________________
૫૩૨
તત્ત્વાર્થ સૂત્ર जघन्यगुणः स्निग्धः येषां ते जघन्यगुणस्निग्धाः જઘન્યગુણસ્નિગ્ધ જેઓનો છે તે પુદ્ગલો જઘન્યગુણરૂક્ષ જેઓનો છે તે’ પુદ્ગલો.
જઘન્યગુણસ્નિગ્ધ જે પુદ્ગલો-પરમાણુઓ છે તે પરમાણુઓનો અને જઘન્યગુણરૂક્ષ જે પુદ્ગલો-પરમાણુઓ છે તે પરમાણુઓના પરસ્પર બંધનો નિષેધ કરાય છે.
ભાષ્યમાં રહેલ પરસ્પર શબ્દ સજાતીય અને વિજાતીય વિશેષને બતાવનાર છે.
સ્વસ્થાનમાં—સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે બંધ ઇષ્ટ નથી. તેવી રીતે રૂક્ષનો રૂક્ષ સાથે બંધ થતો નથી.
તેવી રીતે પરસ્થાનમાં પણ–એક ગુણ સ્નિગ્ધનો, એકગુણ રૂક્ષ સાથે બંધ થતો નથી.
એકગુણસ્નિગ્ધ પરમાણુઓને એકગુણરૂક્ષ પરમાણુઓનો સંયોગ હોવા છતાં અને સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ગુણ હોવા છતાં પણ પરસ્પર એકત્વ પરિણામરૂપ બંધ થતો નથી.
આમ સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં અર્થાત્ સજાતીય અને વિજાતીય એકગુણસ્નિગ્ધ અને એકગુણરૂક્ષનો બંધ થતો નથી. આવું પ્રતિપાદન કર્યું ત્યારે કોઈ પ્રશ્ન કરે છે કે
પ્રશ્ન :- શું કારણ છે કે એમનો બંધ થતો નથી ? કેમ કે સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ગુણવાળા તો છે.
ઉત્તર :- તેવા પ્રકારના પરિણામ પામવાની શક્તિનો અભાવ છે. માટે એકત્વપરિણામને પ્રાપ્ત થઈ શકતા નથી.
દ્રવ્યોની પરિણામ શક્તિઓ વિચિત્ર હોય છે તથા ક્ષેત્ર, કાલ વગેરેને અનુસરનારી હોય છે. વળી પ્રયોગ અને વિગ્નસાની અપેક્ષાવાળી હોય છે.
આ પરિણમન શક્તિઓ કોઈ પણ કાળે પ્રશ્નથી પ્રશ્નકારની ઈચ્છાને અનુસરતી નથી. અર્થાતુ એ પરિણમન શક્તિઓ પ્રશ્નકારને અનુસરતી નથી પણ તેને યોગ્ય ક્ષેત્ર કાળાદિની અપેક્ષા રાખે છે.
સ્નેહગુણ થોડો હોવાથી જ જઘન્યગુણરૂક્ષ પુદ્ગલને પરિણમાવવા માટે શક્તિમાન નથી, તે રીતે રૂક્ષગુણ પણ અલ્પ હોવાથી જઘન્યગુણસ્નિગ્ધને આત્મસાત્ કરવા માટે–પરિણમન કરવા માટે સમર્થ નથી.
અહીં જે ગુન' શબ્દ છે તે સંખ્યાવાચી છે. દા. ત. જેમ આ પુરુષનો એક જ ગુણ છે
૧. સ્નિગ્ધ(સ્નિગ્ધ ગુણવાળા પરમાણુ)નો સ્નિગ્ધ સાથે, અને રૂક્ષનો રૂક્ષ સાથે જે બંધ થાય તે સજાતીય
કહેવાય અને નિષ્પનો રૂક્ષ સાથે, રૂક્ષનો નિગ્ધ સાથે થાય તે વિજાતીય કહેવાય.