________________
૫૧૮
તત્ત્વાર્થ સૂત્ર એટલે ટૂંકમાં આ સપ્તભંગી અર્થનય વડે અર્થનો બોધ કરાવનારી છે એટલે અર્થશુદ્ધિમાં પ્રવીણ છે આ આશય છે. હવે પ્રસંગથી આવેલ શબ્દનયનું સ્વરૂપ કહીએ છીએ.
અથવા અર્થશુદ્ધિમાં પ્રવીણ એવી સપ્તભંગીમાં શબ્દનોનો ઉપયોગ નથી પણ અર્થના સ્વરૂપનો બોધ શબ્દનયોના જ્ઞાન સિવાય શક્ય નથી માટે તેનું સ્વરૂપ બતાવીએ છીએ. શબ્દનય :
આ તત્ત્વાર્થમાં સાંપ્રતિક, સમભિરૂઢ અને એવંભૂત આ શબ્દનયનો છે. જે શ્રોતાના જ્ઞાનના વિષય છે, અને શબ્દરૂપ જ વિજ્ઞાન હોવાથી શ્રુતજ્ઞાનરૂપ છે.
આ નયો શબ્દને પ્રમાણ માનનારા છે, કેમ કે જે શબ્દ જે અર્થ કહે તે જ અર્થ પ્રમાણ છે. આ પ્રમાણે આ નવો શબ્દની પાછળ અર્થશાનને સ્વીકારે છે. અર્થાત્ શબ્દ દ્વારા અર્થવિજ્ઞાન થાય છે.
માટે જ આ નયોમાં ચક્ષુ નિર્મળ કરનાર અંજનની જેમ અભિધાનના સ્વરૂપની શુદ્ધિમાં તત્પર એવી ચિંતા અર્થાત્ ચિંતન છે.
અહીં આપણે દષ્ટાંત અને દાતિકને વિચારીએ ચક્ષુ એ જ્ઞાન નથી. કિંતુ જ્ઞાનનું સાધન છે તો પણ ચક્ષુને નિર્મલ કરવાથી ચક્ષુનું જ્ઞાન જ વિમલ કરેલું કહેવાય તેમ શબ્દ એ જ્ઞાન નથી કિંતુ જ્ઞાનનું સાધન છે તો પણ શબ્દની શુદ્ધિ કરવાથી શબ્દથી થતું જ્ઞાન વિમલ પ્રાપ્ત થાય છે માટે શબ્દના સ્વરૂપ અને શુદ્ધિમાં તત્પર એવી ચિંતા ફળવાળી જ છે. અર્થાત્ શબ્દની વ્યુત્પત્તિ, શુદ્ધિ આદિ વિચારણા ફળવાળી જ છે.
શબ્દનયોમાં સાંપ્રતનય શબ્દને માને છે, સમભિરૂઢ નય શબ્દના સ્વરૂપને એટલે વ્યુત્પત્તિને સ્વીકારે છે. વ્યુત્પત્તિભેદવાળો શબ્દ હોય તે શબ્દોને એકર્થિક નથી માનતો.
એવંભૂત નય શબ્દની શુદ્ધિને માને છે. એટલે જેવી વ્યુત્પત્તિ હોય તે વ્યુત્પત્તિ તેમાં જ્યારે વર્તમાન હોય તો જ તે શબ્દ તે અર્થનો બોધક છે. આવું સ્વીકારે છે.
આ પ્રમાણે તે અભિધાન સ્વરૂપ અને શુદ્ધિનું ચિંતન કરે છે.
આ રીતે અર્થનય અને શબ્દનય એ પ્રમાણે બે નયો બતાવીને હવે અર્થનો સપ્તભંગીમાં સમર્થ છે તે બતાવે છે.
તેમાં–શબ્દનયો અને અર્થનયોમાં અર્થનો સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર અનુક્રમે સત્ત્વમાત્ર, અસત્ત્વમાત્ર અને વર્તમાનમાત્રને જ સત્ત્વ સ્વીકારનારા છે.
આ અર્થનો એકલા હોય કે ભેગા હોય તો પણ સાત પ્રકારના વચનનું નિર્વચન પ્રતિપાદન કરવામાં સમર્થ છે.