________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
૫૦૭ હવે સાતમા ભંગનું જે વાક્ય છે એની વાક્યર્થ બુદ્ધિ(વાક્યના અર્થનો બોધ)નું એકપણું બતાવે છે.
કારણ કે સત્ એવા દ્રવ્ય-પર્યાયોમાં જે બુદ્ધિ છે તે અનેકબુદ્ધિ વ્યાત્મિકા બુદ્ધિ થાય છે.
આ ભંગમાં સત, અસત્ અને અવક્તવ્ય આ અંશો છે. એટલે જ સરૂપ, અસરૂપ, અવક્તવ્યરૂપ અનેકબુદ્ધિ છે. આ અનેકબુદ્ધિ જ વિદ્યમાન દ્રવ્ય-પર્યાયોમાં વ્યાત્મક બને છે.
હવે આ બુદ્ધિ વ્યાત્મક હોવા છતાં પણ બુદ્ધિનું એકત્વ કેવી રીતે છે તે વિસ્તારથી બતાવે છે.
કારણ કે સરૂપ, અસરૂપ, અવક્તવ્યરૂપ અનેક બુદ્ધિમાં જે વાક્યાર્થબુદ્ધિ થાય છે તે બુદ્ધિ આમ તો એક છે છતાં ભિન્ન જેવી લાગે છે, ક્રમવાળી નથી છતાં ક્રમવાળી લાગે છે. આવી બુદ્ધિને લઈને અભિન્ન અને એક છે માટે અક્રમ છે, અને અક્રમ છે માટે સખંડરૂપ વૈકલ્ય હોઈ શતું નથી માટે ભાગના અસંભવરૂપ છે. અર્થાત્ અખંડ છે માટે ઉપરોક્ત બુદ્ધિ વસ્તુરૂપ છે.
એક એવી વાક્યર્થ બુદ્ધિ જેના કારણે અનેકરૂપ થાય છે તે બુદ્ધિમાં રહેલા અનેક બુદ્ધિના પ્રયોજક તે ભાવો એ ભાગો-અંશો છે એમ જાણવું. તે અંશોનો બોધ થાય માટે ૪-૫૬-૭ ભંગો છે એ વિકલાદેશો છે.
તેનો ઉપસંહાર કરતાં કહે છે –
તેથી ભેદ અને ક્રમના પ્રતિભાસરૂપ જે વિજ્ઞાનનો હેતુ હોવાથી તે સત, અસત્ અને અવક્તવ્ય અવિભક્ત એવી એક વસ્તુના ભાગ થાય છે.
આ રીતે વસ્તુનો એક સ્વભાવ અને અનેક સ્વભાવ સિદ્ધ થયે છતે અર્થાત ગુણોનો ભાગ સિદ્ધ કરે છતે અનેક સ્વભાવવાળો પદાર્થ હોવા છતાં વક્તાની ઇચ્છાથી કોઈ વખત કોઈ ધર્મથી કહેવા માટે ઇચ્છાય છે. કેમ કે વચનનું સકલાદેશપણું અને વિકલાદેશપણું વક્તાની વિવક્ષાને આધીન છે.
હવે પહેલા ત્રણ ભંગો સકલાદેશ છે તે વિવફાધીન છે. તેમાં પ્રથમ ભંગનું સક્લાદેશપણું બતાવવા કહે છે–
વળી દ્રવ્યર્થ દ્રવ્ય નયના જેટલા વિષયો સત્ત્વ, નિત્યત્વ આદિ વિશેષ (ભેદો) છે તે બધા ભેદોને જ દ્રવ્યર્થ જાતિ એટલે દ્રવ્યાર્થવરૂપ સામાન્યથી એક દ્રવ્યાર્થને માને છે.
હવે બીજા ભંગને લઈને કરે છે કે જયારે પર્યાયરૂપે સામાન્યથી સર્વ પર્યાયના ભેદોને વિશેષોને એક પર્યાયાર્થ-પર્યાયને સ્વીકારે છે અર્થાત્ સર્વ પર્યાયોનો અભેદ કરે છે.
સાતમા ભંગમાં હેતુ આપીને ચોથા, પાંચમા અને છઠ્ઠા ભંગમાં હેતુની સુલભતા રહે માટે ગ્રંથકારે સાતમા ભંગનો ઉલ્લેખ કરીને સન ૧ આસન વ વવ્ય આ પ્રમાણે “અનેકબુદ્ધિબુદ્ધિત્વ” હેતુ આપ્યો.
છે એમ સમજવું. ૧. “જ' કાર એટલા માટે લીધો છે કે પર્યાયાર્થના વિશેષો બીજા ભંગનો વિષય છે એટલે તે વિશેષોનું
પ્રથમ ભંગથી પ્રતિપાદન કરવા ઈષ્ટ નથી. માટે “જ કાર પર્યાયાર્થ વિશેષોના વ્યવચ્છેદ માટે છે.