________________
૪૮૬
તત્ત્વાર્થ સૂત્ર આમ સ્યાદ્વાદ એ અનંતધર્મોનો આશ્રય છે. એટલે ધર્મ માટે જ વિચાર કરવાનો છે, ધર્મી માટે નહીં કેમ કે ધર્મી તો સ્વસત્તાથી જ સિદ્ધ છે.
એટલે “સ્વસત્તાથી સિદ્ધ એવો જે ધર્મી... ધર્મીના આ વિશેષણનો એવો અભિપ્રાય છે કે ધર્મી તો સિદ્ધ-પ્રસિદ્ધ જ હોય એને ઉદ્દેશીને જ કહેવાય છે. માટે સર્વવાદીઓએ પોતપોતાના મતના અનુસાર ધર્મીની સત્તા સ્વીકારની જ જોઈએ. એમાં બીજા કોઈ પ્રમાણની શોધ કરવાનો પ્રયત્ન જરૂરી નથી.
સ્વસિદ્ધસત્તાવાળો ધર્મી સત્તાસત્ત્વ નિત્યાનિત્યવાદિ અનેક વિરુદ્ધ અને અવિરુદ્ધ ધર્મના સમુદાયવાળો છે. આવો સ્વીકાર થાય તો સપ્તભંગીની પ્રવૃત્તિ થાય છે.
તેમાં ત્રણ વિકલ્પો સંગ્રહ અને વ્યવહાર નયના અભિપ્રાયથી સકલાદેશ છે અને ચાર તો જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયના અભિપ્રાયથી વિકલાદેશ છે.
તેમાં અતીત (૧) અલ્ અપ્તિ, (૨) તિ, નાતિ, (૩) ચિત્ કવચ આ ત્રણ વિકલ્પના સ્વરૂપની ભાવના માટે આ ભાષ્ય કહેવાય છે.
ભંગ - ૧ થાત્ તિ ભાષ્યઃ- પર્યાયાસ્તિકના મતે એક સદ્ભાવપર્યાયમાં આદિષ્ટ એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો સત્ છે. બે સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો સત્ છે, અને ઘણા સદ્ભાવ પર્યાયમાં આદિષ્ટ એક, બે, કે ઘણાં દ્રવ્યો સત્ છે.
અથવા એક, બે કે ઘણા સદ્ભાવ પર્યાયમાં કારણરૂપ એક દ્રવ્ય, એક-બે કે ઘણા સદ્ભાવ પર્યાયમાં કારણરૂપ બે દ્રવ્ય, એક-બે કે ઘણા સદ્ભાવ પર્યાયમાં કારણરૂપ ઘણાં દ્રવ્ય સત્ છે.
અથવા એક સદ્ભાવ પર્યાયથી વિવલિત એક દ્રવ્ય, બેથી વિવક્ષિત બે દ્રવ્ય અને ઘણા સભાવ પર્યાયથી વિવક્ષિત ઘણાં દ્રવ્ય સત્ છે
આ ભાષ્યના ત્રણ પ્રકારે અર્થ થાય છે. તે અર્થોની સમજ સ્પષ્ટ રીતે થાય તે બતાવીએ છીએ. પચાસ્તિવ' આ પદ ધર્મવિષયક સ્યાદ્વાદના જ્ઞાન માટે છે.
પ્રકાર-૧* એક સભાવ પર્યાયના કારણરૂપે વિવલિત એક દ્રવ્ય સતુ,
એક નીલાદિરૂપ સદ્ભાવ પર્યાયનું કારણ એક ઘટ દ્રવ્ય સત્ છે, નીલાદિરૂપ અને મધુર રસ આદિ રસ આ બે સદ્ભાવ પર્યાયનું કારણ ઘટ દ્રવ્ય સત્ છે, નીલાદિરૂપ અને મધુર રસ આદિ રસ અને સુરભિ ગંધાદિ ઘણા સદ્ભાવ પર્યાયનું કારણ ઘટ દ્રવ્ય સત છે.