________________
૫૧૬
તત્ત્વાર્થ સૂત્ર
આ દ્રવ્યાર્થાંશ અને પર્યાયાર્થાંશની યુગપદ્ વિવક્ષામાં આત્મા અવાચ્ય-અવક્તવ્ય છે. આ
બીજો અંશ છે.
આમ અંશને લઈને બનતો હોવાથી આ ભંગ વિકલાંશ છે. સાતમો ભંગ
स्यात् अस्ति च नास्ति च अवक्तव्यश्च
હવે સાતમો વિકલ્પ જે ચાર સંશો વડે ત્રંશ છે.
કોઈ દ્રવ્યાર્થવિશેષ એટલે કે દ્રવ્યાર્થભેદ સ્વદ્રવ્યત્વ ચેતનત્વ આદિને લઈને અસ્તિત્વ છે અને કોઈ પર્યાયવિશેષ અચેતનત્વ-મનુષ્યત્વ આદિ લઈને નાસ્તિત્વ છે.
આ અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેની પણ પ્રધાનપણે વિવક્ષા હોવાથી સમુચ્ચયરૂપ છે. એટલે ક્રમથી વિવક્ષા કરીએ છીએ તેથી ‘સ્યાત્ મસ્તિ ૬ નાસ્તિ ૨' આ બે અંશ થાય.
તથા
દ્રવ્યસામાન્ય અને પર્યાયસામાન્ય બંનેની યુગપત્ વિવક્ષા કરીએ ત્યારે અવક્તવ્ય છે. આ અવક્તવ્યમાં અસ્તિ અને નાસ્તિ બે અંશ આવ્યા. એટલે કુલ ચાર અંશ (સ્વરૂપ) વડે આ
ભંગ
યાદ્ ગસ્તિ ૬ નાસ્તિ 7 સવòવ્યજ્જ આ ત્રણ અંશવાળો છે.
હવે આ સાતમો ભંગ કેવી રીતે બને છે તેની વિચારણા કરીએ છીએ.
તેમાં પહેલા બે અંશની ઉપપત્તિ...
દ્રવ્યાર્થ એટલે કે દ્રવ્યાર્થિક નયના આશ્રયથી આત્મામાં દ્રવ્યત્વ છે. એટલે દ્રવ્યત્વેન આત્મામાં સત્ત્વ અસ્તિત્વ છે. દેહ અને ઇન્દ્રિયાદિથી ભિન્ન જે આત્મત્વ છે તે આત્મત્વવિશેષથી આત્મા નથી.
દ્રવ્યત્વ સામાન્યથી આત્મામાં અસ્તિત્વ છે, આત્મત્વવિશેષથી આત્મામાં નાસ્તિત્વ છે.
આથી તે જ આત્મા દ્રવ્યત્વ સામાન્યથી અસ્તિ છે અને દેહ-ઇન્દ્રિયાદિથી ભિન્ન અસ્તિત્વ વિશેષથી નાસ્તિ છે.
કેમ કે દ્રવ્યાર્થ નય વિશેષથી આત્માનું અસ્તિત્વ સ્વીકારતો નથી. આ રીતે સ્થાત્ અસ્તિ અને નાસ્તિ આ બે અંશ છે.
અવક્તવ્યઅંશની ઉપપત્તિ
હવે દ્રવ્યસામાન્ય જે સત્ત્વ અને પર્યાયસામાન્ય જે અસત્ત્વ આ બે ધર્મથી એકસાથે આત્માને કહેવો હોય તો તેનો એકસાથે એક કાળમાં વાચક શબ્દ નથી. એટલે સત્ત્વ અને અસત્ત્વથી યુગપદ્ અવક્તવ્ય છે.