________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૫૧૧
આ ચોથો ભંગ ઘટે છે.
ભાવથી શપણું અને ક્રોધાદિમત્ત્વ–ક્રોધીપણું, માનીપણું, માયાવીપણું, લોભીપણું અર્થાત્ ક્રોધાદિ ભેદોને લઈને આત્મામાં સત, અસત્ ધર્મની ભાવના કરવી.
એટલે જ્ઞ સ્વભાવથી આત્મા સતુ છે અને ક્રોધાદિ એ આત્માનો સ્વભાવ નથી તેથી ક્રોધાદિની વિવક્ષાથી આત્મા અસત છે કેમ કે શત્વ આત્મામાં રહે છે અને ક્રોધાદિમત્વ એ પર્યાયમાં રહે છે માટે આત્મા સત, અસત્ છે.
આ રીતે ઘણા દ્રવ્યર્થ અને પર્યાયાર્થમાં (રહેલા) ભેદો છે તે બધા ય તે વસ્તુના અંશો છે એટલે કે દ્રવ્યપર્યાયો વસ્તુના અંશો છે.
તે દ્રવ્ય-પર્યાયરૂપ અંશથી કહેવાને ઇચ્છાતો આત્મા એક હોવા છતાં નાનારૂપ કહેવાય છે.
આ પ્રમાણે એક આત્મા અનેક દેશવાળો કહેવાય છે આ જે કથન કર્યું તેનો ઉપસંહાર થાય છે. હવે ચોથા ભંગની વિચારણા કેવી રીતે કરવી તે બતાવીએ છીએ.
ચોથો ભંગ
स्याद् अस्ति च नास्ति च દ્રવ્યાર્થભેદ જે ચૈતન્ય સામાન્ય છે તેની અપેક્ષાએ આત્મા છે. એટલે ચૈતન્યપર્યાયરૂપ એક અંશ લઈને ચૈતન્યપર્યાયવાળો આત્મા છે
અથવા ચૈતન્ય વિશેષની વિવક્ષા કરવામાં આવે તો આ પણ એક ઉપયોગ હોવાથી “અસ્તિ' એટલે આત્મા છે.
અહીં ચૈતન્ય એક અંશ છે કેમ કે જે જ્ઞાન, દર્શનાદિ ઉપયોગના ભેદો છે તે બધા ઉપયોગ જ છે. એટલે એ બધાં એક ઉપયોગરૂપ હોવાથી એ પણ અંશ છે.
એટલે દ્રવ્યાર્થથી ચૈતન્ય સામાન્યથી આત્મા છે અને ચૈતન્ય વિશેષથી પણ આત્મા છે. આ રીતે ચોથા ભંગનો એક “તિ અંશ બતાવ્યો.
હવે “રાતિ' અંશ કેવી રીતે કહેવાય છે તે સમજાવીએ છીએ. પર્યાયથી આત્મા અચેતન નથી તેથી અચૈતન્યરૂપ પર્યાયથી આત્મા નથી. અહીં પર્યાયની મુખ્યતા છે. પર્યાય નય દ્રવ્યને માનતો નથી. એટલે અચૈતન્ય પર્યાય આત્મા નથી, ચૈતન્ય પર્યાયરૂપ છે.
ચૈતન્યવિશેષનો કોઈ અન્ય પણ ચૈતન્યવિશેષ વિપક્ષ થાય છે તે અંશથી પણ આત્મા નથી તે બતાવે છે.
અથવા અચૈતન્ય વિશેષ જે ઘટ એ ઘટના ઉપયોગમાં જયારે આત્મા હોય છે ત્યારે પટાદિના