________________
૪૯૪
તત્ત્વાર્થ સૂત્ર તે જ રીતે બે સદૂભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય સત્ કહેવાય છે, અને ઘણા સદ્ભાવ પર્યાયમાં વિવલિત એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય સત્ કહેવાય છે.
અથવા અવિશિષ્ટ દ્રવ્ય એટલે શુદ્ધ દ્રવ્ય. આ દ્રવ્યમાં એકવચનથી એકત્વ, દ્વિવચનથી દ્વિત્વ બહુવચનથી બહુત્વનું વિધાન થાય ત્યારે દ્રવ્ય પદાર્થના એકત્વ, દ્વિત્વ અને બહુત્વ પર્યાયો છે.
“તથા ચ' એટલે એકત્વાદિ પર્યાયો છે તો તે એકત્વાદિથી દ્રવ્ય અર્થમાણ-વિવલિત થાય ત્યારે “યાદ્ ગતિ દ્રવ્ય' આમ એકત્વથી અર્પિત થાય છે. મતલબ કે એક સંખ્યા વિશેષરૂપપણે અર્થાત્ એકત્વ સંખ્યા વિશેષરૂપે જ દ્રવ્ય જ છે પણ દ્ધિત્વ, બહુત આકારે દ્રવ્ય નથી. - જ્યારે એકત્વરૂપ પર્યાયથી શુદ્ધ દ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે એક દ્રવ્ય સત છે ત્યારે તે દ્વિત્વ કે બહત્વરૂપે નથી.
એક વસ્તુમાં કોઈ રૂપે એકત્વ છે તેમ દ્વિત્વ અને બહુત્વ પણ છે છતાં એકતાદિરૂપે જે અર્પણ છે તે વસ્તુનો બોધ કરાવવા માટે છે અને આમ જ ભંગની પ્રવૃત્તિનો સંભવ છે. આ જણાવવા માટે કહી રહ્યા છે કે –
અનેક ધર્મવાળી વસ્તુના કોઈ વખત કોઈ પર્યાયની વિવક્ષા કરાય છે. અર્થાત્ એક કાળમાં એક પર્યાયની વિવક્ષા થાય છે.
કોઈ વખત એક કાળે, એક સાથે અનેક વક્તાઓની વિવક્ષાના ભેદથી એક જ વસ્તુના એકત્વ, દ્વિત્વ અને બહત્વનો પણ સંભવ હોઈ શકે છે. અર્થાત્ અનેક વક્તાઓની વિવક્ષા એકીસાથે અર્પણ થવાથી એકતાદિ પ્રાપ્ત થઈ શકે છે.
મતલબ એ સમજાય છે કે એક વક્તાની અપેક્ષાએ એક કાળમાં એક પર્યાય કહેવાય અને અનેક વક્તાની અપેક્ષાએ એક કાળમાં ઘણા પર્યાયો કહેવાય. કોઈ એકવચન બોલે, કોઈ દ્વિવચન બોલે અને કોઈ બહુવચન બોલે એટલે ઘણા પર્યાયો પ્રાપ્ત થઈ શકે છે. કેમ કે પરિણામી કારણ સકળ પર્યાયની શક્તિથી સદા યુક્ત હોય છે. એટલે જે વખતે જે પર્યાયની વિવક્ષા કરીએ તે વખતે તે પર્યાયનો બોધ થાય છે.
દા. ત. જેમ એક જ પુરુષરૂપ આધાર મામા, ભાઈ, ભાણેજ આદિ શક્તિવાળો હોય છે પણ જ્યારે જેની વિવફા કરીએ ત્યારે તેની પ્રાપ્તિ થાય છે.
એક જ વસ્તુમાં એકત્વ, તિત્વ અને બહુત્વની વિવક્ષા એકસાથે પણ ઘણા વક્તાઓ કરી શકે છે. કેમ કે જુદા જુદા ઘણા વક્તાઓ હોય ત્યારે દરેકની વિવક્ષા જુદી જુદી હોય તો કોઈની એકત્વની, કોઈની દ્વિતની, કોઈની બહત્વની હોય એટલે અનેક વક્તાને આશ્રયીને એકસાથે બધા પર્યાયોની વિવક્ષા કરાય છે, પરંતુ એક કાળમાં એક વક્તા એકતાદિ એકની જ વિવક્ષા કરે છે. બીજા દ્વિવાદિનો સંભવ હોવા છતાં પણ પ્રયોજન નહીં હોવાથી દ્વિવાદિની વિવેક્ષા કરતા નથી. જેનું પ્રયોજન હોય તેની વિવક્ષા કરે છે. તેથી એકત્વની વિવક્ષા કરાય તો એકત્વની વિવક્ષા હોવાથી એકત્વરૂપથી અસ્તિત્વ પહેલા ભંગનો વિષય બને છે. માટે જ કહે