________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૪૮૩
આકાંક્ષા જ થઈ શકતી નથી.
માટે જ અહીં ભવતિ આદિ ક્રિયાનો સંબંધ નથી. આથી “સન = સન્ ૨ માત્માં' આ વાક્ય જ બની શક્યું નથી તો યુગપતુ બે ગુણનું અભિધાયક તો કેવી રીતે બને?
વળી પણ જો તમે જેમ ઘટ, પટાદિ સર્વ પદાર્થમાં રહેલ સમાન ધર્મ જે દ્રવ્યત્વ છે તે દ્રવ્યત્વને કહેનાર જે શબ્દ છે તે સામાન્ય શબ્દ કહેવાય છે તે સામાન્ય શબ્દ એક કાળમાં અનેક અર્થને કહે છે તેવી રીતે જો અહીં આ વાક્યમાં પણ સત્ એ સામાન્ય શબ્દ છે માટે એક સાથે અનેક અર્થને કહેશે એમ કહો તો તે પણ બનશે નહિ કેમ કે તેમાં પણ બે વિકલ્પ થશે.
(૧) સામાન્ય શબ્દ એક સાથે અનેક અર્થને કહી શકે, (૨) સામાન્ય શબ્દ એક સાથે અનેક અર્થને ન કહી શકે.
અનેકાંતવાદી - જો સામાન્ય શબ્દ એક સાથે અનેક અર્થોને કહી શકે છે. આ પહેલો પક્ષ સ્વીકારાય તો તો સામાન્ય શબ્દથી જ વિશેષ અર્થનું અભિધાન થઈ જાય છે. તો વિશેષના અભિધાન માટે ફરી વિશેષ શબ્દ શા માટે બોલો છો ? આથી તો પુનરુક્તતા દોષ આવે કેમ કે સામાન્ય શબ્દથી વિશેષનું અભિધાન થઈ ગયું છે.
એકાંતવાદી - એવું નથી. કેમ કે સામાન્યથી બધા જ વિશેષો આવી જાય છે માટે જેની આકાંક્ષા હોય તે જ વિશેષ આવે માટે વિશેષ શબ્દનો પ્રયોગ છે તે બરાબર છે. તેમાં પ્રમાણ
“સામાન્ય શબ્દથી કહેલા વિશેષોના નિયમ માટે ફરી શ્રુતિ છે.” આ ન્યાય છે. માટે આ ન્યાયથી વિશેષનો બોધ કરાવનાર વિશેષ શબ્દની શ્રુતિ-ઉચ્ચારણ છે. આથી પુનરુક્તતા દોષ આવશે નહિ.
હવે સામાન્ય શબ્દ એકસાથે અનેક અર્થોને ન કહી શકે. આ પક્ષની વિચારણા કરીએ છીએ.
અનેક અર્થોનો કહેનાર શબ્દના ઉપાયનો સંભવ નહિ હોવાથી સામાન્ય શબ્દ અનેક અર્થોને કહી શકે નહિ.
અભિધાનના ઉપાયનો અસંભવ શાથી?
સામાન્ય માત્રની આકાંક્ષા થતી હોવાથી કેમ કે ભેદ-વિશેષ સામાન્યથી રહિત છે.” આ ન્યાય છે.
આ ન્યાયથી માત્ર સામાન્ય શબ્દ જ કહો તો તેનાથી સામાન્યની જ આકાંક્ષા થાય છે. જયારે વિશેષ તો સામાન્યથી રહિત છે એટલે વિશેષની આકાંક્ષા જ નથી તો અનેક અર્થોના અભિધાનનો ઉપાય સંભવે ક્યાંથી ?
આ ન્યાયનો સ્પષ્ટાર્થ આ પ્રમાણે છે – સામાન્ય માત્રની જ આકાંક્ષા થતી હોવાથી અર્થાતુ સામાન્ય શબ્દથી સામાન્યનો બોધ