________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૮૧
સમાધાન :- તમે આ દ્રવ્યમાં જે સ્યાદ્વાદ બતાવ્યો તેમાં પણ ગુણરૂપપણાને પ્રાપ્ત થયેલું જ દ્રવ્ય કહેવાય છે.
મતલબ એક વસ્તુ કોઈ પણ દ્રવ્યરૂપે વિધાન કરાય ત્યાં વિધાન કરાતું દ્રવ્ય પણ ગુણરૂપે આશ્રિત છે. એટલે તમે જે સત અને અસત્ દ્રવ્ય કહો છો તે દ્રવ્ય ગુણરૂપે જ છે. સતુ-અસત્ ગુણરૂપે દ્રવ્ય છે પણ ગુણથી દ્રવ્યનો જુદો પ્રયોગ નથી.
શંકા :- તો દ્રવ્ય વિશેષ્ય કેવી રીતે બનશે ?
સમાધાન - વિશેષણ બોલાય તો વિશેષ્ય આવે જ. કેમ કે શબ્દશક્તિનો એ સ્વભાવ છે એટલે વિશેષણ કહેવાથી વિશેષ્ય આવે જ. આ રીતે વિશેષણ અને વિશેષ્યની પ્રાપ્તિ થાય છે. માટે દ્રવ્ય (આત્મા) વિશેષ્ય બનશે જ. તેથી સત્ અને અસત્ આ બે પદ ગુણવાચી જ છે. અને ગુણવાચી હોવાથી એ બે પદનો દ્વન્દ સમાસ થશે નહિ. આથી સમાસથી પણ યુગપદ્ અભિધાન બની શકશે નહિ.
હવે વાક્યરૂપ શબ્દ પણ સમાસ જેવો હોવાથી યુગપદ્ બે ગુણનો વાચક બની શકતો નથી તે બતાવે છે.
એન્િટ...ä વસ્તુ' આ વાક્ય વૃત્તિ-સમાસાર્થથી અભિન્નાર્થ છે. એટલે કે આ વાક્યનો જે અર્થ છે તે જ સમાસવાક્યનો પણ અર્થ છે.
પ્રશ્ન :- તો સમાસ અને વાક્યમાં શો ભેદ છે? વાક્ય અને સમાસ બંનેને એક કહોને.
ઉત્તર :- સમાસ અને વાક્યમાં ફક્ત વિભક્તિના શ્રવણથી રૂપ વડે ભેદ પડે છે. વાક્યમાં વિભક્તિ જુદી દેખાય છે અને સમાસમાં વિભક્તિ જુદી દેખાતી નથી.
આ રીતે ફક્ત વિભક્તિના શ્રવણથી જ સમાસ અને વાક્યમાં ફેર છે બાકી બંનેનો અર્થ એક છે. એટલે વાક્યથી પણ યુગપત્ પ્રયોગનો અસંભવ છે.
હવે માની લો કે દ્વન્દ સમાસ નથી સંભવતો તો કર્મધારય સમાસ તો થાય ને? પરંતુ તે પણ ન સંભવે. કર્મધારય સમાસ પણ પ્રધાનપણે બે ગુણનો વાચક બની શકતો નથી પરંતુ ગુણના આધાર દ્રવ્યને કહે છે માટે કેમ કે સમાનાધિકરણ સમાસ વાક્ય પણ સંભવતું નથી. કારણ કે સતુ-અસત્ બંનેનો અત્યંત ભેદ છે. એટલે કે સતથી અસત્ ભિન્ન છે, અસતુથી સત્ ભિન્ન છે માટે સમાનાધિકરણ બની શકે નહિ.
આ રીતે સમાનાધિકરણ સમાસ વાક્ય પણ સંભવતું નથી, કેમ કે સમાનાધિકરણ સમાસ વાક્યમાં દ્રવ્ય અને ગુણનો સામાન્ય વિશેષ ભાવ હોતે છતે (હોય તો) દ્રવ્ય શબ્દમાં ગુણનું સમાનાધિકરણ્ય થાય. એટલે દ્રવ્ય સામાન્ય હોય અને ગુણવિશેષ હોય તો દ્રવ્યવાચક શબ્દની જેમ ગુણવાચક શબ્દ પણ દ્રવ્ય શબ્દ રૂપે હોય તો સમાનાધિકરણ બને.
१. अत एव न वाक्यमपि तादृगर्थप्रतिपादकमस्ति, तस्य समासाभिन्नार्थबोधकत्वात्... सम्मतितत्त्वसोपाने पृ० १६७,
पं० २६