________________
તત્ત્વાર્થ સૂત્ર
પુદ્ગલમાં પૂરકપણું હોવાથી કંધોને બનાવે છે અને ગલનપણું હોવાથી સ્કંધમાં ભેદ
કરે છે.
૫૨૮
પૂરણ
= સંઘાત અને ગલન = ભેદ.
આ વ્યુત્પત્તિ ક્ષેત્રપરમાણુ અને કાળપરમાણુમાં ઘટતી ન હોવાથી તે બંને આવી શકે નહિ. આ સિદ્ધ થાય છે. માટે ક્ષેત્ર અને કાળપુદ્ગલ દૂર થાય છે.
સ્પષ્ટ એટલે સંયુક્ત
સંયુક્ત એટલે સંયોગવાળા
સંયુક્ત-સંયોગવાળાનો બંધ થાય છે પણ અસંયુક્તનો થતો નથી. આ સ્પષ્ટ શબ્દથી સંયોગમાત્રનું એટલે સંયોગસામાન્યનું ગ્રહણ કર્યું છે તે એટલા માટે જ કે સંયોગપૂર્વક જ બધા બંધ થાય છે. બંધની પહેલા અવશ્યમેવ સંયોગ હોય જ છે. સકળ બંધ સંયોગપૂર્વક થાય છે. આ જણાવવા માટે સૃષ્ટ શબ્દથી સંયોગમાત્રનું ગ્રહણ કર્યું છે.
તેમાં (સંયુક્ત એવા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોમાં) બંધથી બે અણુનો અથવા અણુઓનો પ્રતિઘાત થાય છે.
પ્રતિઘાત એટલે શું ?
એક આકાશપ્રદેશમાં ૨હેલા પરમાણુઓમાં પરસ્પર પ્રતિહનન થવું તે પ્રતિઘાત કહેવાય છે.
જેમ માટી અને ધૂળની સાથે ઘાસનો બંધ-સંબંધ થાય છે તેમ આ પ્રતિઘાત થયા પછી સ્નેહ અને રૌક્ષવિશેષથી એટલે કે ઉપર અવતરણિકામાં કહ્યું હતું કે ગુણવિશેષથી બંધ થાય છે તો તે આ સ્નિગ્ધ અને રૂક્ષ ગુણવિશેષથી બે પરમાણુ કે તેથી અધિક પરમાણુઓનો શ્લેષરૂપ બંધ થાય છે. આવા પ્રકારના બંધથી પરમાણુઓના સર્વાત્મસંયોગરૂપ બંધની પ્રસિદ્ધિ છે.
કારણ કે ૫૨માણુઓ એકગુણસ્નિગ્ધ આદિ ક્રમથી સંખ્યાતગુણસ્નિગ્ધ, અસંખ્યાતગુણસ્નિગ્ધ, અનંતગુણસ્નિગ્ધ હોય છે તેવી રીતે એકગુણરૂક્ષ આદિ ક્રમથી હીન, મધ્યમ, ઉત્કૃષ્ટ, સંખ્યાતગુણરૂક્ષ, અસંખ્યાતગુણરૂક્ષ, અનંતગુણરૂક્ષ, અનંતાનંતગુણરૂક્ષ છે.
દા. ત. પાણીમાં જે સ્નેહ છે તેના કરતાં બકરીના દૂધમાં વધારે સ્નિગ્ધતા છે, બકરી કરતાં ગાયના દૂધમાં વધારે સ્નિગ્ધતા છે, ગાયના દૂધ કરતાં ભેંસના દૂધમાં વધારે અને ભેંસના દૂધ કરતાં ઊંટડીના દૂધમાં વધારે સ્નિગ્ધતા છે.
એવી રીતે પાણીની ચીકાશ કરતાં બકરીના દૂધના ઘીમાં ચીકાશ વધારે છે, આના કરતાં ગાયના દૂધથી બનેલા ઘીમાં, આનાથી ભેંસના દૂધથી બનેલા ઘીમાં વધારે ચીકાશ છે.
આમ આ બધા પદાર્થોમાં જેમ સ્નેહના અનુમાનથી પ્રકર્ષ અને અપકર્ષ દેખાય છે તેવી રીતે પરમાણુઓમાં—બંધોમાં પણ સ્નિગ્ધતા અને રૂક્ષતામાં પ્રકર્ષ અને અપકર્ષ છે.