________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
વિચારણા કરવાની છે.
જો આ પ્રમાણે ન મનાય મતલબ કેવલ ધર્મવિષયક સ્યાદ્વાદ માનવામાં આવે તો પર્યાયનયના આશ્રયવાળો જ સ્યાદ્વાદ સાત વિકલ્પથી સકલવસ્તુવ્યાપી થવો જોઈએ !
હવે ભાષ્યમાં ‘સદ્ભાવ પર્યાય' કહ્યો છે તો તે સદ્ભાવ પર્યાય એટલે શું ? આત્માદિ દ્રવ્યોમાં સદ્ભાવ-પર્યાય કયા અને અસદ્ભાવ પર્યાય કયા ? આ જિજ્ઞાસાનો ઉત્તર આપતા પહેલા સદ્ભાવ પર્યાયનું સ્વરૂપ બતાવે છે.
सद्भावः सतो
સનું ભવનું ભાવ:
સત્ત્નું થવું (સત્ત્નું થવું, હોવું) તે સદ્ભાવ કહેવાય.
પર્યાય = પરિણામ.
=
=
=
૪૮૯
થવું.
સદ્ભાવ પર્યાય
સદ્ભાવરૂપ પરિણામ.
અર્થાત્ સત્(દ્રવ્ય)નો થતો, (રહેતો) પરિણામ તે સદ્ભાવ પર્યાય કહેવાય છે.
આ સદ્ભાવરૂપ પરિણામ છે અને તે સદ્ભાવ પરિણામ ક્રમભાવી અને યુગપદ્ભાવી હોવાથી અનેકરૂપ છે. કેમ કે પર્યાયના ક્રમભાવી અને યુગપદ્ભાવી આમ બે ભેદ છે.
૧.
જેમ કે—આત્માના દેવત્વ, મનુષ્યત્વ આદિ ક્રમભાવી પર્યાય (પરિણામ) છે અને જ્ઞાન, દર્શન આદિ સહભાવી પર્યાય છે. આ બંને સદ્ભાવ પર્યાય છે, અને આના સિવાયના જે ધર્માદિ દ્રવ્યોમાં રહેલા છે ગતિ ઉપકારાદિ પર્યાયો તે આત્માના અસદ્ભાવ પર્યાયો છે.
બીજી રીતે પણ સદ્ભાવ પર્યાય અને અસદ્ભાવ પર્યાય છે. તે આ પ્રમાણે
વર્તમાનકાળની મર્યાદાવાળા જે પર્યાયો છે તે સદ્ભાવ લક્ષણ છે, અને આ વર્તમાન કાળથી અન્ય-જુદા ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ વિશિષ્ટ જે પર્યાયો છે તે અસદ્ભાવ પર્યાયો છે.
આ બધા પર્યાયોનો સમુદાય એ જ આત્માદિ પદાર્થો છે. એટલે કે આ બે પ્રકારના જે પર્યાયો બતાવ્યા તેની સાથે વ્યાપ્ત આત્માદિ પદાર્થો તત્ત્વ છે, નહીં તો અતત્ત્વ બની જાય. યાદ્ અસ્તિ આ પ્રથમ ભંગમાં
સ્વપર્યાય અને પરપર્યાયથી અનંતસ્વભાવવાળું એક દ્રવ્ય સત્ રૂપે વિવક્ષિત છે.
આ સત્તા (સત્) ચેતન, અચેતન આવી સંજ્ઞા પામે છે. એટલે કે સત્તારૂપે વિવક્ષિત ચેતન પણ દ્રવ્ય છે, અને અચેતન પણ દ્રવ્ય છે.
આ સત્તાને મહાસામાન્ય અને ઉત્સર્ગ પણ કહેવાય છે.
પહેલા ત્રણ ભાંગા દ્રવ્યાસ્તિક નયથી અને બાકીના ચાર ભાંગા પર્યાયાસ્તિક નયથી છે પણ સાતે ભાંગા પર્યાયાસ્તિક નયથી માનવાની આપત્તિ આવે.