________________
૫૨૪
તત્ત્વાર્થ સૂત્ર સંબંધમાત્રના પ્રતિપાદન માટે છે. અર્થાત્ સેનામાં સૈનિકોનો પરસ્પર નજીક રહેવારૂપ કેવળ સંબંધ(સંયોગ)માત્ર જ છે. વનમાં આમ્રવૃક્ષાદિ વૃક્ષોનો એકબીજાની નજીક રહેવારૂપ કેવળ સંયોગ(સંબંધ)માત્ર જ છે કિંતુ સંયોગ વિશેષ નથી. તેવી રીતે અહીં પણ “સંયોગમાત્ર' શબ્દમાત્ર સંયોગ બતાવવા માટે છે પરંતુ સંયોગવિશેષ નથી.
ભાષ્યની બીજી પંક્તિમાં “તિ' શબ્દ છે તે શંકાની ઇયત્તા બતાવવા માટે છે. તેનો અર્થ થાય છે “આટલી જ શંકા છે. આ એક જ સંદેહ છે કે સંઘાત સંયોગમાત્રથી જ છે કે સંયોગવિશેષથી છે ?
પૂ. આચાર્ય મહારાજ પણ પોતાના મનમાં રહેલ જે “સંયોગવિશેષ છે તેના પ્રતિપાદન માટે ભાષ્યમાં કહે છે કે “મત્રોચતે'... અર્થાત્ પ્રશ્નકારે જે પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ હવે પછીના ભાષ્યમાં આપે છે.
“અત્ર' એટલે પ્રશ્નરૂપ વિષયનો સંબંધ જે પુછાયેલો છે તેનો નિશ્ચય કરાય છે તેનું વિધાન કરાય છે. તેથી બુદ્ધિમાં રહેલ જે સંયોગ વિશેષ છે તેની અભિવ્યક્તિ સ્પષ્ટ કરવા માટે કહે છે કે
ભાષ્ય - સંયોગ હોય તો બદ્ધનો સંઘાત થાય છે. અહીં કોઈ કહે છે કે – હવે બંધ કેવી રીતે થાય છે? તેના જવાબમાં કહે છે કે
ટીકા - પરસ્પર સંઘટ્ટ લક્ષણ એટલે એકબીજા સાથે સંબંધરૂપ સંયોગ થયે છતે એકત્વ પરિણતિને ભજનાર બદ્ધનો જ સંઘાત થાય છે અને આ સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
ભાષ્યમાં “ઈતિ’ શબ્દ છે તેનો અર્થ “વિ કાર જ કાર છે. માટે જ વદ્ધસૈવ આમ વિદ્ધની સાથે પણ કાર લગાડ્યો છે. એટલે જે બદ્ધ હોય તેના જ સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
મતલબ સંયોગ થયે છતે સંયુક્ત થાય–સંઘાત થાય તે પછી સ્કંધ થાય. પહેલા પુદ્ગલનો સંયોગ, પછી સંયુક્ત થયેલ તે બંને પરસ્પર એક થઈ જાય એટલે સંઘાત થાય. આ સંઘાતથી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
આમ સ્કંધરૂપે થતો હોવા છતાં એ પુદ્ગલ જ છે. માટીનો ઘડો થાય એ માટી જ છે. સોનાનો ઘડો થાય એ સોનું જ છે તેમ પુદ્ગલનો સ્કંધ થાય તે પણ પુદ્ગલ જ છે. આ જ વાત કહી રહ્યા છે કે
આમ પુદ્ગલના અનંત પર્યાયો હોવા છતાં પણ પુદ્ગલ પોતાની જાતિને એટલે કે પુદ્ગલપણાને ત્યાગ્યા–છોડ્યા સિવાય પરસ્પરમાં વિલક્ષણ પરિણામથી પ્રાપ્ત થયેલ સામર્થ્યથી
૧. સંઘાત એટલે અન્યોન્ય આશ્લેષ પરિણામ અધ્યા. ૫ / સૂ. ૨૬ | ટીકામાં જુઓ. સંઘાત અને સંહતિ
પર્યાયવાચી છે.