________________
૪૭૧
અધ્યાય-૫ સૂત્ર-૩૧ અર્થમાં જ નિપાત છે. એટલે “સા' શબ્દ અનેકાન્તનો ઘોતક છે.
પ્રશ્ન :- યાત્િશબ્દ અનેકાન્તનો ઘોતક છે તો એક જ “તુ' શબ્દથી યુક્ત અથવા ચાત્ શબ્દથી ઘટિત એક જ ભંગ વડે સર્વ ધર્મોનું જ્ઞાન થઈ જશે તો સપ્તભંગી શા માટે?
ઉત્તર :- “ચત શબ્દ અનેકાંત અર્થને કહેતો હોવાથી “તું શબ્દ વડે સપ્તભંગીનો આક્ષેપ થતો હોવા છતાં પણ પુનઃ ભેદથી જે સપ્તભંગીનું ગ્રહણ કર્યું છે તે વિશિષ્ટ અર્થના પ્રતિપાદન માટે છે.
મતલબ “' શબ્દથી ઘોતિત અનેકાંત અર્થને લઈને સકલધર્મનો બોધ થઈ જતો હોવા છતાં પણ એ બોધ સામાન્યથી જ ધર્મનો બોધ છે પણ પોતપોતાના વિશેષ ધર્મની સાથે પ્રતિનિયત પોતપોતાના જે નિમિત્તો છે એની અપેક્ષાથી જે બોધ થાય છે તે બોધ થાય માટે સપ્તભંગી કહેવી જોઈએ.
આમ સામાન્યથી જ્ઞાન થતું હોવા છતાં પણ વિશેષથી જ્ઞાન કરવા માટે બીજા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે.
દા. ત. જેમ વૃક્ષ શબ્દથી સામાન્ય વિષયરૂપે ધવાદિ વૃક્ષોનો આક્ષેપ થતો હોવા છતાં પણ વિશેષ પ્રતિપાદનની ઈચ્છાથી ધવાદિ શબ્દોનું ઉપાદાન છે. અર્થાત્ “ધવ' નામનું વૃક્ષ લેવું હોય તો “ધવ: વૃક્ષ:' બોલીએ એટલે “ધવ' વિશેષ વૃક્ષનો બોધ થાય.
તેવી રીતે “ચાત્' શબ્દ સામાન્યથી અનેકાન્તનો વિષય કરે છે એટલે સપ્તભંગી આવી જાય છે. પણ વિશેષથી પ્રતિપાદન કરવા માટે સપ્તભંગીનું જુદું ગ્રહણ કર્યું છે.
અહીં સમજવું કે સામાન્યરૂપથી સકળ ધર્મનું જ્ઞાન થઈ જતું હોવા છતાં પણ તે ધર્મો કેટલા છે? અને કેવા છે? તેનું જ્ઞાન રહી જાય છે.
વળી આ ધર્મ આટલા જ છે. આ વિધિ અને નિષેધની વિવક્ષાથી પ્રાપ્ત થાય છે એવું પણ નક્કી કરી શકાતું નથી, અને સામાન્ય લક્ષણની એટલે સામાન્યના સ્વરૂપની વ્યાખ્યા પણ થતી નથી. માટે સપ્તભંગીનો પ્રયોગ આવશ્યક છે માટે જ કહે છે કે –
તુ બોલવાથી ભેદની અપ્રતિપત્તિ થતી હોવાથી મતલબ સામાન્યથી અનેકાંતના અવદ્યોતક એવા સ્યાત્ શબ્દથી અન્યોન્યધર્મનો ભેદ છે, પરસ્પર ધર્મ જુદા છે આવી પ્રતિપત્તિ નહિ થતી હોવાથી,
(૧) વિવલિત ભેદના પ્રતિપાદન માટે અર્થાત્ કથંચિત અસ્તિત્વ, કથંચિત નાસ્તિત્વ આદિ સાત પ્રકારના ધર્મોના પ્રતિપાદન માટે,
અથવા (૨) ભેદના પરિમાણના નિયમના બોધ માટે, એટલે કે એક અસ્તિત્વ ધર્મના વિધિ અને નિષેધની કલ્પનાથી સાત જ ધર્મો બને છે. આ ભેદના પરિમાણનો નિયમ થયો. એવી રીતે નિત્યસ્વાદિના પણ સાત જ ધર્મ થાય. આઠ પણ થાય નહીં અને છ પણ થાય નહીં. આ જે ભેદના પરિમાણનો નિયમ છે તેના બોધ માટે,