________________
અધ્યાય-૫: સૂત્ર-૩૧
૪૭૯ આમ સંસર્ગરૂપ દ્વાર વડે અભેદથી આત્મામાં વિરુદ્ધ બે ગુણો એકાંતવાદીના મતે ન સંભવી શકે માટે એકાંતવાદમાં સંસર્ગરૂપ દ્વારથી પણ અભેદ વડે વસ્તુમાં ગુણો સંભવતા નથી.
(૮) શબ્દરૂપ ધારથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી.
એકાંતવાદીના મતમાં અભેદથી શુદ્ધ કે સમાસથી થયેલ કે વાક્યાત્મક એક શબ્દ ગુણયને એક સાથે કહેનાર નથી.
જો ક્રમથી સત્ શબ્દનો અને અસત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે જો અસત્ શબ્દ સત, અસત્ બંનેને યૌગપઘથી એક કાળમાં કહે એવું હોય તો તો સ્વાર્થની જેમ એટલે કે અસત્ શબ્દ જેમ અસતુ અર્થનો બોધ કરાવે છે તેમ સહુને કહેનાર પણ થશે ! તે જ પ્રમાણે સત્ શબ્દ પણ જેમ સ્વાર્થ સને કહે છે તેમ અસતને પણ કહેનાર થાય ! અર્થાત્ ક્રમથી પ્રયોગ કરાયેલ “સતુ’ શબ્દથી જો સદસત્ત્વનો બોધ થાય અને તેવી જ રીતે ક્રમથી પ્રયોગ કરાયેલ અસ” શબ્દથી પણ સદસત્ત્વનો બોધ થાય તો સત્ પણ અસત્નો અને અસત્ પણ સત્નો વાચક બની જાય !
વાદી :- ભલે, આ તો ઇષ્ટાપત્તિ છે.
પ્રતિવિધાન :- આ ઈષ્ટાપત્તિ નહીં કરી શકો. કેમ કે જો એક સત્ શબ્દ કે અસત્ શબ્દ એક સાથે સત્ત્વ, અસત્ત્વ બે ગુણનો વાચક બની જાય તો સામાન્ય થઈ જાય અને સત્ કે અસત્ એ વિશેષ શબ્દ તરીકે સ્વીકારેલો છે એટલે સતુ એ વિશેષ શબ્દ છે–શબ્દવિશેષ છે. તેથી “સતુ' શબ્દ અસહુનો વાચક બની શકતો નથી પણ સત્ પદાર્થનો જ વાચક બને છે. એવી જ રીતે અસત્ પણ વિશેષ શબ્દ હોવાથી “સત’નો વાચક બની શકતો નથી પણ “અસ” પદાર્થનો જ વાચક બને છે.
દા. ત. જેમ ઘટાદિ શબ્દવિશેષ છે તેમ સત, અસતુ પણ શબ્દવિશેષ છે. ઘટ શબ્દ વિશેષ શબ્દ હોવાથી ઘટનો વાચક બને પણ પટનો વાચક ન બને તેમ પટ પણ વિશેષ શબ્દ હોવાથી પટનો વાચક બને પણ ઘટનો વાચક બને નહીં. તેવી રીતે સંત, અસનો અને અસત્ સનો વાચક બને નહિ.
માટે એક શબ્દ યુગપત, સત, અસનો વાચક બની શકતો નથી.
પ્રત્યેક શબ્દ ભલે બે ગુણનો વાચકે ને બને પણ સદસદ્ બે શબ્દ ભેગા થઈને યુગપદ્ બે ગુણના વાચક બને એ પ્રમાણે ઇચ્છતા હો તો “સદસશબ્દ' આ સમાસવાક્ય જ માનવું પડે અથવા “સ-ર અસત્ ર’ આમ આખ્યાત વગેરે પદના સમુદાયરૂપ વાક્ય માનવું પડે.
તેમાં જો સમાસ વાક્ય માનો તો તે તો વાચક નથી. કેમ કે તમે સમાસ કરો તો કયો સમાસ કરશો?
દ્વન્દ સમાસ કરશો તો તે બની શકશે નહીં. કેમ કે દ્વન્દ ઉભય પદાર્થ (ઉભય પદ) પ્રધાન છે.