________________
૫૩૦
તત્ત્વાર્થ સૂત્ર કે તેવા પ્રકારનો તે બંધ ગુણવિશેષથી કેવા પ્રકારે થાય છે?'
આ પ્રશ્નનો જવાબ ઉપર મુજબ આપ્યો કે–સ્નિગ્ધ અને રૂક્ષ એવા ગુણવિશેષથી સંયુક્ત એવા પરમાણુઓનો એકત્વપરિણતિરૂપ બંધ-શ્લેષ થાય છે. સંયુક્ત (સંયોગરૂપ બદ્ધ) પરમાણુઓમાં પ્રતિઘાત થતા સ્નિગ્ધ, રૂક્ષ ગુણવિરોધથી એકત્વપરિણતિરૂપ બંધ થાય છે.
આ જવાબ આપ્યો તે તું ગ્રહણ કર. આ પ્રમાણે ભાષ્યમાં રૂતિ શબ્દ દ્વારા બતાવે છે.
આ પૂર્વના સૂત્ર-૩રના ભાષ્યની જે બીજી પંક્તિ છે તેનો અર્થ હવે પછીના-૩૩ સૂત્રની અવતરણિકામાં કરવામાં આવે છે. કેમ કે એ પંક્તિ ઉત્તર સૂત્રની સાથે સંબંધ કરી રહી છે.
ભાષ્ય - વિમેવ પાન્ત તિ ? અત્રોચ્યતે– ટીકા - ભાષ્યની આ પંક્તિનો શબ્દાર્થ અને વાક્ષાર્થ વિચારીએ છીએ. ભાષ્યની આ પંક્તિ સંબંધની પ્રતિપત્તિ-જ્ઞાન માટે છે. “વિમ્ પ્રશ્નાર્થ છે.
પણ “આ બંધ.” પૂર્વ સૂત્રમાં જે અર્થ કહ્યો તેનો આ ઉત્તરસૂત્ર સાથે સંબંધ કરે છે. પૂર્વ સૂત્રમાં “બંધ' કહ્યો છે તેનો જ આ સૂત્ર સાથે સંબંધ છે. સ્નિગ્ધગુણવાળા પરમાણુ અને રૂક્ષગુણવાળા પરમાણુનો બંધ થાય છે. સૂત શબ્દનો અર્થ અવધારણ–જ છે.
આ છૂટા શબ્દાર્થ કરીને હવે વાક્યર્થ કરીએ છીએ તે આ પ્રમાણેશું આ નિયમ જ છે કે સર્વસ્નિગ્ધગુણવાળાનો રૂક્ષગુણવાળાની સાથે બંધ થાય છે?
આ પ્રમાણે પ્રશ્ન કરે છતે જવાબ અપાય છે કે–વિધિ હોય તો અવિશેષથી– સામાન્યથી–પ્રવૃત્તિ થાય અને તેથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓનો બંધ પ્રાપ્ત થાય છે. તે સૂત્રકાર મ. ને અભિપ્રેત નથી. અને જે અભિપ્રેત નથી તેનો પ્રસંગ આવી જાય છે માટે તે પ્રસંગને દૂર કરવા માટે આ સૂત્ર કહે છે –
૧ ગીત,
અહીં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂક્ષ અને સ્નિગ્ધનો (અર્થાતુ રૂક્ષગુણવાળા અને નિષ્પ ગુણવાળા પરમાણુનો) બંધ કેવી રીતે અભિપ્રેત નથી તે પૂ. સૂત્રકાર મ. ત્રણ સૂત્રોથી બતાવે છે. તે પહેલા જઘન્યરૂક્ષ અને સ્નિગ્ધ, મધ્યમ રૂક્ષ અને નિષ્પ તથા ઉત્કૃષ્ટરૂક્ષ અને સ્નિગ્ધને સમજવા જોઈએ. તેથી જઘન્યરૂક્ષ અને સ્નિગ્ધ, મધ્યમરૂક્ષ અને સ્નિગ્ધ, અને ઉત્કૃષ્ટરૂક્ષ અને સ્નિગ્ધ કોને કહેવાય તે બતાવાય છે. એક ગુણ સ્નિગ્ધ અને રૂક્ષ એ જઘન્ય ગુણવાળા કહેવાય અને તુલ્ય અનંતગુણ સ્નિગ્ધ કે રૂક્ષ ઉત્કૃષ્ટ ગુણવાળા કહેવાય અને જઘન્ય અને ઉત્કૃષ્ટના વચમાં અર્થાત્ એકથી વધારે અને અનંતથી નીચે ગુણવાળા મધ્યમ ગુણવાળા કહેવાય છે. હવે જો આમાં વિશેષતા બતાવવામાં ન આવે તો આ બધાનો બંધ થવો જોઈએ પણ તે બધાનો રૂક્ષ કે નિષ્પ માત્ર હોવાથી થતો નથી. માટે આ કોષ્ટક જોઈ લઈએ. જઘન્ય
નિષેધસૂત્ર એક ગુણ સ્નિગ્ધ અને ગુણરૂક્ષનો બંધ થાય નહીં. ર નવાપુનામું એક ગુણ રૂક્ષ અને એક ગુણ સ્નિગ્ધનો બંધ થાય નહીં.