________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
૫૦૫ હોય તો પરિણામ હોય નહીં.
આ વાતની દઢતા માટે દષ્ટાંત આપતાં કહે છે કે દા. ત. જેમ ઘટ મૃભાવથી ભાવિત હોવાથી માટીરૂપ છે એટલે કે માટી હોય તો જ ઘટ પરિણામ હોય છે. જો માટી ન હોય તો : ઘટ પરિણામ બની શકે નહિ. તેમ આત્મા છે તો જ તેનાં પરિણામો છે માટે પરિણામ એ પરિણામ સ્વરૂપ છે. આ જ વાતને દઢ કરતું બીજું પણ દષ્ટાંત આપતાં કહે છે કે
અથવા હસ્તાદિ સમૂહરૂપ પુરુષની જેમ. પુરુષ એ હાથ આદિથી ભાવિત હોવાથી હાથ આદિ સ્વરૂપ જ છે.
આથી તે પરિણામરૂપ ગુણો આત્માના આરંભક હોવાથી ભાગો છે. જેમ કે હસ્તાદિ સ્વરૂપથી પુરુષ જુદો નથી. આથી વસ્તુના તે હસ્તાદિ અવયવો પુરુષ દ્રવ્યના આરંભક હોવાથી પુરુષના ભાગો છે. પુરુષના હસ્તાદિ આ ભાગો જેમ પુરુષના અંશને અનુભવે છે તેમ પરિણામો આરંભક હોવાથી પરિણામીના ભાગો છે.
તે ભાગો (પરિણામો) ક્રમથી અથવા ક્રમ અને યૌગપઘથી રહેલા છે. પ્રશ્ન - કયા ભંગમાં ક્રમથી રહેલા છે અને કયા ભંગમાં ક્રમ-યૌગપઘથી રહેલા છે?
ઉત્તર :- ચોથા વિકલ્પમાં ક્રમથી અને ૫-૬-૭ વિકલ્પમાં ક્રમ અને યૌગપઘથી રહેલા છે.
તેમાં ચોથા વિકલ્પમાં સમુચ્ચયાત્મક ક્રમથી રહેલા છે.
પ્રશ્ન :- સમુચ્ચયથી રહેલા છે એમ ન કહેતાં સમુચ્ચયાત્મક ક્રમથી રહેલા છે એમ શા માટે કહ્યું ?
ઉત્તર :- જે આ બેનો સમુચ્ચય છે તે જ ક્રમ છે. એકના કહ્યા પછી એકના કહેવારૂપ જે ક્રમ છે એ ક્રમ સિવાય સમુચ્ચય સંભવી શકતો નથી.
વસ્તુમાં સ્વરૂપેણ અસ્તિત્વ અને પરરૂપેણ નાસ્તિત્વ એક સાથે છે પણ વિવક્ષા અસ્તિત્વ અને નાસ્તિત્વની આ ચોથા વિકલ્પમાં ક્રમથી છે.
પાંચમા અને છઠ્ઠા વિકલ્પમાં અપચિત ક્રમ અને યુગપતથી બનેલા અંશો છે. ૧. જોકે આત્મા પરિણામનું કારણ છે તેથી આત્મા આરંભક છે પણ પરિણામો આરંભક નથી, કેમ કે
પરિણામો તો કાર્ય છે. તો પણ અહીં સમજવું કે પરિણામ અને પરિણામીનો અભેદ છે તેથી પરિણામના ભવનમાં પરિણામીનું પણ ભવન છે માટે આત્માનું પણ ભવન છે. આમ ઉપચારથી
પરિણામ(ગુણો)ને આરંભક કહ્યા છે એમ સમજવું. ૨. અપચિત એટલે છૂટું કરીને ભેગું કરવું.
ચોથા ભંગમાં થાત્ પ્તિ ચા નાતિ ર છે તેમાંથી આ પાંચમા ભંગમાં નાસ્તિત્વ અપચિત છે, છઠ્ઠા વિકલ્પમાં અસ્તિત્વ અપચિત છે.