________________
૫૦૯
અધ્યાય-૫ : સુત્ર-૩૧ ભાવાત્મકપણું તદતદાત્મકપણું સ્વાશયુગપષ્કૃત્ત અને ક્રમવૃત્તને લઈને કહેવાય છે.
ત્યારે તેવા પ્રકારનું પ્રતિપાદન કરતો વિકલાદેશ કહેવાય છે.
કારણ કે તે દ્રવ્ય અને પર્યાયો તે વસ્તુના દેશો છે. આ દેશમાં આદેશથી એક આદેશવાળો આત્મા અનેકદેશવાળો કહેવાય છે.
હવે ઉપર કહ્યા મુજબ ચોથા ભંગમાં દ્રવ્યસામાન્ય અને પર્યાય સામાન્યથી અને દ્રવ્યવિશેષ અને પર્યાયવિશેષથી સમુચ્ચયને લઈને વસ્તુનું સદસદાત્મક એકત્વ કેવી રીતે કહેવાય છે તે વિસ્તારથી વિચારીએ છીએ.
દ્રવ્ય અને પર્યાયરૂપ વસ્તુના દેશોમાં આદેશથી એક દેશવાળો આત્મા અનેકદેશવાળો કહેવાય છે.
તેમાં દ્રવ્યાર્થી સામાન્યથી આત્મા વડુત્વરૂપ ધર્મને લઈને સત્ કહેવાય છે, પર્યાય સામાન્યથી આત્મા અવડુત્વરૂપ ધર્મને લઈને અસત્ કહેવાય છે.
એટલે આત્મા “થાત્ સત્ ૨ સત્ વ' કહેવાય છે. દ્રવ્યવિશેષ :
દ્રવ્યવિશેષ આત્મામાં જે સ્વદ્રવ્યત્વ, આત્મત્વ, ચેતનત્વ, દ્રષ્ટત, જ્ઞાતૃત્વ, મનુષ્યત્વ આદિ અનેક દ્રવ્યાર્થ ભેદ એટલે દ્રવ્ય વિશેષ છે. પર્યાયવિશેષ :
તથા શ્રત પ્રતિયોગી પર્યાયો એટલે કે હમણા જ સાંભળ્યા સ્વદ્રવ્યાદિ પર્યાયો તે પર્યાયના વિરોધી પર્યાયો જે અસ્વદ્રવ્યત્વ, અનાત્મત્વ, અચેતનત્વ વગેરે (અદ્રષ્ટ– અજ્ઞાતૃત્વ અમનુષ્યત્વ આદિ) પર્યાય વિશેષો છે.
આ કહ્યા એનાથી બીજા પણ દ્રવ્યવિશેષો અને પર્યાયવિશેષો દ્રવ્યાદિના સંબંધથી સંભવે છે. તે આ પ્રમાણે
આ બધા પર્યાયો અને તત્ દ્રવ્ય, તત્ ક્ષેત્ર, તત્ કાળ અને તભાવના સંબંધથી ઉત્પન્ન થયેલા જે દ્રવ્ય અને પર્યાયમાં રહેલા ભેદો-વિશેષો છે અર્થાત્ તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉત્પન્ન થયેલા દ્રવ્યવિશેષ અને પર્યાયવિશેષો છે.
તેમાં–ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંબંધથી પેદા થયેલા દ્રવ્ય, પર્યાયવિશેષો છે તેમાં, દ્રવ્યાકૃદિશથી આત્મામાં સ્વદ્રવ્યતયા દ્રવ્યત્વ છે, પૃથિવી આદિ દ્રવ્યત્વથી અદ્રવ્યત્વ છે. (અર્થાત્ આત્મા આત્મ દ્રવ્યથી દ્રવ્ય છે, પૃથિવી આદિ દ્રવ્ય નથી.) અને