________________
૪૭૦
તત્ત્વાર્થ સૂત્ર રહિત છે.
આથી તે ધાતુની વિધિ આદિ વિષય સમાન વિભક્તિ અને પ્રથમ પુરુષ એક વચનાત્ત થાત્ ધાતુના રૂપ જેવો નિપાત છે. અર્થાત્ અહીં “ચતું આ ધાતુનું વિધ્યર્થરૂપ નથી પણ નિપાત છે.
જેના (૧) વિધિ, (૨) વિચારણા, (૩) અસ્તિત્વ, (૪) વિવાદ, (૫) અનેકાંત (૨) સંશયાદિ અર્થો છે. અર્થાત્ આ યાત્ નિપાત વિધિ આદિ અર્થમાં રહેલો છે.
તેમાંથી અહીં “અનેકાન્તનો ઘાતક' એ જ અર્થ વિવલિત છે. એટલે અહીં યાત્ નિપાતનો પ્રયોગ “અનેકાન્તનો ઘાતક' છે. ઘાતક એટલા માટે જ કહ્યું છે કે “સાત્ શબ્દ અનેકાંત અર્થનો વાચક નથી કિંતુ ઘાતક જ છે.
શંકા - ‘તિ પદથી અનેકાંતોત્ય બને છે તો અસ્તિત્વાદિ ધર્મવિશેષનું ગ્રહણ કરવું નિષ્ફળ છે, કેમ કે અનેકાંતના સ્વરૂપમાં સર્વધર્મનો પ્રવેશ છે.
સમાધાન :- આ “સાતુ' એકલો હોય તો સામાન્ય વિષયનો દ્યોતક હોવાથી વિવક્ષિત અર્થનું જ્ઞાન કેવી રીતે થાય? માટે વિવક્ષિત અર્થના પ્રતિપાદન માટે દ્રવ્યના ધર્મવિશેષનું એટલે કે અસ્તિત્વનું ગ્રહણ કર્યું છે. કેમ કે વિશેષ ધર્મના ઉપાદાન સિવાય વિશેષ ધર્મનો બોધ થતો નથી. અર્થાત્ વિશેષ ધર્મનું ઉપાદાન કરવામાં ન આવે ને “સાત્ માત્મા' આ પ્રમાણે બોલાય તો સામાન્યથી એટલે અનેક ધર્મવાળા આત્મદ્રવ્યનો બોધ થાય. સ્તિ બોલીએ એટલે “ચાતું એ અસ્તિત્વ વિશેષ ધર્મનો ઘાતક બને છે.
વિવક્ષિત અર્થના પ્રતિપાદન સાથે દ્રવ્યધર્મવિશેષના ઉપાદાનની વ્યાપ્તિ છે. જ્યાં જ્યાં દ્રવ્યધર્મ વિશેષનું ઉપાદાન છે ત્યાં ત્યાં વિવક્ષિત અર્થનું પ્રતિપાદન છે, અને તે જ પ્રમાણે જયારે ધર્મવિશેષના ઉપાદાન સિવાય “ શબ્દનો પ્રયોગ થાય છે ત્યારે “યાત નિપાત સામાન્ય વિષયનો દ્યોતક છે માટે અહીં વિવક્ષિત વિશેષ ધર્મનું ગ્રહણ કર્યું છે. તે નિષ્ફળ નથી પણ સાર્થક જ છે.
શંકા :- ‘ાત શબ્દ નિપાત છે. અનેકાંતનો ઘોતક છે એ કેવી રીતે ?
સમાધાન :- નિપાત ઘણા છે. કેમ કે પરિમિત શબ્દો જ નિપાતથી સિદ્ધ થાય છે એવું નથી. જેથી જે નિપાતોની જે સંખ્યા બતાવી છે તેની અંદર નહીં કહેલો હોવાથી “ચાતું એ નિપાત ન થઈ શકે એવું ન કહેવાય. કેમ કે નિપાતો અપરિમિત છે ત્યારે જેમ કોઈ શબ્દ નિપાતથી નિષ્પન્ન થયેલો નિપાત છે તે રીતે “શ શબ્દ પણ નિપાતથી નિષ્પન્ન થયેલો નિપાત છે.
વળી આટલા જ અર્થોમાં શબ્દો નિપાતથી સિદ્ધ થાય છે આવો કોઈ નિયમ નથી. તો જેમ કોઈ શબ્દ અમુક પ્રતિનિયત અર્થમાં જ નિપાત છે તેમ “ચાત્' શબ્દ પણ અનેકાંતરૂપ
૧. વિવક્ષિત અર્થ = અસ્તિત્વ આદિ વિશેષ ધર્મથી યુક્ત પદાર્થ છે. તેનું પ્રતિપાદન કરવા માટે દ્રવ્યના
વિશેષ ધર્મનું ઉપાદાન.