________________
૫૦૦
તત્વાર્થ સૂત્ર એટલે કે સતુ એ પ્રમાણે અત્ એ પ્રમાણે કહી શકાય નહીં. માટે ૩ બે પર્યાયોથી અવક્તવ્ય બને છે.
જો ક્રમથી અર્પણ કરાય તો દ્રવ્ય સત્ અથવા સત્ આમ બોલાય જ કિંતુ એક કાળમાં એક સાથે વિવક્ષા કરીએ તો ત્ શબ્દ કે સત્ શબ્દથી વાચ્ય બની શકે નહિ. કેમ કે એક કાળમાં સત, મને કહેનાર કોઈ શબ્દ નથી.
બે પર્યાય એ બે છે એક નથી તેથી ઉભય પર્યાયની વિવક્ષામાં એકવચન યુક્તિયુક્ત નથી. છતાં બેમાં એકની વિવક્ષા કરો તો એકવચન આવી શકે પણ ઉભય પર્યાયથી આદિષ્ટ હોય તો તે વક્તવ્ય જ બને. અવક્તવ્ય ન બની શકે માટે શંકા થાય છે.
શંકા :- પૂ ભાષ્યકાર મ ભાષ્યમાં ‘તમય વા' આ પ્રમાણે સપ્તમી વિભક્તિનો એકવચનમાં જે પ્રયોગ કર્યો છે તે યુક્તિયુક્ત નથી. કેમ કે ઉભય પર્યાય એટલે એક અસ્તિત્વ પર્યાય અને બીજો નાસ્તિત્વ પર્યાય. આ એક એક પર્યાયને લઈને કહીએ તો ઉભયપર્યાયથી વાચ્ય બની જાય છે. પછી ઉભય પર્યાય અવાચ્ય કેવી રીતે કહેવાય? એક પર્યાયની વિવક્ષા કરીએ એટલે અવક્તવ્ય બનતું નથી. બે પર્યાયની વિવક્ષા કરીએ ત્યારે અવાચ્ય બને છે અને તમે તો પર્યાયે એકવચન લખ્યું છે.
ભાષ્યકાર મ. ઉભયપદનું ગ્રહણ કર્યું છે તે પર્યાયનું વિશેષણ છે. એટલે બે પર્યાયનું ગ્રહણ થશે, એક પર્યાયનું નહીં અને તે બે પર્યાયની આત્માના એક પર્યાયરૂપે વિવક્ષા કરી માટે એકવચન એ અયુક્ત નથી. આવું સમાધાન કરવા કહે છે કે
સમાધાન - “તતુમય વા' આ વાક્યમાં જે ઉભય શબ્દનું ગ્રહણ છે તેનાથી સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાય ઉભયને લેવાનો છે. ઉભયની વિવક્ષામાં વસ્તુ અવાચ્ય થશે.
શંકા:- તો તો પહેલા ‘તમપ’ આ વાક્યથી “તત્યપર્યાયઃ' આ બીજા વાક્યમાં કશો જ ભેદ રહેતો નથી. ત્યાં પણ બે પર્યાય છે અને આ બીજા વાક્યમાં પણ બે પર્યાય છે.
સમાધાન - આ તારી શંકા બરાબર નથી. કેમ કે ત૮મયપર્યાયે આ પહેલા વાક્યમાં વિશેષ વિવક્ષાથી અસ્તિત્વ એક છે. કેમ કે એક જ અસ્તિત્વ સ્વપર્યાયવિષય અને પરપર્યાયવિષય આમ ઉભયપર્યાયરૂપ છે. એટલે તે અસ્તિત્વ જ્યારે સ્વપર્યાયથી વિવક્ષિત કરીએ ત્યારે સ્વપર્યાયથી વિશિષ્ટ અસ્તિત્વ આત્મામાં છે. આ પહેલો ભંગ છે, અને સ્વપર્યાયનો વિષય છે તે જ અસ્તિત્વ પરપર્યાયથી વિવક્ષિત કરાય ત્યારે આત્મામાં નથી. આ બીજો ભંગ છે. અર્થાત્ આત્મામાં નાસ્તિત્વ તરીકે ગ્રહણ કરાય છે.
૧. અભેદરૂપ સ્વવિષયક-પરવિષયક અસ્તિત્વ આ ઉભયરૂપ એક પર્યાય
ભિન્ન અસ્તિત્વ અને નાસ્તિત્વ આ ઉભયરૂપ બે પર્યાય (૧) અભેદરૂપ સ્વવિષયક-પરવિષયક અસ્તિત્વ અને ઉભય પ્રધાનરૂપ (૨) અસ્તિત્વ અને (૩) નાસ્તિત્વ આ ઉભયરૂપ ઘણા પર્યાય