________________
૪૬૯
અધ્યાય-૫ સૂત્ર-૩૧ અસ્તિત્વનો અન્વય કેવી રીતે થાય ?
સમાધાન :- બુદ્ધિથી આરૂઢ, ઉપચરિતસત્તાવાળા અને મુખ્ય સત્ત્વવિશેષ વડે ઉપાત્ત એવા ધર્મીનું અસત્ત્વમાં જેમ ઉપાદાન થાય છે, અર્થાત્ અસત્ત્વ વિશેષણથી આત્માનું વિશેષ્યપણે જેમ ઉપાદાન થાય છે તેમ અહીં સત્ત્વરૂપ વિશેષણથી આત્માનું વિશેષ્યપણે ઉપાદાન થાય છે.
જોકે આત્મા અસ્તિત્વવિશિષ્ટ જ છે. અસ્તિત્વથી રહિત આત્મા કોઈ દિવસ હોતો નથી. તો પણ વુચારૂઢ0 બુદ્ધિથી કલ્પના કરીને અસ્તિત્વથી આત્માને પૃથફ રાખવો. અસ્તિત્વ અને આત્મા બે જુદાં છે આવું માનવું એટલે કે આવો આરોપ કરવો. આ રીતે બુદ્ધિથી જુદો આરોપ કરેલ.
આવા સ્વરૂપવાળા આત્મામાં સત્તા ઉપચારથી જ છે આવી કલ્પના કરવી પડે. એટલે કે આવો ધર્મી ઉપચરિત-ઉપચારથી સત્તાવાળો (ગૌણ સત્તાવાળો) છે. કેમ કે તે વખતે જ્યારે બંનેને જુદાં માન્યા છે ત્યારે) પણ સત્તાનો ઉપચાર તો કરવો જ પડે. નહીં તો અસતું એવા શશશ્ચંગની જેમ આત્મા વિશેષ્ય બની શકે નહિ. કેમ કે સત્તા જ નથી તો પદાર્થ ક્યાંથી ? પછી એ વિશેષ્ય કેવી રીતે બને? માટે “વુચારૂઢી’ પછી ‘૩પરિતારાવી' થતા વિશેષણ મૂક્યું. તેનો અર્થ છે “ઉપચારથી સત્તાવાળો',
- આ રીતે ઉપચારથી પણ વિશેષણરૂપે સત્તા આવે છે એટલે કે ગૌણ સત્તાવાળો આત્મા છે. તો પણ ‘તિ' એ શબ્દના પ્રયોગથી મુખ્ય સત્તાનું પ્રતિપાદન પણ ઈષ્ટ છે પણ સત્ત્વની ગતાર્થતા નથી થતી એટલે કે ગૌણ નથી થતું એ બતાવવા માટે “મુખ્યસત્ત્વ' વિશેષણ મૂક્યું છે. મુસત્ત્વ જેનું વિશેષણ હોય તે “મુક્યત્વ વિશેષણ કહેવાય. અર્થાત્ “મુખ્યસત્ત્વરૂપવિશેષણવાળો ધર્મી છે.
આ મુખ્યસત્તારૂપ વિશેષણતા વડે ઉપાત્ત આત્મારૂપ ધર્માનું ઉપાદાન છે. કેમ કે આત્માનો જુદો પ્રયોગ કર્યો છે, અને ‘અતિ પદથી કહેવાતો અસ્તિત્વગુણ વિશેષણપણે પ્રતીયમાન થાય છે. તેથી આત્મા એ વિશેષ છે.
દા. ત. જેમ “મદ્ માત્મા' વિશેષ્ય બને ત્યારે પરના મતમાં “નાસ્તિ આત્મા’ આ પ્રયોગમાં અસત્ત્વ વિશેષણરૂપે પ્રતીયમાન થાય છે એવી રીતે અસ્તિત્વ વિશેષણથી આત્માનું ઉપાદાન થાય છે.
આ રીતે બુદ્ધિથી આરોપ કરીને ગૌણસત્તાવાળો, મુખ્યસત્તારૂપ વિશેષણથી આત્મા ગ્રહણ થાય છે માટે “અસ્તિ’ શબ્દનો પ્રયોગ નિરર્થક નથી.
- આ રીતે “ત' પદની સાર્થકતા વિચાર્યા બાદ હવે વાક્યમાં ગ્રહણ કરેલ “ચાત' શબ્દની વિચારણા શરૂ કરીએ છીએ. તેમાં “સાત્ શબ્દનું સ્વરૂપ શું છે ? એ શબ્દ કેવી રીતે બન્યો છે ? એના કેટલા અર્થ છે ? અહીં કયા અર્થને લઈને પ્રયોગ કર્યો છે ? ઇત્યાદિ જિજ્ઞાસાઓને ધ્યાનમાં લઈને તેને શમાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
, સાત્ શબ્દ દ્રવ્યધર્મ જે (તિસંધ્યાવત્ દ્રવ્ય) લિંગભેદ અને સંખ્યાભેદ છે તેનાથી