________________
૪૮૮
તત્ત્વાર્થ સૂત્ર
બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે વ્યાળિ સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત એક દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યં સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત બે દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યે સત્ ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ-વિવક્ષિત ઘણાં દ્રવ્ય હોય ત્યારે દ્રવ્યાપ્તિ-સત્ પ્રકાર ૩*
એકત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ એક દ્રવ્ય સત્ છે. દ્વિત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ
બે દ્રવ્ય સત્ છે. બહુત્વરૂપ સદ્ભાવ પર્યાયથી વિવક્ષિત શુદ્ધ ઘણાં દ્રવ્ય સત્ છે.
ટીકા : સત્ત્વને દ્રવ્યાસ્તિક સંગ્રહ નય માને છે. પર્યાર્યાસ્તિકના મતમાં તો સત્ત્વનો અભાવ છે તો ભાષ્યમાં ‘પર્યાયાસ્તિ’ એવી કેવી રીતે કહ્યું ?
ઉત્તર :- ભાષ્યમાં પર્યાયાસ્તિકનું ગ્રહણ ધર્મવિષયના સ્યાદ્વાદના જ્ઞાન માટે છે. અર્થાત્ ધર્મ-પર્યાયને લઈને ‘સ્યાદ્વાદ’ છે.
શંકા :- દ્રવ્યના સત્ત્વાદિ ધર્મો પર્યાયરૂપે વિવક્ષિત છે, અને પર્યાયને ગ્રહણ કરનાર તે પર્યાયાસ્તિક નય છે. આ રીતે તો સ્યાદ્વાદ ધર્મનો જ વિષય ક૨ના૨ થશે પણ ધર્મીનો વિષય કરનાર નહીં થાય.
સમાધાન :- ના, એવું નથી. સ્યાદ્વાદ ધર્મી અને ધર્મ બંનેનો વિષય કરનાર છે. તે આ
રીતે
અરૂપીત્વ, સત્ત્વ, મૂર્તત્વાદિ રૂપ ધર્મો છે. આ ધર્મો પરિણામી ધર્મી છે તેનાથી અત્યન્ત ભિન્ન નથી. તેથી તે પ્રણાડિકા-ધર્મોના બોધ દ્વારા ધર્મી પણ વિષય છે. સ્યાદ્વાદનો વિષય ધર્મો બને તો ધર્મી અવશ્યમેવ તેનો વિષય હોવો જ જોઈએ. કેમ કે દ્રવ્ય અને પર્યાય સંસૃષ્ટસંબંધવાળા છે. એટલે કે દ્રવ્ય અને પર્યાય બંને સાથે જ રહેનારા છે.
આમ સ્યાદ્વાદ દ્રવ્ય અને પર્યાય બંનેનો વિષય કરે છે માટે દ્રવ્ય નય અને પર્યાય નય બંનેનું આલંબન લેવું યોગ્ય છે.
આથી જ અહીં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક આ બે નયના જ વિષયવાળી વસ્તુ છે તેનો આશ્રય એવો સ્યાદ્વાદ સિદ્ધ થાય છે. અર્થાત્ બંને નયના વિષયવાળી વસ્તુના આશ્રયરૂપ સ્યાદ્વાદ છે.
તાત્પર્ય એ છે કે—ભાષ્યમાં પર્યાયાસ્તિક શબ્દ, પર્યાય નય બતલાવવા માટે જ નથી પણ ધર્મ અને ધર્મીનો કથંચિત્ અભેદ છે. આ જણાવીને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી
★
એક ઘટ દ્રવ્ય પણ સત્ કહેવાય.
બે ઘટ અને પટ દ્રવ્ય પણ સત્ કહેવાય.
ઘટ, પટ અને મઠ ઘણાં દ્રવ્ય પણ સત્ કહેવાય.