________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૯૭
દ્રવ્યથી પ્રભાવિત પર્યાયવાળું ન હોય માટે દ્રવ્ય અસત્ કહેવાય છે તે પરપર્યાયની અર્પણાથી છે. અર્થાત્ ગતિ ઉપકારકરૂપ સદ્ભાવ પર્યાયથી પ્રભાવિત આત્મદ્રવ્ય નથી. અથવા આત્મદ્રવ્યરૂપ પરિણામીની પ્રભાવિતાથી પ્રભાવિત ગતિ ઉપકાર પર્યાય નથી. ગતિ ઉપકાર સ્વભાવવાળો આત્મા નથી. તે સ્વભાવ વડે આત્મા ગતિ ઉપકાર પર્યાયરૂપે થતો નથી. તેથી ગતિ ઉપકારરૂપ પર્યાયની વિવક્ષા કરીએ ત્યારે આત્મદ્રવ્ય અસત્ છે.
આ રીતે ગતિઉપકારરૂપ એક અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય અસત્ છે. એ જ પ્રમાણે ગતિ ઉપકારકત્વ અને સ્થિતિ ઉપકારકત્વ બે અસદૂભાવ પર્યાયથી વિવક્ષિત એક આત્મદ્રવ્ય અસત્ છે. ગતિ ઉપકારકત્વ, સ્થિતિ ઉપકારકત્વ, અવગાહ ઉપકારકત્વરૂપ ઘણા અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય સરખા છે.
આમ આત્મદ્રવ્ય અસત્ છે તે ધર્માદિ દ્રવ્યનો જે ગતિ ઉપકાર પર્યાય છે તે પર્યાયને લઈને અસત્ છે. અર્થાત્ ધર્માદિના ગતિ આદિ એક પણ પર્યાયને આત્મા પ્રાપ્ત થતો નથી. અથવા ગતિ આદિ એક પણ પર્યાયનું આત્મા પરિણામી કારણ નથી. માટે આત્મા અસત્ છે એમ કહેવાય છે.
મતલબ પર પર્યાયની અર્પણાથી “આત્મા નાસ્તિ' “આત્મા અસત્' છે. બાકીની વિચારણા પૂર્વ ભાષ્યસૂત્રની જેમ વિચારી લેવી'.
ભંગ-૩
स्याद् अवक्तव्य ભાષ્ય :- હવે ત્રીજા “અવક્તવ્યતા’ આ વિકલ્પની વિચારણા માટે કહે છે કે –
પ્રકાર-૧ ગતિ ઉપકારરૂપ એક અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય અસત્ છે. ગતિ ઉપકારરૂપ, સ્થિતિઉપકારરૂપ બે અસદ્ભાવ પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય અસત્ છે. ગતિ ઉપકારરૂપ, સ્થિતિઉપકારરૂપ અવગાહ ઉપકારરૂપ ઘણા પર્યાયથી વિવલિત એક આત્મદ્રવ્ય અસત્ છે. અવગાહ ઉપકારરૂપ એક અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય અસત્ છે. અવગાહ ઉપકારરૂપ, મૂર્તત્વરૂપ બે અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય અસત્ છે. અવગાહ ઉપકારરૂપ, મૂર્તત્વરૂપ, કર્તુત્વરૂપ ઘણા અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્માધર્મ બે દ્રવ્ય અસત્ છે. અનિત્યત્વરૂપ એક અસદૂભાવ પર્યાયમાં ધર્મ, અધર્મ, આકાશ ઘણા દ્રવ્ય અસતુ છે. અનિત્યસ્વરૂપ, મૂર્તત્વરૂપ, બે અસદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ ધર્મ, અધર્મ, આકાશ ઘણા દ્રવ્ય અસત્ છે. અનિત્યસ્વરૂપ, મૂર્તસ્વરૂપ, ચેતનત્વ ઘણા પર્યાયમાં આદિષ્ટ ધર્મ, અધર્મ, આકાશ ઘણા દ્રવ્ય અસતુ છે. પ્રકાર - ૨ ઘટાદિમાં રહેલ એકત્વ પર્યાયથી આદિષ્ટ એક આત્મદ્રવ્ય અસત્ છે. ઘટ અને પટમાં રહેલ દ્વિત્વ પર્યાયથી આદિષ્ટ બે આત્મદ્રવ્ય અસતુ છે. ઘટ, પટ અને દંડમાં રહેલ બહુત્વ પર્યાયથી આદિષ્ટ ઘણાં આત્મદ્રવ્ય અસત્ છે.