________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
૪૭૩
ઉત્તર ઃ- સામર્થ્યથી. હવે ભાષ્યમાં ‘અનુપનીત' પદ શા માટે છે તેનું પ્રયોજન બતાવે છે.
જો ક્રમથી અનુપનીત-અવિવક્ષિત આવો પદ પ્રયોગ ન કર્યો હોત તો ક્રમથી તો અર્પણા કરવામાં આવે તો પૂર્વના જે બે વિકલ્પો છે (૧) સ્વાર્ અસ્તિ આત્મા (૨) સ્વાર્ નાસ્તિ આત્મા એ જ બે આવે પણ ત્રીજો વિકલ્પ ન આવે.
આ ત્રીજા વિકલ્પને સિદ્ધ કરવા માટે ભાષ્યમાં અનુપનીતે પદ મૂક્યું છે.
આથી અવશ્ય યુગપત્-અભિન્ન કાળમાં વિરોધી એવા બે ગુણોથી અવધારણપૂર્વક એક જ અભિન્ન અર્થની અભેદરૂપે એક શબ્દથી કહેવાની ઇચ્છા કરીએ ત્યારે કહેવું જ પડે કે તેવા પ્રકારના પદાર્થનો અને પદાર્થને કહેનાર શબ્દનો અભાવ હોવાથી વસ્તુ-આત્મા વાચ્ય બની શકે નહિ. અર્થાત્ અવક્તવ્ય જ કહેવું પડે.
મતલબ વિરોધી એવા બે ગુણોથી અવધારણ સહિત એકકાળમાં અભેદપણે એક અર્થને કહેનાર એક શબ્દ નથી. સર્વેલ અસરેવ આ પ્રમાણે એક કાળમાં આત્મરૂપ અર્થને કહેનાર કોઈ શબ્દ નથી એટલે આત્મા અવક્તવ્ય છે.
આ વિકલ્પ સત્ત્વ અન્યત્વ વિશિષ્ટ સત્ત્વનો અસંભવ હોવાથી ખરેખર અવક્તવ્ય જ છે. અર્થાત્ સત્ત્વરૂપથી, અન્યત્વવિશિષ્ટ-અસત્ત્વરૂપ એવા સત્ત્વનો અસંભવ હોવાથી અવક્તવ્ય જગત છે. કેમ કે સત્ત્વ, અસત્ત્વ વિરોધી છે. એટલે આત્મા સત્ત્વવિશિષ્ટ અસત્ત્વવાળો ન થવાથી અવક્તવ્ય જ છે. આવા પ્રકારનો જે એકાંત-અનિર્વચનીય વાદ છે તેને દૂર કરવા માટે ‘સ્વાર્ અવવ્ય ધ્વ આત્મા' ‘અપેક્ષાએ આત્મા અવક્તવ્ય જ છે' આ ત્રીજો ભંગ છે.
આ ભાંગો સર્વથા અવક્તવ્યતાને દૂર કરે છે એટલે યુગપ ્ સત્ત્વાસત્ત્વની વિવક્ષાનો વિષય કરતો હોય તેવો પણ અર્થ કોઈ શબ્દ વડે વક્તવ્ય થાય છે. આવું જો માનવામાં ન આવે તો અવક્તવ્ય શબ્દથી પણ કહેવાય નહિ.
પ્રશ્ન :- તો તે કયા શબ્દથી વક્તવ્ય છે ?
ઉત્તર ઃ- અવક્તવ્ય શબ્દથી અને દ્રવ્ય પર્યાયવિશેષ બીજાં છ વચનો (ભંગ) વડે વક્તવ્ય
જ છે.
પ્રશ્ન :- ત્રીજા ભંગનો વિષય છે તે તમે સર્વથા અવક્તવ્યરૂપે કેમ સ્વીકારતા નથી ? ઉત્તર ઃ- અપેક્ષાએ અવક્તવ્ય છે. અન્યથા એટલે જો સર્વ પ્રકારે અવક્તવ્યતા હોય તો
૧.
શબ્દ દ્વારા થતી ઉપસ્થિતિનો વિષય એવો જે અર્થ તે જ રૂપે એ અર્થનો અભાવ છે. સર્વથા અવક્તવ્ય નથી. તથા શશશૃંગ જેવા તે અર્થનો તેવા પ્રકારની વિવક્ષાનો વિષય પણ નહીં બને. એટલે બધા ધર્મોથી અનાક્રાન્ત થઈ જશે આ આશય છે.
૨. અનિર્વચનીય વાદીના મતમાં ઘટાદિનું સત્ત્વ જેમ સંભવતું નથી તેવી રીતે વ્યવહારમાર્ગથી દૂર થઈ ગયેલા હોવાથી અસત્ત્વ પણ સંભવતું નથી. આથી ઘટાદિ સત્ત્વ અને અસત્ત્વ આ બંનેથી રહિત હોવાથી એકાંતથી અવક્તવ્ય છે.