________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
૪૮૫ કે વાક્ય એ એક શબ્દ છે એવુ ઇષ્ટ છે. સત, અસતુ એ શબ્દો જ્યારે વાક્યરૂપે હોય છે ત્યારે તે સદ્ અસદ્ શબ્દ કહેવાય નહિ. વાક્યરૂપે રહેલા સતુ, અસત્ જુદા જ છે. અને એનો અર્થ પણ પ્રતિભારૂપ જુદો જ છે પણ સત્ત્વાસત્ત્વ નથી. અર્થાત્ જે બે શબ્દોથી વાક્ય બને છે તે બે પદો અને વાક્ય ભિન્ન છે. કારણ કે બે પદોથી જે બોધ થાય છે તેનાથી વાક્યાત્મક પદથી બોધ જુદો થાય છે, અને તે બોધ એક વાક્યરૂપ શબ્દથી થાય છે એમ ઈષ્ટ છે. આ વાક્યથી જે બોધ કરાય છે તે પ્રતિભાથી થાય છે.
માટે સત્ત્વ અને અસત્ત્વ આ બે પદને વાક્યની વિવક્ષાથી એક માને તો પણ બે શબ્દ યુગપદ્ બે ગુણના વાચક બને તે સંભવિત નથી.
આ રીતે કહેલા કાલાદિ દ્વારોથી યુગપતભાવનો અસંભવ હોવાથી સમાસ વાકયમાં અને લૌકિક વાક્યમાં બે સબ્દો (પદો) અને બે અર્થોની યુગપત્ વૃત્તિનો અસંભવ હોવાથી યુગપદ્ વિવક્ષામાં પદાર્થ અવાચ્ય છે. અર્થાત્ એક કાળમાં બે અર્થને કહેનાર બે શબ્દોનો અસંભવ છે તેથી એક કાળમાં બે અર્થની વિવક્ષા કરાય ત્યારે અવક્તવ્ય છે.
આમ શબ્દરૂપ દ્વારથી અભેદ વડે આત્મામાં સત્ત્વ, અસત્ત્વાદિ વિરુદ્ધ ગુણો એકાંતવાદીના મતે સંભવી શકે નહિ. માટે એકાંતવાદમાં શબ્દરૂપ દ્વારથી પણ અભેદ વડે વિસ્તુમાં ગુણો સંભવતા નથી.
આ રીતે એકાંતવાદમાં ગુણોનું યૌગપદ્ય બની શકતું નથી. કાલાદિના અભેદ દ્વારા વિસ્તારથી વિચાર્યું કે એક વસ્તુમાં વિરોધી ગુણો એકસાથે રહેતા જ નથી. તેવા પ્રકારના પદાર્થનો અભાવ છે માટે તેનો વાચક શબ્દ પણ નથી જ. આમ એકાંતવાદમાં સર્વથા અવક્તવ્ય છે.
ત્યારે વિચારણાપૂર્વક કાર્ય કરનાર એવા ભાષ્યકાર મ. આ પ્રમાણે બધા અવક્તવ્યના નિષેધ દ્વારા આ ત્રીજા વિકલ્પની રચના કરી છે.
કથંચિત અવક્તવ્ય' એટલે કે આત્મા કથંચિત્ અવક્તવ્યાદિ શબ્દો વડે વક્તવ્ય છે એમ નિરૂપણ કર્યું. એટલે આત્મા વક્તવ્ય પણ છે અને અવક્તવ્ય પણ છે.
હવે આ જ ત્રણ વિકલ્પોને પૂ. ભાષ્યકાર મ. સ્પષ્ટ રીતે ભાષ્યથી બતાવે છે.
કારણ કે સ્યાદ્વાદ એ ધર્મના આશ્રયથી છે. અનંતધર્માત્મક એક વસ્તુનો સ્વીકાર તે જ યાદાદ છે. નયભેદથી એક વસ્તુમાં નિત્યાનિત્યાદિ ધર્મના અભ્યપગમથી સ્યાદ્વાદથી સિદ્ધિ થાય છે.
આમ સ્યાદ્વાદ એ અનંતધર્મોનો આશ્રય છે. એટલે ધર્મ માટે જ વિચાર કરવાનો છે, ધર્મી માટે નહીં, કેમ કે ધર્મી તો સ્વસત્તાથી જ સિદ્ધ થાય છે.
૧. બે શબ્દોનો અને બે અર્થની વૃત્તિનો અસંભવ છે મતલબ સત્ અને અસત્ બે શબ્દોનું સમાસવાક્ય
બનાવો કે લૌકિક વાક્ય બનાવો પણ બે અર્થ–સત્ત્વ અને અસત્ત્વ અર્થની સાથે વૃત્તિ સંભવતી નથી.