________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૫૨૩
આપણે સકલ શાસ્ત્રના રહસ્યરૂપ ત્રિસૂત્રીને વિસ્તારથી વિચારી પદાર્થમાત્રના ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક સ્વરૂપને સમજવા પ્રયત્ન કર્યો અને તેથી ધર્માદિ દ્રવ્યો છે જ એ નિશ્ચય થયો. સતુનું લક્ષણ ગૌણમુખ્ય ભાવથી સાપેક્ષ સિદ્ધ છે તે મગજમાં બરાબર બેસી ગયું. અર્પિત અને અનર્પિત ધર્મો દ્વારા અનેકધર્માત્મક પદાર્થ છે તે આપણે નિહાળી સ્યાદ્વાદને વિચાર્યો. જગતનું સ્વરૂપ અનેકાંતમય છે તેનું ભાન થયું.
હવે ત્રિસૂત્રીની પહેલાં પુદ્ગલ દ્રવ્યને બતાવતા જે વિચારણા આદરી હતી કે પુદ્ગલદ્રવ્ય બે પ્રકારે છે : (૧) અણુ (૨) સ્કન્ધ. અણુ ભેદથી બને છે, સ્કન્ધો ભેદ, સંઘાત, સંઘાતભેદથી બને છે.
હવે આ વિચારણાને આગળ વધારતા પૂ ભાષ્યકાર મ. પૂર્વસૂત્રની સાથે સંબંધ કરી રહ્યા છે.
ભાષ્ય - તમે (અ ૫, સૂ ર૬માં) સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી સ્કન્ધો ઉત્પન્ન થાય છે આ પ્રમાણે કહ્યું છે તો શું સંયોગમાત્રથી જ સંઘાત થાય છે કે કોઈ વિશેષ છે?
આ સૂત્રમાં તેનો જવાબ અપાય છે...
આ ભાષ્ય પૂર્વસૂત્ર(સૂ ૨૬)ની સાથે સંબંધ કરી રહ્યું છે, કારણ કે પુગલની વિચારણા ર૬મા સૂત્રમાં શરૂ થઈ, વચ્ચે સતના લક્ષણની વિચારણા ત્રિસૂત્રી દ્વારા કરી તો હવે ઘણા દૂર નીકળી ગયા પરંતુ તે પ્રતિપાદિત અર્થનું સ્મરણ કરાવનાર પ્રજ્ઞની પાસે અજ્ઞ ચાલુ વિષયનો બાકીનો સંબંધ કહેવરાવે છે.
તે આ પ્રમાણે– કાર્યનો જન્મ કારણને આધીન છે. અહીં સ્કંધ એ કાર્ય છે તો સંઘાત તેનું કારણ છે. કેમ કે સંઘાત સિવાય તો સ્કંધ બને નહિ. સંઘાતથી સ્કંધો ઉત્પન્ન થાય છે.
આ રીતે ભાષ્યની પહેલી પંક્તિનો અર્થ છે. તેમાં છેલ્લે રૂતિ શબ્દ છે. તેનો અર્થ છે જેથી'. હવે બીજી પંક્તિની શરૂઆતમાં તત્ લિંક છે તેનો અર્થ છે તેથી”.
રૂતિ અને તત્ કિં આ રીતે બંનેના જોડાણથી આવો વાકક્ષાર્થ થાય કે-જે કારણથી (કારણ કે, સંઘાતથી સ્કંધો ઉત્પન્ન થાય છે આવું વિધાન કરો છો તેથી સંદેહ થાય છે.
આ રીતે ભાષ્યની બંને પંક્તિ દ્વારા સૂત્રકારનું વિધાન અને તેનાથી થતો સંદેહ બતાવાય છે.
બંને પંક્તિનો સંપૂર્ણ અર્થ આ પ્રમાણે છે–
સંઘાતથી સ્કંધો ઉત્પન્ન થાય છે તેથી સંદેહ થાય છે કે શું સંયોગમાત્રથી જ યણુકાદિરૂપ સ્કંધ ઉત્પન્ન થાય છે કે કોઈ સંયોગવિશેષથી થાય છે ?
સંઘાતનો અર્થ સંયોગ સમજાય છે. તો સંયોગ બે પ્રકારે હોય છે : (૧) પરસ્પર અડકીને રહેવું તે અને (૨) એકબીજામાં મળી જવું. અહીં ભાષ્યમાં “સંયોગમાત્ર' આ શબ્દ પહેલો પ્રકાર બતાવે છે અને વિશેષ” એટલે કે “સંયોગવિશેષ” એ બીજો પ્રકાર બતાવે છે.
એટલે જ “સંયોગમાત્ર'માં “માત્ર' શબ્દનું ગ્રહણ છે તે સેના, વન આદિની જેમ કેવળ