________________
અધ્યાય-૫ ઃ સૂત્ર-૩૧
૪૭૭
એકાંતવાદમાં સંબંધથી ગુણોનો અભેદ બની શકતો નથી. કેમ કે સંબંધ એ ગુણોથી ભિન્ન છે.
દા. ત. જેમ છત્ર અને દેવદત્તનો સંબંધ છે તેનાથી દંડ અને દેવદત્તનો સંબંધ જુદો છે. કેમ કે સંબંધના કારણ એવા જે સંબંધી છે તે જુદા છે. છત્ર અને દંડ એ બેના સંબંધી એક સંબંધથી નથી માટે એક સંબંધથી અભિન્ન જ છે એવું નથી. છત્ર અને દંડ એ બેના સંબંધ જુદા જુદા હોવાથી જેમ એ બેનો દેવદત્ત સાથે અભેદ હોઈ શકતો નથી તેમ સત્ અને અસત્ પણ સંબંધ દ્વારા અભિન્ન જ છે એવું નથી. કેમ કે આત્માની સાથે સત્નો સંબંધ ભિન્ન છે અને અસત્નો સંબંધ ભિન્ન છે. તેથી સંબંધ દ્વારા એ યૌગપદ્ય નથી અને જ્યારે યૌગપદ્યનો અભાવ છે તો એક શબ્દથી વાચ્ય આત્મા કેવી રીતે બની શકે ? એટલે કે આત્મા સદસત્ છે આને કહેનાર કોઈ શબ્દ નથી.
આમ સંબંધરૂપ દ્વારથી અભેદ વડે આત્મામાં સત્ત્વ અને અસત્ત્વ એકાંતવાદમાં સંભવતું
(૫) ઉપકારરૂપ દ્વારથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું
એકાંતવાદમાં ઉપકારથી—ઉપકારકૃત પણ ગુણોનો અભેદ નથી. કેમ કે નીલ, રક્ત આદિ ઉપકારીના ગુણને આધીન ઉપકાર છે. અર્થાત્ તંતુ આદિ અવયવ દ્રવ્યમાં રહેલ જે નીલગુણ, લાલગુણ હોય છે તે નીલ વગેરે ગુણ પટમાં આવે છે. એટલે પટાદિ દ્રવ્યમાં જે નીલગુણ વગેરે ગુણનો ઉપકાર છે તે તંતુ આદિ દ્રવ્યમાં રહેલા નીલાદિ ગુણને આધીન છે.
નથી.
નથી.
તે ઉપકાર કરનાર અવયવમાં રહેલ નીલાદિ ગુણો સ્વરૂપથી જુદા જુદા છે અને તે નીલાદિ ગુણ સ્વરૂપથી ભિન્ન હોતા થકા નીલ, નીલતર, રક્ત, રક્તતર વગેરેથી દ્રવ્યને રંજિત કરે છે—ઉપકાર કરે છે.
મતલબ કારણગતગુણ અને કાર્યગતગુણ બંને સ્વરૂપથી ભિન્ન છે. નીલ ગુણનો ઉપકારી નીલ છે, રક્ત નથી, રક્ત ગુણનો ઉપકારી રક્ત છે પણ નીલ નથી. આમ જુદા જુદા ઉપકારને ભજનારા નીલાદિ ઉપકારી ગુણો છે.
એવી રીતે સત્ત્વ અને અસત્ત્વનો ભેદ હોવાથી ઉપકાર કરનાર સત્ત્વથી ઉપકાર્ય આત્મા ત્ છે અને ઉપકાર કરનાર અસત્ત્વથી ઉપકાર્ય આત્મા અસત્ છે એટલે સત્ અને અસત્ત્નું ઉપકારસામ્ય-સારૂપ્ય દૂર ઠેલાઈ જાય છે. કારણ કે ઉપકાર કરનારનો અભેદ નથી માટે તેનો વાચક કોઈ શબ્દ નથી. અર્થાત્ ઉપકાર દ્વારા પણ અભેદ થઈ શકતો નથી. એટલે યુગપત્ વિરુદ્ધ બે ઉપકાર કરનાર ગુણનો વાચક એક શબ્દ નથી તેથી અભેદ વડે કહેનાર શબ્દ ક્યાંથી મળે ?
આમ ઉપકારરૂપ દ્વાર વડે અભેદથી આત્મામાં સત્ત્વ અને અસત્ત્વને એક સાથે કહેનાર કોઈ શબ્દ નથી માટે ઉપકારરૂપ દ્વારથી અભેદ વડે ગુણો એકસાથે વસ્તુમાં સંભવતા નથી.