________________
૫૦૪
તત્વાર્થ સૂત્ર વસ્તુમાં રહેલ એત્વના સ્વીકારથી એકત્વનું વચન વિકલાદેશ નથી બનતું.
અહીં શંકા થાય છે કે અનેકાત્મક સ્વરૂપ વસ્તુ એમાં એકત્વ કેવી રીતે સંભવે?
તો તેને દષ્ટાંત દ્વારા સમજાવતાં કહે છે કે—જેમ અનેક રંગવાળું એક ચિત્ર છે. તે કેવું છે ? તે સમજાવવા માટે લીલા પાંદડાવાળું, ગુલાબી ફૂલોવાળું ઇત્યાદિ ભાગ પાડીને કહીએ. બાકી ચિત્ર તો અનેકરંગવાળું એક જ છે.
એટલે પ્રતિપાદનના ઉપાય માટે પરિકલ્પિત એવા અનેક નીલ, પીતાદિ જે ભાગ છે આવું જે નિર્વિભાગ–અખંડ અનેકાત્મક એક એવું જે ચિત્ર તે સામાન્યરૂપ કહેવાય. અર્થાત્ સામાન્યરૂપ એક ચિત્રરૂપ, એમાં નીલાદિ, પીતાદિ રૂપો હોવાથી અનેકાત્મક છે. છતાં આ ચિત્રમાં કયાં કયાં રૂપ છે તે સમજાવવા માટે આમાં પીત રૂપ છે. નીલ રૂપ છે આ બધું કહેવાય છે. તેમ અનેકધર્મસ્વભાવવાળી એક વસ્તુ છે.
આ રીતે અનેકાત્મક સ્વરૂપ વસ્તુમાં એકત્વ સંભવી શકે છે.
શંકા - ગુણો ભલે અનેક હોય પણ ગુણી એ અનેક કેવી રીતે થાય ? બીજાના ભેદમાં બીજાનો ભેદ કહેવો એટલે કે ગુણોના ભેદમાં ગુણીનો ભેદ કહેવો એ તો બરાબર નથી. માટે વસ્તુનું અનેકાન્તપણું બની શકે નહીં અને તેના આશ્રયથી તમે જે વિકલાદેશ કરો છો તે વિકલાદેશ સંગત કેવી રીતે થઈ શકે ?
| અભિન્ન એવી વસ્તુમાં પણ ભેદ કરનાર વિશેષ ગુણ જોવાયો છે. એટલે કે અનેક ધર્મસ્વભાવવાળી એક વસ્તુ છે તેમાં સત્ત્વાદિ વિશેષ ગુણોને લઈને વસ્તુ સતુ છે, અસતુ છે આવો ભેદ પડે છે એટલે વિશેષ ગુણો ભેદ કરે છે.
દા. ત. જેમ તમે પરુ–ગયા વર્ષે (પહેલા) ચતુર હતા અને આ વર્ષે તો ઘણા ચતુર છો, જુદા જ થઈ ગયા છો...' આ વાક્યમાં “તમે વ્યક્તિ એની એ જ છે પણ એમાં સામાન્ય પટુતારૂપ ગુણથી ભિન્ન પટુતર’ એ વિશેષ ગુણ છે તે વસ્તુના ભેદની કલ્પના કરાવે છે. અર્થાત્ એકની એક વ્યક્તિમાં ભેદ પાડનાર પટુતર' વિશેષ ગુણ છે. સામાન્યગુણ વસ્તુનો ભેદક નથી બનતો પરંતુ વિશેષ ગુણ વસ્તુમાં ભેદ પાડે છે.
આમ એકની એક વસ્તુમાં વિશેષ ગુણ ભેદ પાડે છે એટલે ગુણોના ભેદથી ગુણીનો ભેદ બની શકે છે. કેમ કે દરેકનું પ્રયોજન જુદું હોય છે. ભિન્ન પ્રયોજનના અર્થીઓ તે પ્રમાણે આશ્રય લે છે. અર્થાત્ વિવક્ષા કરનારને જ્યારે જે ભેદક ધર્મનો આશ્રય લેતો હોય છે ત્યારે તે ધર્મનો આશ્રય લે છે.
આ રીતે આત્માદિ દ્રવ્યોનું અનેકાત્મક એકત્વ છે કેમ કે શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિક અને પર્યાયનયથી એકાત્માનો પરિણામ છે. એટલે કે એક આત્માનાં અનેક પરિણામો છે. માટે એક આત્મા અનેકાત્મક સિદ્ધ થયો.
પરિણામો અનેક હોવા છતાં તથાસ્વરૂપે પરિણમતો આત્મા એક છે. કેમ કે આ પરિણામ તેના આત્માના) ભાવથી ભાવિત છે. અર્થાત્ આત્મા હોય તો જ પરિણામ છે અને આત્મા ન