________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૫૨૫
સંયોગવિશેષ થાય છે અને સંયોગવિશેષથી કેટલાંક પુગલોનો જ બંધ થાય છે. બધાં પુદ્ગલોનો બંધ થતો નથી. આ વાત નિશ્ચિત છે. અર્થાત્ જેટલાં પુદ્ગલોનો સંયોગવિશેષ થાય તે બધાનો જ બંધ થાય છે એવું નથી પણ બંધ સંયોગવિશેષથી જ થાય, અને સંયોગવિશેષથી સ્કંધનો ઉત્પાદ થાય છે.
આ રીતે પૂ. ભાષ્યકાર મ. શું સંયોગમાત્રથી જ સંઘાત થાય છે કે કોઈ વિશેષ છે ? આ પ્રશ્નનો જવાબ “સંયોગવિશેષથી થાય છે' આવો આપ્યો. પ્રશ્નકારનું સમાધાન થઈ ગયું પણ વળી પાછી મૂંઝવણ થઈ એટલે ફરી પ્રશ્ન થાય છે–
સંયોગવિશેષથી સ્કંધનો ઉત્પાદ કહો છો પણ એ સંયોગવિશેષ સ્વરૂપથી અમે જાણી શક્યા નથી. અર્થાત્ આ સંયોગવિશેષનું સ્વરૂપ શું છે?
આ રીતે સંયોગવિશેષના સ્વરૂપના જ્ઞાન માટે ફરી પણ પ્રશ્ન દ્વારા બીજાની પાસે પ્રગટ કરાવે છે. અર્થાત્ સંયોગવિશેષના સ્વરૂપને જાણવા માટે પ્રશ્નરૂપે ઉપક્રમ કરતા કહી રહ્યા કે–
માહ- અહીં કહે છે કે
સંયોગ હોતે છતે સંઘાત થાય છે. અર્થાત્ બદ્ધનો જ સ્કંધ પરિણામ થાય છે—સ્કંધની ઉત્પત્તિ થાય છે. આમ કહ્યું માટે બંધને જ પૂછે છે કે
પ્રશ્ન :- બંધ કેવી રીતે થાય ? હવે આ પ્રશ્નાત્મક ભાષ્યની પંક્તિના શબ્દેશબ્દના અર્થો વિચારીએ છીએ.
અથ' આ શબ્દ “હવે પછીના અર્થમાં છે. બદ્ધનો સ્કંધ પરિણામ થાય છે આ પ્રમાણે કહ્યું એટલે પછી તરત જ જિજ્ઞાસા થશે કે તે એકત્વરૂપ પરિણામ એટલે કે એકરૂપે પરિણમવારૂપ બંધ છે તે બે પરમાણુ અથવા અનેક પરમાણુઓનો બંધ કેવી રીતે થાય છે ? શું પરસ્પર અનુપ્રવેશથી થાય છે ? અથવા પ્રવેશાભાવ હોવા છતાં પણ સર્વાત્મથી થાય છે ?
આ પ્રમાણે પ્રશ્ન થાય છે તેનો જવાબ આ રીતે છે–પરમાણુમાં પોલાણનો અભાવ હોવાથી બે પરમાણુ કે પરમાણુઓનો પરસ્પર અનુપ્રવેશ ઈષ્ટ નથી.
આ બધી વાત પૂર્વમાં પ્રપંચથી નિર્ણાત કરી છે અને સ્થાપિત કરી દીધું છે કે પરિણામવિશેષથી (સંયોગ વિશેષથી) અણુઓનો સર્વાત્મના બંધ થાય છે.
૧. “બંધ કેવી રીતે થાય છે ?' આ ભાષ્યની અવતરણિકા કરતા ટીકાકાર મ. કહ્યું કે સંયોગનું સ્વરૂપ
શું ? બંધનું કારણ સંયોગ છે તો બંધ કેવી રીતે થયો એના જવાબમાં સંયોગનું સ્વરૂપ આવી જશે
માટે બંધના પ્રશ્નની અવતરણિકામાં સંયોગના સ્વરૂપનો પ્રશ્ન યોગ્ય જ છે. ૨. સંથાત: %: રૂલ્યર્થ છે હારિખપૃ૨૪. ૩. મતલબ સંયોગ વિશેષથી બદ્ધનો સંઘાત થાય છે અને એ સંઘાત સ્કંધ થાય છે એટલે આખરમાં સ્કંધરૂપે
પરિણમનાર તો બદ્ધ જ છે તેથી અહીં બદ્ધનો સ્કંધ પરિણામ થાય છે એમ કહ્યું છે.