________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
૫૧૫ તે નાસ્તિત્વ પર્યાય યુગપદ્વત્ત હોય કે ક્રમપ્રવૃત્ત હોય પણ સહાવસ્થાયિનો અવિરોધ હોવાથી તે બંને પ્રકારનું નાસ્તિત્વ એક કાળમાં જ આત્માનો ધર્મ છે. મતલબ તે નાસ્તિત્વ પર્યાય યુગપદ્રુત્ત હોય કે ક્રમવૃત્ત હોય અર્થાત્ સહભાવી હોય કે ક્રમભાવી હોય પણ તે એક કાળમાં જ અવિરોધ હોવાથી આત્માનો સહાવસ્થાયી ધર્મ છે. એક જ આત્મામાં બંને પ્રકારના પર્યાયો એક કાળમાં સાથે રહે છે અને તેમનો પરસ્પર વિરોધ નથી માટે તે બંને પ્રકારના પર્યાયો આત્મધર્મ છે.
તે આ પ્રમાણે– યુગપત્તિ પર્યાયો :
દા. ત. જેમ આત્મામાં ચેતના, ઉપયોગ, વેદના, હર્ષ, સમ્યકત્વ, હાસ્ય, રતિ, પુરુષવેદ, આયુ, ગતિ જાતિ વગેરે અને સત્ત્વ, દ્રવ્યત્વ, અમૂર્તત્વ, કર્તૃત્વ, ભોક્નત્વ, અન્યત્વ, અનાદિત, અસંખ્યાત પ્રદેશત્વ, નિત્યત્વ વગેરે.
આ બધા યુગપદ્ધત્તિ પર્યાયો છે. ક્રમવર્તી પર્યાયો -
ક્રોધાદિ, દેવત્વાદિ, બાલત્વાદિજ્ઞાનિતા (જ્ઞત્વ) વગેરે સ્વસ્થાનમાં અનેક ભેદવર્તી છે. અર્થાત્ ક્રમવર્તી પર્યાયના અનેક વિશેષ છે.
હવે પર્યાયાર્થિક નય પ્રમાણે તે પર્યાયોમાં કોઈ એક અવસ્થિત ચેતનાથી જુદું જીવ નામનું દ્રવ્ય નથી. કેમ કે પર્યાયાર્થિક નય દ્રવ્ય માનતો નથી, પર્યાયને જ માને છે–તેથી ચેતનાવાળું કોઈ દ્રવ્ય છે એવું માનતો નથી. એટલે ચેતનાપર્યાયથી અલગ કોઈ જીવ નામનું દ્રવ્ય નથી.
પ્રશ્ન :- પર્યાયથી ભિન્ન આત્માનો અભાવ માનશો તો આત્માનો જે વ્યવહાર થાય છે તેનું શું ?
ઉત્તર :- માટે જ તો ધર્મો-પર્યાયો જ તેવી રીતે ગોઠવાયેલા છે જે પર્યાયો સત્ત્વના વ્યવહારને પામે છે. આ પ્રમાણે કહીએ છીએ. આથી આત્માનો વ્યવહાર થઈ શકે છે.
આથી જ “નાસ્તિ' છે. અર્થાતુ પર્યાયાર્થિક નયથી આવા પ્રકારના એટલે કે દ્રવ્યાર્થનો નાસ્તિત્વરૂપ કોઈ અંશ નથી, કેમ કે દ્રવ્યાર્થરૂપે અભાવ છે. દ્રવ્યરૂપે નાસ્તિત્વ છે પણ સર્વથા નાસ્તિત્વ નથી. કેમ કે અમારી વિશિષ્ટ અભાવની વિવેક્ષા છે. વિશિષ્ટ અભાવ એટલે દ્રવ્યાર્થરૂપે સત્ત્વનો અભાવ. અર્થાત્ નાસ્તિત્વ વિવક્ષિત છે. તેથી આ પર્યાયાંશ છે. અર્થાત્ “ચાત્ માત્મા નાપ્તિ () ઘટે છે પણ નાસ્તિ સર્વ પ્રકારે નથી, વિવણિત પ્રકારથી છે.
આ પર્યાયાંશ છે. આ એક અંશ છે.
સર્વ પદાર્થનો જ્ઞાતા છે માટે સર્વ વસ્તુરૂપે આત્મા સત્ છે, સર્વ વ્યાપારમાં પ્રધાન હોવાથી આત્મા સર્વવસ્તુરૂપે સત્ છે.
આ દ્રવ્યાંશ છે.