________________
૫૦૬
તત્ત્વાર્થ સૂત્ર સાતમા વિકલ્પમાં પ્રચિત ક્રમ અને યુગપતથી બનેલા અંશો છે. તે અંશો સનું, અસનું અને અવક્તવ્ય છે.
આ છેલ્લા ત્રણ (૫, ૬, ૭) ભંગો ક્રમ યૌગપઘથી છે.
હવે આપણે આ છેલ્લા ત્રણ ભંગો ક્રમ અને યૌગપઘથી બને છે તો તેમાં ક્રમાં કઈ અપેક્ષાએ છે અને યૌગપદ્ય કઈ અપેક્ષાએ છે તે વિચારીએ છીએ.
“હા અતિ સવવ્ય' આ પાંચમા ભંગમાં ગુણની અપેક્ષાએ અસ્તિત્વના ક્રમનો સદ્ભાવ હોવા છતાં પણ અન્ય જે નાસ્તિત્વ ગુણ છે તેની અપેક્ષાએ ક્રમ નથી.
એવી રીતે
થાત્ નાસ્તિ સવવ્ય. આ છઠ્ઠા ભંગમાં નાસ્તિત્વ ગુણનો અપેક્ષાથી ક્રમ હોવા છતાં પણ અન્ય જે અસ્તિત્વ ગુણ છે તેની અપેક્ષાએ ક્રમ નથી.
આમ આ પાંચ અને છ બંને ભંગમાં અપચિત-અપુષ્ટ ક્રમ છે. યૌગપદ્ય તો બંને ભંગમાં અસ્તિત્વ-નાસ્તિત્વની યુગપત્ વિવલાથી છે. માટે પ-૬ ભંગ અપચિત ક્રમ અને યુગપતથી છે.
સદ્ ગત ૨ નાતિ વ વવ્યશ આ સાતમા ભંગમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ બંનેનો પણ ક્રમ વિદ્યમાન છે. પ્રચિત-પુષ્ટ ક્રમ છે અને યૌગપદ્ય પણ છે.
ક્રમ અને યુગપથી રહેલા સત્ત્વ, અસત્ત્વ, અવક્તવ્ય ગુણો અનેક છે માટે બુદ્ધિ પણ અનેક થાય છે, કેમ કે ગુણો જુદા જુદા છે. પણ આ ગુણોનું એક વાક્ય કરીએ ત્યારે એક વાક્યના અર્થરૂપે વાક્યનો જે અર્થબોધ થાય છે તે એક થાય છે એટલે તે બુદ્ધિ એક છે.
આમ જ્યારે સત્ત્વાદિ ગુણોની ગ્રાહક બુદ્ધિ અનેક હોય છે ત્યારે ગ્રાહ્ય સત્ત્વાદિ અનેક કહેવાય છે અને એક વાક્યાર્થરૂપે બુદ્ધિ ગ્રાહક થાય છે ત્યારે સત્ત્વાદિ એક છે. આમ ગ્રાહ્ય અને ગ્રાહકનું એક અને અનેકપણું છે. તે વિચારવા માટે સાતમા ભંગનો ઉલ્લેખ છે.
सन् च असन् च अवक्तव्यश्च આ પ્રમાણે ગ્રાહ્ય વસ્તુનો આકાર છે અને ગ્રાહક બુદ્ધિનો પણ આ જ આકાર છે.
આ બધા ભેગો (૪-૫-૬-૭) “અનેકબુદ્ધિબુદ્ધિવાતુ” એટલે અનેક બુદ્ધિવાળી બુદ્ધિ હોવાથી ભાગો છે.
૧. પ્રચિત એટલે પ્રકર્ષથી ભેગું કરવું. આ સાતમા વિકલ્પમાં અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય આ
બધા અંશો એકઠા કર્યા એટલે પ્રચય થયો કહેવાય. ૨. દરેક વિકલ્પોમાં હેતુનું ઘટન આ પ્રમાણે થઈ શકે છે
આ એક જ હેતુથી ચોથા વિકલ્પમાં સન્ સન = આ પ્રમાણે અનેકબુદ્ધિત્વ છે. આ એક હેતુથી પાંચમા વિકલ્પમાં સન્ ૨ નવજીવ્યર્થ આ પ્રમાણે અનેક બુદ્ધિત્વ છે. આ એક હેતુથી છઠ્ઠા વિકલ્પમાં સન્ ૨ વચ્ચે આ પ્રમાણે અનેક બુદ્ધિત્વ છે. આ એક હેતુથી સાતમા વિકલ્પમાં સન્ ૨, માત્ર વ્યગ્ર આ પ્રમાણે અનેકબુદ્ધિત્વ છે.