________________
તત્ત્વાર્થ સૂત્ર
જેમ લોખંડનો ગોળો અને અગ્નિનો પરસ્પર પ્રવેશરૂપ સંયોગવિશેષ ન હોવા છતાં ગુણવિશેષથી સર્વાત્મના બંધ ઇષ્ટ છે તેમ પરમાણુઓમાં પણ પરસ્પર અનુપ્રવેશ નહીં હોવા છતાં ગુણવિશેષથી સર્વાત્મના બંધ થાય છે.
૫૨૬
તો તેવા પ્રકારનો તે બંધ' ગુણવિશેષથી કેવા પ્રકારે થાય છે ? આ પ્રશ્નના જવાબમાં કહે છે કે—
स्निग्धरूक्षत्वाद् बन्धः ॥ ५-३२ ॥
સૂત્રાર્થ :- સ્નિગ્ધ અને રૂક્ષ એવા ગુણવિશેષથી પરમાણુઓનો બંધ થાય છે.
ભાષ્ય ઃ- સૃષ્ટ-સંયુક્ત સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો બંધ થાય છે. અહીં પ્રશ્ન કરે છે કે—શું આ બંધ એકાંત છે ?
આ પ્રશ્નનો જવાબ અપાય છે.
ટીકા :- હવે સૂત્રને સ્પર્શીને વિચારણા શરૂ કરીએ છીએ.
સ્નેહ એ સ્પર્શ નામનો ગુણ છે. તે સ્પર્શગુણનો પરિણામ સ્નિગ્ધ છે. તે પ્રમાણે રૂક્ષ પણ છે, અર્થાત્ રૂક્ષ પણ સ્પર્શ નામનો ગુણ છે તે રૂક્ષ ગુણનો પરિણામ રૂક્ષ છે. સ્પર્શ ગુણનો એક પરિણામ સ્નિગ્ધ છે, બીજો રૂપ છે.
આ સ્નિગ્ધ અને રૂક્ષ પરિણામનો જે ભાવ તે સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ છે.
પુદ્ગલના લક્ષણમાં વિચારી ગયા છીએ કે પુદ્ગલ સ્પર્શાદિ ગુણવાળું દ્રવ્ય છે. તે સ્પર્શ ગુણના સ્નિગ્ધ અને રૂક્ષ બંને પરિણામો છે.
स्निग्धरूक्षौ,
स्निग्धश्च रूक्षश्च स्निग्धरूक्षयोः भावम्
स्निग्धरूक्षत्वम्
આ રીતે પુદ્ગલમાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ પરિણામની પ્રાપ્તિ થાય છે એ સિદ્ધ થાય છે. હવે સૂત્રમાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વના કારણે બંધ છે તે કહે છે.
=
=
तस्मात् स्निग्धरूक्षत्वात्
અહીં સૂત્રમાં જે પંચમી વિભક્તિ છે તે હેતુમાં છે. એટલે સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ એ પરમાણુઓના બંધમાં હેતુ છે. બે પરમાણુઓના કે અનેક પરમાણુઓના બંધમાં સ્નિગ્ધત્વ અને
૧.
જોકે અગ્નિના કણ લોખંડના ગોળામાં પ્રવેશે છે પણ અહીં ટીકાકારને 'પ્રવેશ' શબ્દનો અર્થ ‘અંદર જવું' એ ઇષ્ટ નથી પણ પોતાનું અસ્તિત્વ બીજામાં સમાવી દેવું એ અર્થ ઇષ્ટ છે અને તેથી લોખંડનો ણ એ લોખંડનો છે અને અગ્નિનો કણ એ અગ્નિનો છે પણ અગ્નિનો કણ લોખંડના કણમાં સમાયો નથી તેમ જ તેણે પોતાનું જુદું અસ્તિત્વ જાળવી રાખ્યું છે તેમ બે પરમાણુઓનો પરિણામવિશેષથી બંધ થાય છે ત્યારે એક પરમાણુમાં બીજો પરમાણુ સમાઈ જતો નથી પણ લોખંડના કણ અને અગ્નિના કણની જેમ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે.