________________
૫૧૦
તત્ત્વાર્થ સૂત્ર
તેના-પૃથ્વી આદિના વિશેષ ઘટાદિથી અદ્રવ્યત્વ છે. અર્થાત્ આત્મા ઘટાદિ દ્રવ્ય નથી.
આ ઘટાદિ દ્રવ્યત્વ દ્રવ્યવિશેષ છે. આ દ્રવ્યવિશેષથી છે, કેમ કે જ્યારે પૃથિવ્યાદિત્વરૂપે દ્રવ્યત્વ-દ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે પૃથિવ્યાદિ દ્રવ્યત્વ એ સામાન્ય છે અને ઘટદિવ્યત્વ એ પૃથિવ્યાદિ દ્રવ્યત્વ દ્રવ્યથી વિશેષ છે. માટે પૃથિવ્યાદિ દ્રવ્યત્વથી આત્મામાં અદ્રવ્યત્વ એ સામાન્યથી છે અને ઘટાદિ દ્રવ્યત્વથી આત્મામાં અદ્રવ્યત્વ એ વિશેષથી છે.
આ રીતે તદ્ દ્રવ્ય લઈને આત્મામાં સ્વદ્રવ્યત્વથી દ્રવ્યત્વ અને પૃથિવી' આદિ પર દ્રવ્યત્વથી અદ્રવ્યત્વ છે.
द्रव्यत्वेन आत्मा स्यात् अस्ति (सत्) अद्रव्यत्वेन आत्मा स्यात् नास्ति (असत्) આમ આ ચોથો ભંગ દ્રવ્યથી આત્મામાં ઘટાવ્યો.
ક્ષેત્રથી આત્મા અસંખ્યાત આકાશપ્રદેશવ્યાપી છે, પણ સર્વવ્યાપી નથી. એટલે અસંખ્યાતઆકાશ પ્રદેશવ્યાપીપણા વડે આત્મા અસ્તિ (સત) છે અને સર્વવ્યાપીપણા વડે આત્મા નાસ્તિ (અસત) છે.
આ રીતે ક્ષેત્રથી આત્મામાં આ ચોથો ભંગ ઘટાવ્યો.
કાળથી સ્વજાતિના અનુચ્છેદથી અભિન્નકાલતા છે. અર્થાત્ કાળથી આત્માના આત્મપણાનો નાશ નહીં થતો હોવાથી આત્મા નથી એવો કોઈ કાળ નથી માટે આત્માની અભિન્નકાલતા છે. એટલે અભિન્ન કાળથી આત્મા સત્ છે.
ભિન્ન કાળથી આત્મા અસત્ છે. ભિન્નકાળતા આત્મામાં પર્યાયાદેશથી થાય છે.
કેમ કે આત્મામાં જે ઘટ વગેરે વિજ્ઞાન અને દર્શનભેદો છે તથા ક્રોધ વગેરેના ઉત્કર્ષ અને અપકર્ષના ભેદો છે તે બધા કાળભેદો છે.
ઘટજ્ઞાન કાલથી પટજ્ઞાનવાળો–પટજ્ઞાનકાલીન આત્મા અસતુ છે. તેમ જ ઉત્કર્ષ ક્રોધ કાલથી અપકર્ષ ક્રોધવાળો આત્મા અસત્ છે. અમુક કાળમાં ઘટજ્ઞાનવાળા આત્માની વર્તના છે જ્યારે બીજા સમયમાં પટજ્ઞાનવાળા આત્માની વર્તન છે.
આમ અનંતકાળમાં રહેલી જે વવર્તનાનો ભેદ છે કેમ કે અમુક કાળમાં આત્મામાં જ્ઞાનની વર્તના અનેક હોય છે, તે પ્રમાણે એક કાળમાં ક્રોધ વગેરેની તરતમતાથી અનેક વર્તના હોય છે એટલે કાળભેદ છે.
આ કાળભેદ છે એટલે પર્યાયાદેશથી આત્મા અસત્ છે. માટે અભિન્નકાળતાથી આત્મા સત છે અને ભિન્નકાળતાથી આત્મા અસત્ છે. આ રીતે કાળથી આત્મામાં “સત્ વ અસત્ વ' ૧. આત્મામાં પૃથિવ્યાત્વેિન અદ્રવ્યત્વ છે, પૃથ્વીત્વ વિશેષ ઘટત્વથી અદ્રવ્યત્વ છે પણ આત્મદ્રવ્યત્વથી
આત્મામાં દ્રવ્યત્વ છે. (આત્મા દ્રવ્ય છે.)