________________
૪૯૨
તત્ત્વાર્થ સૂત્ર ધર્મીના અભેદથી જ વ્યવહાર થાય છે. અર્થાતુ દ્રવ્યાસ્તિક નય ધર્મ-ધર્મીનો અભેદ માનતો હોવાથી યોગ્ય આવો જે અભેદ વ્યવહાર થાય છે તેમાં પ્રત્યભિજ્ઞાનું પ્રધાનપણું કારણ છે.
પર્યાયાર્થિક નયની અર્પણ કરાય ત્યારે ધર્મ અને ધર્મેના ભેદનું ગ્રહણ થાય છે. “આ આનું છે' આમ ભેદને ભજનાર છે. અર્થાત્ પર્યાયાર્થિક નયની અર્પણાથી ધર્મ અને ધર્મી ભેદથી કહેવાય છે.
આ પ્રમાણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બે નયના જ આશ્રયવાળો સ્યાદ્વાદ છે. આ નિરૂપણ પૂર્ણ કર્યા બાદ હવે પૂ ભાષ્યકાર મ. “સદ્ભાવપર્યાયે વા' ઇત્યાદિમાં જે એકવચન આદિ મૂક્યા છે તેનો વિચાર કરાય છે.
ભાષ્યમાં એકવચન, દ્વિવચન, અને બહુવચનનો પ્રયોગ કર્યો છે તે એક જ સર્વ કે અસત્ત્વનું ભજનાથી પ્રભાવિત અનેકપણું છે તે પ્રતિપાદન કરવા માટે કર્યો છે. અર્થાત્ એક જ સત્ત્વ કે અસત્ત્વ એ વિવલાથી એક છે, બે છે અને અનેક છે. આ રીતે વિવક્ષાથી તેનું અનેકપણું છે.
હવે “સદ્ધાવા નષ્ટિ દ્રવ્યું હતું આ ભાષ્યનો અભિપ્રાય નીચે પ્રમાણે છે તે બતાવીએ છીએ.
સદ્ભાવ પર્યાયના નિમિત્ત-આદેશથી (કારણરૂપે) અર્પિત-વિવક્ષિત આત્મારૂપ દ્રવ્ય જ સત છે. કેમ કે દ્રવ્યત્વ એ જ સદ્ભાવ પર્યાય છે. પ્રશ્ન :- સદ્ભાવ પર્યાયના કારણરૂપે દ્રવ્ય છે તે કેવી રીતે સમજવું?
! સમજ
- ઉત્તર :- દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ બે પ્રકારે થાય છે. (૧) પર્યાયોને જે પ્રાપ્ત કરે તે દ્રવ્ય છે. (૨) પર્યાયો વડે જે પ્રાપ્ત કરાય તે દ્રવ્ય છે
દા. ત. આત્મા મનુષ્ય-દેવાદિ પર્યાયોને અથવા દ્રવ્યત્યાદિ ધર્મરૂપ પર્યાયોને પ્રાપ્ત થાય છે.
અથવા મનુષ્ય-દેવાદિ પર્યાયો વડે અથવા દ્રવ્યતાદિ પર્યાયો વડે આત્મા પ્રાપ્ત કરાય છે.
આ આકાર-પર્યાયથી અર્પિત-વિવક્ષિત હોય ત્યારે આત્મદ્રવ્ય “સાત્ મતિ' આ પ્રમાણે કહેવાય છે. કારણ કે તે દ્રવ્યત્યાદિ પર્યાયોનું અર્થાત આત્મદ્રવ્યમાં રહેલ દ્રવ્યત્યાદિ પર્યાયનું આત્મારૂપ પરિણામી કારણથી થવાપણું છે. અર્થાત્ તે દ્રવ્યત્યાદિ પર્યાયનું આત્મા પરિણામી કારણ છે. પર્યાય દ્રવ્યરૂપ જ હોવાથી અર્થાત્ દ્રવ્યત્વ પર્યાય આત્મદ્રવ્યથી અભિન્ન હોવાથી આત્મદ્રવ્યરૂપ દ્રવ્યત્વાદિ પર્યાયનો આદેશ છે.
આ પ્રમાણે વિવલિત હોય ત્યારે “દવ્ય સત્' કહેવાય અને તેનાથી દ્રવ્યત્વાદિ પર્યાયો થાય છે એટલે દ્રવ્યત્યાદિ પર્યાયનું આત્મા કારણ છે. કેમ કે સત આદિ પર્યાયોને આત્માદિ દ્રવ્ય