________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૩
૫૩૩
અથવા ગુણ શબ્દનો અર્થ અધિકતા છે. દા. ત. જેમ દ્વિગુણ, ત્રિગુણ. આમાં ગુણ શબ્દથી બે અધિક–ડબલ અને ત્રણ અધિક–ત્રબલ આવો અર્થ થાય છે. આ ગુણ શબ્દ આધિય અર્થમાં પ્રયુક્ત છે.
સ્નેહાદિ ગુણોમાં પ્રકર્ષ અને અપકર્ષ વિશેષ છે તેથી આ પણ અર્થ ઘટે છે. સ્નેહાદિ ગુણોમાં પ્રકર્ષ અને અપકર્ષ વિશેષ છે તે દષ્ટાંત દ્વારા બતાવે છે.
જેમ પાણીથી બકરીના દૂધમાં સ્નેહ અધિક છે, આનાથી ગાયના દૂધમાં, આનાથી ભેંસના દૂધમાં, આનાથી ઊંટડીના દૂધમાં આમ ઉત્તરોત્તર સ્નેહમાં આધિય છે, અને પૂર્વ પૂર્વમાં અલ્પતા છે. બકરીના દૂધ કરતાં પાણીમાં રૂક્ષતા છે અને ગાયના દૂધની સ્નિગ્ધતાની અપેક્ષાએ બકરીના દૂધમાં રૂક્ષતા છે. આ પ્રમાણે સમજી લેવું.
તેમાં એકગુણસ્નિગ્ધનો એકગુણસ્નિગ્ધની સાથે જ અથવા બે ગુણ સ્નિગ્ધનો દ્વિગુણ સ્નિગ્ધ સાથે એ રીતે સંખ્યાતગુણ સ્નિગ્ધની સંખ્યાત ગુણ સ્નિગ્ધ સાથે, અસંખ્યાતગુણસ્નિગ્ધનો અસંખ્યાતગુણસ્નિગ્ધ સાથે, અનંતગુણસ્નિગ્ધનો અનંતગુણનિષ્પ સાથે આ પ્રમાણે સર્વ સદશ(સજાતીય)ની સાથે બંધ થતો નથી.
તે જ પ્રમાણે એકગુણરૂક્ષનો એકગુણ રૂક્ષ સાથે, બે ગુણરૂક્ષનો બે ગુણરૂક્ષ સાથે એમ સંખ્યાત ગુણ રૂક્ષનો સંખ્યાતગુણ રૂક્ષ સાથે, અસંખ્યાતગુણરૂક્ષનો અસંખ્યાતગુણરૂક્ષ સાથે, અનંતગુણરૂક્ષનો અનંતગુણ રૂક્ષ સાથે બંધ થતો નથી.
આ સૂત્રમાં તો જઘન્યગુણ સ્નિગ્ધ અને જઘન્યગુણરૂક્ષ પુગલોનો પરસ્પર બંધ થતો નથી આટલું જ છે. બાકીની જે વ્યાખ્યા છે તે આગળ' કહેવાશે. એ સૂત્રથી જે વ્યાખ્યય છે તે પ્રસંગથી કહ્યું છે.
આ પ્રમાણે જઘન્યગુણસ્નિગ્ધ અને જઘન્યગુણરૂક્ષવાળાં પુગલોને છોડીને બીજા મધ્યમ સ્નિગ્ધ અને ઉત્કૃષ્ટ સ્નિગ્ધોનો રૂક્ષો સાથે અને રૂક્ષોનો નિગ્ધો સાથે પરસ્પર બંધ થાય છે. અથપત્તિથી પ્રાપ્ત થતો આ અર્થ સામર્થ્યથી ગમ્યમાન છે.
તે બંધ જેવો અને જે પ્રકારે થાય છે તે તેવો અને તે પ્રકારે કહીશું. અહીં આટલું જ ઉપયોગી છે.
ભાષ્ય :- હવે અહીં કોઈ કહે છે કે
જન્યગુણ છોડીને સ્નિગ્ધોનો રૂક્ષની સાથે અને રૂક્ષોનો નિગ્ધની સાથે બંધ થાય છે. આ પ્રમાણે તમે કહ્યું. તો હવે પ્રશ્ન થાય છે કે શું તુલ્યગુણવાળાનો અત્યંત પ્રતિષેધ કરો છો ?
આ પ્રશ્નનો જવાબ અપાય છે કે –“જઘન્યગુણવાળાનો બંધ થતો નથી' એમ માનીને આ કહેવાય છે.
૧.
૫-૩૪ સૂત્રમાં આવશે.