________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
૪૯૩.
પ્રાપ્ત કરે છે. અથવા સત્ત્વાદિ પર્યાયોથી આત્માદિ દ્રવ્ય યુક્ત બને છે માટે પરિણામી એ જ પર્યાયનું કારણ બને છે અથવા તદ્ન રૂપ હોવાથી એટલે પર્યાય પરિણામી જુદો નથી. જેમ માટી એ ઘટ પર્યાયનું પરિણામી કારણ છે. આ માટીથી ઘટ જુદો નથી, માટીરૂપ જ ઘટ છે.
આ રીતે દ્રવ્યત્વાદિ પર્યાયોનું પરિણામી કારણ દ્રવ્ય છે અને પર્યાયો ત ્ (દ્રવ્ય) રૂપ છે માટે દ્રવ્યત્વાદિ સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત દ્રવ્ય સત્ કહેવાય છે.
અહીં ‘અસ્તિત્વ’ રૂપ સદ્ભાવ પર્યાયના કારણરૂપ વિવક્ષિત એક આત્મ દ્રવ્ય કહીએ એટલે ‘સ્યાદ્ અસ્તિ આત્મા આ પ્રથમ ભંગ બને. અને તે અસ્તિત્વ-સત્ત્વ બાકીના જે છ વિકલ્પો છે. તેની અપેક્ષાએ જ સંગત-યુક્તિયુક્ત બને. જેમ અસ્તિત્વ નાસ્તિત્વ નિરપેક્ષ નથી તેમ અવક્તવ્યાદિ નિરપેક્ષ પણ નથી. અર્થાત્ સાતે ભંગ પરસ્પર સાપેક્ષ છે અને પરસ્પર સાપેક્ષ હોય તો જ સ્યાદ્વાદની સપ્તભંગી કહેવાય છે.
આ વિવેચનથી ‘સદાવપર્યાયે વા આėિ દ્રવ્ય વા સત્' આ અંશની વ્યાખ્યા પૂર્ણ થાય છે. હવે સદ્ધાવપર્યાયયો: વા આėિ દ્રવ્ય વા સત્ આ અંશની વ્યાખ્યા કરીએ છીએ.
સદ્ભાવપર્યાય બેના નિમિત્તથી જ એટલે કે જ્ઞાનઉપયોગ અને દર્શનઉપયોગના કારણવાળો જે આદેશ તે દ્રવ્ય છે. અર્થાત્ આ બે પર્યાયનું કારણ જે દ્રવ્ય છે. આગળ દ્રવ્ય ગુણનું કારણ છે એમ ‘દ્રવ્યાશ્રયા નિર્મુના મુળા:' (૬૦ 、 / સૂ॰ ૮૦/) સૂત્રમાં કહેવાશે.
એટલે જ્ઞાન, દર્શન આ બે પર્યાયના કારણરૂપે આત્મદ્રવ્યની વિવક્ષા કરીએ ત્યારે આત્મા સત્ છે આમ એકવચનથી દ્રવ્ય કહેવાય.
બે સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત એક દ્રવ્ય સત્ છે. આ અંશનું વિવરણ પૂર્ણ
હવે ‘સદ્ધાવપર્યાયેષુ વા આવિષ્ટ દ્રવ્ય વા સત્' આ અંશની વ્યાખ્યા કરીએ છીએ.
તથા ગતિથ-બહુવિધ (ઘણા) સદ્ભાવ પર્યાયના કારણરૂપે વિવક્ષિત એક દ્રવ્ય સત્ છે. તે આ પ્રમાણે—ચૈતન્ય, જ્ઞાનઉપયોગ અને દર્શનઉપયોગ આ સદ્ભાવ ઘણા પર્યાયોના આશ્રયરૂપ (કારણરૂપે) વિવક્ષિત એક આત્મદ્રવ્ય સત્ છે.
આ પ્રમાણે એક સદ્ભાવ પર્યાયના કારણની, બે સદ્ભાવ પર્યાયના કારણની અને અનેક સદ્ભાવ પર્યાયના કારણની વિવક્ષામાં એક દ્રવ્ય ‘દ્રવ્ય સત્' કહેવાય. બે દ્રવ્ય ‘દ્રવ્ય સત્' કહેવાય અને ઘણાં દ્રવ્યો ‘વ્યાપિ સત્' કહેવાય. આ પ્રમાણે વ્યપદેશને ભજનારાં દ્રવ્યો બને છે.
હવે બીજી રીતે વિષયે સપ્તમી લઈને એક સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક દ્રવ્ય, બે દ્રવ્ય અને ઘણાં દ્રવ્ય સત્ છે. આ રીતે ભાષ્યની યોજના કરીને અર્થ કરીએ છીએ. તે આ રીતે—
અથવા
એક સદ્ભાવ પર્યાયના વિષયમાં આદિષ્ટ કરાયેલું એક દ્રવ્ય પણ સત્ કહેવાય. બે દ્રવ્ય પણ સત્ કહેવાય અને ઘણાં દ્રવ્ય પણ સત્ કહેવાય.