________________
४८४
તત્ત્વાર્થ સૂત્ર થાય છે. કેમ કે વિશેષની અભિલાષા જ થતી નથી. એટલે વિશેષનો બોધ નહીં થાય. એવો કોઈ નિયમ નથી કે જે શબ્દના જેટલા અર્થો થતા હોય તે બધા જ કહેવા જોઈએ. જેમ “સેંધવ' શબ્દના અનેક અર્થો હોવા છતાં પણ ભોજનના પ્રકરણમાં “સૈધવ' લાવવાનું કહે તો મીઠું' લાવવાનું કહે છે આવો અર્થ સમજાય પણ “ઘોડો' આ અર્થ ન થાય. અશ્વ એ અનાકાંક્ષિત છે. જેની આકાંક્ષા હોય તેનો જ બોધ થાય. અહીં આકાંક્ષા લવણની છે માટે તેનો જ બોધ થાય. તેવી રીતે અહીં સામાન્યની આકાંક્ષા છે એટલે સામાન્યનો જ બોધ થાય.
વળી વિશેષ એ સામાન્યરૂપ નથી જેથી સામાન્ય શબ્દનો પ્રયોગ કરીએ એટલે વિશેષનો બોધ થાય ! અર્થાતુ ન થાય. કેમ કે સામાન્ય અને વિશેષ પરસ્પર ભિન્ન છે. માટે જ કહ્યું કે “બેઃ સ્વસામાન્યન બ્રુિતઃ' આ ન્યાયમાં રહેલા વનો અર્થ દ છે જેથી વિશેષ સામાન્યથી રહિત છે આવો અર્થ થાય છે.
આ રીતે એકાંતનયના અભિપ્રાયથી વાત કરી કે સામાન્ય શબ્દ કોઈ એક નયના અભિપ્રાયથી અનેક અર્થને કહે છે અને કોઈ એક નયના અભિપ્રાયથી અનેક અર્થને નથી કહેતો. એટલે કોઈ એક નયથી સામાન્ય શબ્દ યુગપદ્ અનેક અર્થનો પ્રતિપાદક હોઈ શકે છે પણ અહીં ચાલુ પ્રકરણમાં એ પ્રમાણે નથી.
એટલે કે અનેક અર્થોને કહેવું એ સામાન્ય શબ્દોમાં બને પણ ધવ, ખદિર આદિ જે વિશેષ શબ્દો છે તેમાં બની શકે નહીં. કેમ કે વિશેષ વાક્યમાં પ્રયોગ કરાતા વિશેષ શબ્દો તો કેવલ પોતાના અર્થને (વિશેષને) જ કહે છે. જેમ સત શબ્દ એ વિશેષ શબ્દ છે તો સને જ કહે છે, અસત્ શબ્દ એ પણ વિશેષ શબ્દ છે તો અસતને જ કહે છે.
આમ પોતાના અર્થમાત્રનું કથન કરતા હોવાથી વિશેષ શબ્દો અનેક અર્થને કહી શકતા જ નથી.
આ સત્ અને અસત્ સ્વાર્થમાત્રનું અભિધાન કરતા હોવાથી અનેક અર્થને કહી શકે નહીં. અર્થાત્ સત્ એ વિશેષ શબ્દ છે. સત્ અને અસત્ બે વિરોધી ગુણને સાથે કહેનાર નથી, અને અસત્ વિશેષ શબ્દ એ સત્ અને અસત્ બે વિરોધી ગુણને સાથે કહેનાર નથી. સત, સત્ અર્થને કહેનાર છે, અસત, અસત્ અર્થને કહેનાર છે એટલે વિરોધી બે ગુણ સત્ત્વ અને અસત્ત્વને કહેનાર નથી. અર્થાત્ વિશેષ શબ્દોમાં વિરોધી બે ગુણની અભિધાયિતા નથી.
શંકા - વાક્યરૂપે સતુ અને અસતુ શબ્દો એક કહેવાય. એ બે શબ્દો ભલે જુદા જુદા હોય પણ એ બે શબ્દોથી બનેલું વાક્ય તો એક જ છે. આ બે શબ્દવાળું એક વાક્ય છે તેમાં એ બે શબ્દો એક સાથે રહેલા છે. તેથી સત્ત્વ અને અસત્ત્વનો યુગપદ્ભાવ છે એટલે કે વાક્યમાં બંને શબ્દો એકરૂપે છે તો સત્ત્વ અને અસત્ત્વનો યુગપભાવ છે તો યુગપગુણની અભિધાયિતા થઈ શકશે ને ?
સમાધાન :- ના, આ શંકા બરાબર નથી. કેમ કે પદોથી વાક્યશબ્દ શબ્દાન્તર છે. કેમ
૧.
સત્ વિશે. ૦ ૪૨૨, પં૧, તેવા વૃ૦