________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૫૧૭ આ રીતે અવ્ય એ ત્રીજો અંશ છે. ક્રમ અને યૌગપઘથી રહેલ આ સાતમા ભંગની વિચારણા પૂર્ણ થાય છે.
આ પ્રમાણે અનેકાંતવાદમાં વાક્યનો પ્રયોગ સાત પ્રકારે જ થાય છે. વસ્તુના સ્વરૂપનો બોધ સપ્તભંગી દ્વારા થાય છે. તે સપ્તભંગીનું વિસ્તારથી વિવરણ કર્યું.
હવે અહીં એક પ્રશ્ન થાય છે કે
પ્રશ્ન :- શા માટે સાત જ ભંગ ? આઠ પ્રકારે કે નવ પ્રકારે વચનની પ્રવૃત્તિ કેમ નહીં ?
ઉત્તર :- આ પ્રમાણે અર્થને અનુસરીને–પદાર્થના અનુરોધથી અને વિવક્ષાના કારણે સાત પ્રકારે જ વચનની પ્રવૃત્તિ છે એટલે કે અર્થને લઈને વિચાર કરવામાં આવે તો પણ સાત પ્રકારે જ વચનપ્રયોગ થાય છે અને વિવેક્ષા કરો તો પણ સાત પ્રકારની જ વાક્યરચના થાય છે. પ્રવૃત્તિનિમિત્તનો અભાવ હોવાથી બીજા કોઈ પ્રકારે વાક્યરચના નથી. માટે સાત જ ભંગ છે પણ આઠ નવ નથી.
વળી આ સપ્તભંગીનો માર્ગ દ્રવ્યર્થ (દ્રવ્યાસ્તિકનય) પર્યાયાર્થ(પર્યાયાસ્તિક નય)ને લઈને છે, અને તે બે નો સંગ્રહાદિરૂપ છે, અને આ સંગ્રહાદિ અર્થ નય અને શબ્દનયરૂપે રહેલા છે. અર્થાત્ આ સંગ્રહાદિ નયોના બે વિભાગ છે : (૧) અર્થનય, (૨) શબ્દનાય.
તેમાં (૧) સંગ્રહ, (૨) વ્યવહાર, (૩) ઋજુસૂત્ર આ ત્રણ અર્થયો છે. આ અર્થનો વડે જે દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ છે તેને લઈને આ સપ્તભંગી છે. અર્થાત્ આ સપ્તભંગી અર્થનયને આશ્રયીને છે.
અર્થનય - તેમાં જેમાં ઉપદેશકના શબ્દવ્યાપારની અપેક્ષા રાખ્યા વગર ઇન્દ્રિય કે અનીન્દ્રિયના નિમિત્ત અર્થરૂપે ઉત્પન્ન થયેલ મતિજ્ઞાન છે.
એ વક્તાના જ્ઞાનના વિષયવાળા અર્થનયો છે. અર્થાત કોઈ પણ શબ્દવ્યાપાર વગર ઇન્દ્રિયોના નિમિત્તે કે અનિન્દ્રિયના નિમિત્તે થયેલું જે મતિજ્ઞાન છે. આ મતિજ્ઞાનના વિષયો જે અર્થો છે તે વક્તાનું મતિજ્ઞાન આ અર્થોનો વિષય કરે છે તેથી આ નયો અર્થનય કહેવાય છે.
મતલબ એ છે કે–સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર અર્થની પાછળ અર્થનું જ જ્ઞાન કરાવે છે. આ નયોને શબ્દ દ્વારની જરૂર નથી. અર્થનો જ સીધો વિષય ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી કરે છે.
આદિ પદથી વ્યવહાર, જુસુત્ર, સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત લઈ લેવા. નૈગમનો સમાવેશ સંગ્રહ અને વ્યવહારમાં છે. માટે તેની જુદી વિવક્ષા કરી નથી. स्याद् अस्ति, स्याद् नास्ति, स्याद् अवक्तव्य, स्यात् अस्ति च नास्ति च स्याद् अस्ति अवक्तव्यश्च, स्याद् नास्ति अवक्तव्यश्च, स्याद् अस्ति च नास्ति च अवक्तव्यश्च