________________
અધ્યાય-૫: સૂત્ર-૩૨
૫૨૯
સ્નેહ એટલે ચીકણાશરૂપ પરિણામ છે અને તેનાથી વિપરીત જે પરિણામ તે રૂa છે. અને તેથી સંશ્લેષનું કારણ જે સ્નેહ અને રૂક્ષરૂપ જે પરિણામ, તે પરિણામવાળા પરમાણુઓ હોવાથી સર્વાત્મસંયોગરૂપ બંધની પ્રસિદ્ધિ છે.
આવા પ્રકારનાં દ્રવ્યોનો બંધવિશેષ છે તે અતીવ યુક્તિની અપેક્ષા રાખતો નથી. છતાં યુક્તિ પણ આપવામાં આવે છે. સર્વાત્મસંયોગરૂપ બંધની પ્રસિદ્ધિમાં યુક્તિ
સંવત અને મહાન સ્કંધરૂપ ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષ છે તે પરમાણુઓના બંધનું અનુમાપક છે. અણુઓના બંધ-સંયોગ સિવાય ઘટાદિ મહાન દ્રવ્ય થાય જ કેવી રીતે ? અર્થાત્ સંયોગ પછી બદ્ધ થાય છે, બદ્ધ થયા પછી સ્કંધ બને છે. એટલે સર્વાત્મસંયોગરૂપબંધ પ્રસિદ્ધ છે તે આ અણુઓના સંયોગથી બનેલો મહાન ઘટરૂપ સ્કંધ પ્રત્યક્ષતયા સિદ્ધ કરે છે. મુક્તિને સિદ્ધ કરતો વ્યતિરેક
જે અણુ અણુ જ રહે ને તેનો સંહતિ વિશેષ-સંયોગ વિશેષ ન થાય તો મહાન સંહત ઘટાદિ દ્રવ્ય બની શકે નહિ. પરમાણુઓ જો છૂટા જ રહે, સંયુક્ત ન થાય, મહાન સંત થાય નહીં તો સ્કંધ બને નહિ. માટે અણુઓનો સંયોગ થાય છે અને સંયુક્ત થયા પછી બંધ થાય છે, પછી સંઘાત અંધ બને છે.
આ રીતે વ્યતિરેક વ્યાપ્તિથી પણ સર્વાત્મના સંયોગરૂપ બંધ સિદ્ધ જ છે. આ બંધથી બનતો ઘટાદિરૂપ મહાન સ્કંધ પ્રસિદ્ધ જ છે.
આ પ્રમાણે સ્કંધ હોય તો જ અપકર્ષણ, ધારણ, નોદનાદિ (ખેંચવું, ધારણ કરવું, અવાજ ન થાય તેમ અથડાવવું, ખસેડવું આદિ) વ્યવહારની સિદ્ધિ થઈ શકે. અન્યથા તો થઈ શકે જ નહિ. કેમ કે જલાદિના ધારણ કરવારૂપ જે પ્રકારે સ્કંધ-ઘટાદિ ઉપગ્રહ-ઉપકાર કરે છે તે પ્રકારે પરમાણુ ઉપકાર કરતો નથી.
પરમાણુનો પ્રતિઘાત લોકાંતે છે. કેમ કે તેની ગતિમાં ઉપગ્રાહક દ્રવ્ય ધર્માસ્તિકાય છે. તેનો લોકાંત પછી અભાવ છે તેથી અણુ ગતિ નહીં કરી શકતો ત્યાં જ અટકી જાય છે–પ્રતિઘાત (પ્રતિહત) થાય છે. તે પ્રકારે અણુનો લોકાંતમાં પ્રતિઘાત બંધન યોગ્ય પરિણામ સિવાય થાય છે. આકસ્મિક થતો નથી, કેમ કે પરમાણુ સ્પર્શવાળો અને મૂર્તિ છે, અને પ્રતિઘાતવાળાપ્રતિહનનવાળાનો શ્લેષરૂપરાગાદિથી બંધ જોવાય છે.
આથી પૂ. ભાષ્યકાર મ. જે કહે છે તે બરાબર જ છે કેસ્નિગ્ધ અને રૂક્ષ હોવાથી સંયુક્ત એવાં બે પુગલોનો બંધ થાય છે.” આ પ્રમાણે ભાષ્યની પંક્તિનો સળંગ અર્થ પૂર્ણ થાય છે. આ રીતે જે પ્રશ્ન પૂછ્યો હતો
૧. આ રીતે પણ સ્નેહનો પરિચય અપાય છે.
संयोगे सति संयोगिनां बन्धकारणं निग्धः, तथैवाबन्धकारणं च रूक्षः । तत्त्वा. पृ० ३५६