________________
તત્ત્વાર્થ સૂત્ર
આ કાળ આદિ આઠ દ્વાર વડે અભેદથી ગુણોની આત્મામાં વૃત્તિ એકાંતવાદમાં સંભવતી નથી. તે કેવી રીતે ? તેને માટે એક એક દ્વારને લઈને વિચાર કરવામાં આવે છે.
૪૭૬
તેમાં પહેલા ‘કાળ' દ્વારને લઈને વિચારીએ છીએ. (૧) કાળરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં` ૨હેવાપણુ એકાંતવાદમાં સંભવતું નથી.
એકાંતવાદમાં વિરુદ્ધ ગુણોની એક કાળમાં એક આત્મામાં ક્વચિતૃત્તિ-વર્તના છે જ
નહીં.
અર્થાત્ કાળના અભેદથી એટલે કે એક કાળે એક વસ્તુ આત્મામાં સત્ત્વ અને અસત્ત્વરૂપ વિરુદ્ધગુણો રહેતા નથી. આમ કાળરૂપી અભેદ વડે વસ્તુમાં ગુણો સંભવતા નથી.
(૨) આત્મરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. કોઈ પણ કાળે અસંસર્ગરૂપ અત્યંત ભિન્ન એવા સત્ત્વ અને અસત્ત્વ એક આત્મામાં હોતા નથી જેથી આત્મા તેવા પ્રકારે સદસત્ત્વરૂપે કહેવાય. અને સત્ત્વ અને અસત્ત્વથી ભિન્ન પરસ્પર ગુણોનો પોતાનો સ્વભાવ એકબીજામાં હોઈ શકતો નથી તેથી યુગપત્ અભેદેન અભિધાન થઈ શકતું નથી.
(૩) અર્થરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં ૨હેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી.
એકાંતવાદમાં એક જ અર્થ—પદાર્થમાં વિરુદ્ધ એવા સત્ત્વ અને અસત્ત્વાદિ ધર્મો હોઈ શકતા નથી. કારણ કે અભિન્ન એક આત્મારૂપ આધા૨પણા વડે સત્ત્વ અને અસત્ત્વનો અભેદ હોય તો જ અર્થરૂપ અભેદ વડે આત્મા સત્ અને અસત્ કહી શકાય !
અહીં ‘અર્થ’ શબ્દનો અર્થ અધિકરણ છે.
જો સત્ત્વ અને અસત્ત્વનો એક આધાર હોય તો અભિન્ન એકપણાવાળા આધારની સાથે અભેદ થવાથી યુગપત્ સત્ અને અસત્ વક્તવ્ય બની શકે ! પણ એકાંતવાદમાં તો કોઈ પણ રીતે અભેદ બનતો નહીં હોવાથી એક પદાર્થમાં યુગપત્ સત્ત્વ, અસત્ત્વ બની શકે નહીં.
(૪) સંબંધરૂપ દ્વારથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું
નથી.
૨. આત્મરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં ૨હેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૩. અર્થરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૪. સંબંધરૂપી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૫. ઉપકારરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૬. ગુણિદેશ રૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી.
૭. સંસર્ગરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. ૮. શબ્દરૂપથી અભેદ વડે ગુણોનું વસ્તુમાં રહેવાપણું એકાંતવાદમાં સંભવતું નથી. वसन्ति गुणपर्याया अस्मिन् इति वस्तु ।
૧.