________________
४७४
તત્ત્વાર્થ સૂત્ર
અર્થાત આત્મા સર્વ પ્રકારે અવક્તવ્ય થશે તો અવક્તવ્ય વગેરે શબ્દથી જે વક્તવ્ય બન્યો છે તે પણ બને નહીં. એટલે નિરૂપાખ્ય થઈ જશે. સર્વ પ્રકારે અવાચ્ય તો નિરૂપાખ્ય જ હોય છે. તો આત્મા નિરૂપાખ્ય બની જશે. એટલે શશશ્ચંગ જેવો થઈ જશે
માટે “સાત્ સર્વત્ર પર્વ આત્મા' “અપેક્ષાએ આત્મા અવક્તવ્ય છે' એ જ સ્વીકારવું જોઈએ.
પહેલા બે વિકલ્પ ચાલ્ અપ્તિ અને ચત્ રાતિ તો તેના પ્રતિપક્ષરૂપ એકાંત અસ્તિત્વ અને એકાંત નાસ્તિત્વના એટલે કે “ચાલ્ તિ'નો પ્રતિપક્ષ એકાંત અસ્તિત્વ અને “ચાત્ નાસ્તિ'નો પ્રતિપક્ષ એકાંત નાસ્તિત્વ આ બંને વિરોધીના નિરાકરણ દ્વારા સ્વપર્યાય અને પરપર્યાય આ બેમાંથી કોઈ પણ એક ધર્મ-પર્યાયના સંબંધની વિવક્ષા કરવાથી કાળભેદથી કહ્યા છે.
હવે યુગપતુ વિરુદ્ધ બે ધર્મ સત્ત્વ અને અસત્ત્વના સંબંધથી અર્પિત-વિવક્ષિત વસ્તુ સ્વરૂપના કથનથી કેવા પ્રકારનો શબ્દપ્રયોગ–વાક્યપ્રયોગ થાય છે? અર્થાત્ એવો કોઈ શબ્દ છે જેનાથી એક જ કાળમાં બે વિરુદ્ધ ધર્મવાળી વસ્તુ કહી શકાય ?
જવાબ - એવો કોઈ શબ્દ જ નથી કે જેને લઈને ત્રીજો ભંગ પ્રખ્યાત કરી શકાય. વળી તેવા પ્રકારની વિવક્ષાને પૂરી કરી શકે તેવા પ્રકારનો શબ્દ નહીં હોવાથી તેવા પ્રકારની વિવક્ષામાં અવક્તવ્ય જ અર્થ આવે છે. માટે અવક્તવ્ય શબ્દ લઈને જ ત્રીજો ભંગ બની શકે છે. માટે જ કહે છે કે
તેવો કોઈ શબ્દ નથી જે કે શબ્દ તેવા પ્રકારની એટલે કે પરદ્રવ્યાદિથી નાસ્તિત્વની અને સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વની વિવફા આ પ્રમાણે યુગપત્ ઉભય વિવાને પૂરી કરી શકે !
ઉભય વિવક્ષા નીચે મુજબ છે. પદ્રવ્યાદિથી નાસ્તિત્વ આ પહેલી વિવફા
અર્થાન્તરમાં–પરદ્રવ્યાદિમાં રહેલા પર્યાયો વડે અવર્તમાન–નહીં વર્તી રહેલ, પરદ્રવ્યાદિમાં રહેલા પર્યાયોને નહીં અનુભવતું દ્રવ્ય. આવી જે વિવલા.
અર્થાત્ પર દ્રવ્યાદિમાં રહેલા પર્યાયોને નહીં અનુભવતા દ્રવ્યની વિવક્ષા કરવી આ એક વિવેક્ષા છે.
દા. ત. પટસત્તાનિષેધ ઘટનો ધર્મ છે. ઘટ દ્રવ્ય પટસત્તારૂપ પટદ્રવ્યના પર્યાય વડે અવર્તમાન છે અને તેને નહીં અનુભવતું ઘટ દ્રવ્યનું પરદ્રવ્યાદિથી નાસ્તિત્વ છે. સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વ આ બીજી વિવા....
પોતાનામાં વર્તી રહેલા પોતાના પર્યાયોથી યુક્ત સ્વપર્યાયોનો અનુભવ કરી રહેલ દ્રવ્ય આવી જે વિવક્ષા.
અર્થાત્ સ્વદ્રવ્યાદિમાં રહેલા પર્યાયોને અનુભવતા દ્રવ્યની વિવક્ષા કરવી આ બીજી વિવલા છે.