________________
૫૧૩
અધ્યાય-૫: સૂત્ર-૩૧
“શનું ગપ્તિ માત્મા આ આત્માનો પહેલો વ્યપદેશ, “થાત્ અવવ્ય માત્મા' આ આત્માનો બીજો વ્યપદેશ,
આ બીજો વ્યપદેશ આત્મદ્રવ્યસામાન્ય અને આત્મદ્રવ્યવિશેષ બંનેને લઈને યુગપદ્ વિવક્ષામાં “અવક્તવ્ય બને છે.
યુગપદ્ વિવલા–એક કાળમાં એકસાથે અપ્તિ અને નાસ્તિ બંનેનો બોધ કરાવે તેવો કોઈ વાચક શબ્દ નથી તેથી તે અવક્તવ્ય છે.
આમ આ બે અંશો લઈને “ચાલ્ ગતિ ૩ નવજીવ્યક્ટ માત્મા' આ ભંગ વિકલાદેશ છે.
આ પ્રમાણે સામાન્યથી ગતિ અને અવક્રવ્યતા સમજાવી. હવે તેને સ્પષ્ટ કરવા માટે કહે છે કે
આ અવક્તવ્યતા ફુટતર એટલે અતિસ્પષ્ટ થાય તે રીતે વિભાવના (વિચારણા) કરાય છે. તે આ પ્રમાણે
'स्याद् अस्ति आत्मा द्रव्यत्वेन द्रव्यविशेषेण वा'
કથંચિત આત્મા છે દ્રવ્યસામાન્યથી અથવા દ્રવ્યવિશેષથી. આત્મદ્રવ્યમાં રહેલું આત્મદ્રવ્યનું દ્રવ્યત્વ આ સામાન્ય છે.
અને
એ જ આત્મામાં રહેલું જીવત્વ એ દ્રવ્યવિશેષ છે અથવા મનુષ્યત્વ પણ દ્રવ્યવિશેષ છે. એટલે દ્રવ્ય સામાન્ય વ્યત્વ અને દ્રવ્યવિશેષ–જીવત્વ, મનુષ્યત્વ આદિ વડે
અથવા દ્રવ્યસામાન્ય અને પર્યાયસામાન્યને લઈને એટલે કે દ્રવ્યસામાન્ય વસ્તુત્વ, સત્ત્વાદિ અને પર્યાયસામાન્ય –અવસ્તુત્વ, અસત્ત્વાદિ આ અંશથી
અથવા વ્યવિશેષ અને પર્યાયવિશેષથી એટલે કે દ્રવ્યવિશેષ-મનુષ્યત્વ આદિ, પર્યાયવિશેષઅમનુષ્યત્વ આદિથી અર્થાત્
(૧) દ્રવ્યસામાન્ય દ્રવ્યવિશેષ, (૨) દ્રવ્યસામાન્ય–પર્યાયસામાન્ય, (૩) દ્રવ્યવિશેષ-પર્યાયવિશેષ.
આ બંનેથી તિ–સત અને ગતિ-અસતની યુગપતુ એક શબ્દથી વક્તા આત્માની સાથે અભેદ વિવક્ષા કરે તો અવક્તવ્ય બને છે. કારણ કે તે એક આત્માના આ બધા પણ વિકલ્પો ત્યારે જ સંભવે છે જ્યારે આત્માને એકરૂપ માનવામાં આવે.