________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૫૦૩
નિશ્ચય થાય છે અને બીજો દેશ નાસ્તિત્વમાં નિયત હોય ત્યારે “મનું પર્વ અયમ્' આવું જ્ઞાન થાય છે તેથી “માત્મા યાત્ પ્તિ ૨ નાતિ, વ' આવો ચોથો ભંગ બને છે. આ પ્રમાણે કથંચિત અવયવોથી અવયવીનો અભેદ હોવાથી અવયવરૂપ ધર્મો વડે આત્મા પણ તે પ્રમાણે કહેવાય છે.
આ પ્રમાણે ચારે પણ વિકલાદેશ ભંગોનું દેશાદેશથી ગ્રહણ કરવું. અર્થાત્ જેમ “sો રેવત્તઃ' આ પ્રયોગમાં દેવદત્તનો અવયવ જે હાથ છે તે તૂઠો છે, આને લઈને અવયવી દેવદત્ત ટૂંઠ કહેવાય છે તેમ આત્મા અનેક ધર્મરૂપ છે. તેમાંથી કોઈ પણ એક ધર્મ ‘શ કહેવાય. તેની વિવક્ષાથી વિકલાદેશ થાય છે.
આ ચાર વિકલ્પોમાં “ચાત્ પ્તિ નાસ્તિ ર' આ ચોથો વિકલ્પ ઉભયપ્રધાન વિકલ્પ છે. આ વિકલ્પમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને પ્રધાન છે, કેમ કે ક્રમથી અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેનું પણ શબ્દથી અભિધાન થાય છે.
અહીં ક્રમ સમુચ્ચયરૂપ છે. જ્યાં સમુચ્ચય હોય છે ત્યાં ક્રમ જ હોય છે. એટલે કે એકને કહ્યા પછી બીજાને કહેવાય છે. દા. ત. જેમ “રામ અને લક્ષ્મણ' આ વાકયમાં સમુચ્ચય છે તો રામ બોલ્યા પછી જ લક્ષ્મણ બોલાય છે તેમ અહીં બંનેનું પણ પોતપોતાના પ્રતિપાદક શબ્દથી અભિધાન થાય છે માટે આ વિકલ્પમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંને પ્રધાન છે.
- આ ચોથો વિકલ્પ વિકલાદેશ છે. કેમ કે દેશમાં જે આદેશ છે તે જ વિકલાદેશ છે. એટલે આ અનંતધર્માત્મકરૂપે પ્રસિદ્ધ વસ્તુનું વૈકલ્ય છે.
સ્વરૂપથી અવિભક્ત-અખંડ હોવા છતાં પણ વસ્તુનું એ વિવિક્ત-પરસ્પર સત્ત્વાદિ ભિન્ન ગુણરૂપ છે. આ સત્ત્વાદિરૂપ ગુણો સ્વરૂપથી ઉપરંજક છે. જેની (સત્ત્વાદિ ગુણ રૂપની) અપેક્ષા લઈને અર્થાત્ કલ્પિત અંશરૂપ ભેદ કરીને અનેકાંતરૂપ જે એકત્વ એટલે કથંચિત અભેદની વ્યવસ્થામાં અખંડ એવા સમુદાયાત્મક નરસિંહમાં નરત્વ અને સિંહત્વના વિકલ્પની જેમ સમુદાયરૂપ આત્મસ્વરૂપનો સ્વીકાર કરીને જે અભિધાન થાય તે વિકલાદેશ છે.
' અર્થાતુ અનેકાંતવાદમાં વસ્તુનું અનેકાન્તસ્વરૂપ એક જ છે. છતાં વસ્તુમાં રહેલા અનેક ગુણો છે જે પોતપોતાના સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. આ ગુણોને લઈને વસ્તુમાં ભેદ પડે છે. વાસ્તવિક વસ્તુ જુદી નથી પણ સત્ત્વ ગુણ અને અસત્ત્વગુણ જુદા છે. તેથી જયારે આ ચોથા વિકલ્પમાં “ગતિ ૨ નાતિ ૨' આમ ક્રમથી સત્ત્વ અને અસત્ત્વનું વિધાન કરાય છે પણ સત્ત્વ અને અસત્ત્વાદિ ગુણોના સમુદાયરૂપ વસ્તુ છે, આવો સ્વીકાર હોવા છતાં નરસિંહત્વ નરસિંહમાં એક જ છે છતાં દેશમાં નરત્વ અને દેશમાં સિંહત્વની કલ્પનાની જેમ એક દેશમાં સત્ત્વ અને એક દેશમાં અસત્ત્વની કલ્પના એ વિકલાદેશ છે. - એટલે વસ્તુના અનેકાંતરૂપ એકત્વનો સ્વીકાર કરીને એમાંથી બુદ્ધિથી કોઈ અંશને જુદો કરીને જે વિકલ્પ કરાય તે વિકલાદેશ છે. પરંતુ કેવલ સિંહમાં સિંહત્વની જેમ એકાત્મક એકત્વના પરિગ્રહથી અર્થાત્ સિંહ અને સિંહત્વનો એકાંત અભેદ મનાય તો વિકલાદેશ બને નહિ.
એટલે કે સિંહમાં સિંહત્વ છે આ વચન જેમ વિકલાદેશ નથી તેમ એકાત્મક સ્વરૂપ