ્ફળ થશે. કારણ કે અવધારણ સફળ ત્યારે થાય કે જ્યારે સર્વ પ્રકારે નીલનો સરોજ સાથે સંબંધ ઇચ્છાય.
વળી અત્યન્નાયોગનો વ્યવચ્છેદ પણ નીલવિશેષનો સરોજવિશેષ સાથે જ માનવો પડે એટલે પરિણામે ‘સ્યાત્ નીલમેવ સરોજીં’ એમ બોલવું પડશે અને તેથી સ્યાત્ પદથી ‘સ્વેન રૂપેણ નીલમેવ સરોજં’ પરરૂપેણ નીલમેવ સરોર્જ ન' એ વાત જ સિદ્ધ થશે.
બીજા અર્થ પ્રમાણે ક્યારેક અત્યન્તાયોગના વ્યવચ્છેદ વડે કાળા રૂપનો ઘટ સાથે સંબંધ છે તે પણ (૧) સામાન્યરૂપેણ સંબંધ ? (૨) વિશેષરૂપેણ સંબંધ કે (૩) ઉભયરૂપેણ ?
સર્વ પ્રકારે સંબંધ ઇચ્છીએ તો તો ‘વકાર’ સફળ થાય. પણ તેવું થશે જ નહીં. કારણ કે કાળા રૂપ વિશેષનો ઘટવિશેષ સાથે યોગ છે તે ક્યારેક છે, પણ સર્વ પ્રકારે નથી, પણ ક્યારેક શ્યામત્વેન શ્યામરૂપનો ઘટવિશેષ સાથે યોગ છે ‘સ્વેનરૂપેણ શ્યામરૂપનો ઘટવિશેષ સાથે યોગ છે' ‘પરરૂપેણ નથી.’ એટલે ‘સ્વાત્' ઘટ શ્યામ એવ' એ જ વાત સિદ્ધ થઈ. એટલે સ્યાત્ પદથી શ્યામત્તેન શ્યામનો ઘટ સાથે સંબંધ (ક્યારેક).
આમ આખરે ‘એવ’ કારના અવધારણના ત્રણે ફળ નિષ્ફળ જતા ‘સ્યાત્ અસ્તિ આત્મા' જ બોલવું પડશે. આ. પૂ. ટીકાર મ.ની વાત સિદ્ધ થઈ.