________________
૫૨૭
અધ્યાય-૫ સૂત્ર-૩૨ રૂક્ષત્વ હેતુ છે.
સ્નિગ્ધ અને રૂક્ષ આ બંને ગુણવિશેષથી પરમાણુઓનો બંધ થાય છે.
હવે ભાષ્યની પંક્તિને લઈને વિચારીએ છીએ. ભાષ્યમાં ‘ત્રિાથરૂક્ષો માં દ્વિવચનનું પ્રયોજન...
અનેક પરમાણુઓનો બંધ થાય છે છતાં પૂ. ભાષ્યકાર મ. ભાષ્યમાં ‘ત્રિાધક્ષય:' આ પ્રમાણે વિભાગ કરીને દ્વિવચનના પ્રયોગનો ઉપન્યાસ કર્યો છે તે સર્વથી અલ્પ એટલે સહુથી નાનો સ્કંધ બે પરમાણુઓનો જ હોય છે તે જણાવવા માટે છે. આનાથી નાનો કોઈ અંધ છે નહીં કે જે સ્કંધમાં સ્નિગ્ધ અથવા રૂક્ષનો વ્યવહાર થઈ શકે. બે આદિ પરમાણુના બનેલા સ્કંધમાં જ રૂક્ષ અને નિષ્પનો વ્યવહાર થઈ શકે છે. નાનામાં નાનો પણ સ્કંધ એક સ્નિગ્ધ પરમાણુ અને બીજા રૂક્ષ પરમાણુનો બનેલો હોય છે. તેથી નાનામાં નાનો સ્કંધ ક્યાં સ્નિગ્ધ કહેવાશે, ક્યાં રૂક્ષ કહેવાશે. એટલે સર્વથી અલ્પ બે પરમાણુના અંધને જણાવવા માટે પૂ. ભાષ્યકાર મ. દ્વિવચનનો પ્રયોગ કર્યો છે. સર્વથી અલ્પ સ્કંધનું જ્ઞાપન એ દ્વિવચનનું પ્રયોજન છે. ભાષ્યમાં પુત્રયોમાં દ્વિવચનનું પ્રયોજન
ક્ષેત્રપુગલ અને કાળપુદગલ પણ સ્નિગ્ધ અને રૂક્ષ કહેવાય છે તો શું તેનો પણ બંધ થાય છે ? કેમ કે સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓનો વ્યવહાર ગૌણપણે ક્ષેત્રપુદ્ગલ અને કાળપુદ્ગલમાં પણ થાય છે. જેમ દ્રવ્યપરમાણુમાં મુખ્યપણે નિગ્ધ અને રૂક્ષનો વ્યવહાર થાય છે તેમ ક્ષેત્ર અને કાળજુગલમાં પણ દ્રવ્યપરમાણુને લઈને ઉપચારથી સ્નિગ્ધ અને રૂક્ષનો વ્યવહાર થાય છે. પરંતુ તે બેનો બંધ થતો નથી. બે આદિ દ્રવ્યપુદ્ગલોનો જ બંધ થાય છે. પણ ક્ષેત્ર અને કાળ પુદ્ગલોનો બંધ થતો નથી.
| માટે સ્નિગ્ધ અને રૂક્ષના વ્યવહારને પામતા ક્ષેત્ર અને કાળપુગલને દૂર કરવા માટે ‘પુત્રયો'માં દ્વિવચનનો પ્રયોગ છે. ક્ષેત્ર અને કાળપુલને હટાવવું આ દ્વિવચનનું પ્રયોજન છે.
આ વિચારણાથી જાણવા મળ્યું કે ક્ષેત્ર અને કાળપુદ્ગલોનો બંધ હોતો નથી. તો સ્વાભાવિક જિજ્ઞાસા થઈ જાય કે શા માટે આવો તફાવત? આ જિજ્ઞાસાને સંતુષ્ટ કરતી પંક્તિ હવે બતાવે છે. જેમાં પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા બનાવાય છે કે પુદ્ગલ શબ્દનો અર્થ ક્ષેત્ર અને કાળપુગલમાં ઘટતો નથી તેથી દ્રવ્યપુદ્ગલ જ આવે. માટે દ્રવ્યપુદ્ગલોનો જ બંધ થાય, ક્ષેત્ર અને કાળપુદ્ગલોનો બંધ થાય નહિ. પુદ્ગલની વ્યુત્પત્તિ
I ભરાય-અને ખાલી થાય તે પુગલ કહેવાય છે.
. જે ક્ષેત્રમાં પરમાણુ અવગાહીને રહ્યો હોય તે ક્ષેત્રને ક્ષેત્ર પુગલ-પરમાણુ કહેવાય અને જે સમયમાં
રહ્યો હોય તે સમયને કાળ પરમાણુ કહેવાય. આ ક્ષેત્ર પુદગલ કે કાળ પુદ્ગલને સ્નિગ્ધ કે રૂક્ષ કહેવાય તે ગૌણ છે કેમ કે તે દ્રવ્યપરમાણમાં રહેલ સ્નિગ્ધતા અને રૂક્ષતાને લઈને છે એટલે ભાતઔપચારિક છે.