________________
અધ્યાય-૫ : સૂત્ર-૩૧
સ્યાદ્વાદી - આ મત અયુક્ત છે. કેમ કે સર્વપ્રકારે આત્મામાં અસ્તિત્વ સંભવતું જ નથી. એટલે તેને લઈને પહેલો ભંગ બની શકતો નથી. યાત્ લગાવીએ તો જ બની શકે. માટે સ્વદ્રવ્યાદિથી જ અસ્તિત્વની પ્રાપ્તિ છે, પર દ્રવ્યાદિથી અસ્તિત્વની પ્રાપ્તિ નથી. આમ ઘટાદિની સત્તા અપ્રસક્ત જ છે તેનો નિષેધ હોઈ શકતો નથી. અપ્રસક્તનો નિષેધ સંભવતો નથી માટે નાસ્તિ આત્મા’ એ અપ્રસક્ત એવી ઘટાદિ સત્તાના નિષેધ માટે નથી; પરંતુ આત્માનું જેમ સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વ છે તેમ પરદ્રવ્યાદિથી નાસ્તિત્વ પણ છે. કેમ કે પરદ્રવ્યાદિથી નાસ્તિત્વ સિવાય સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વ ઘટી શકે નહીં. એ બતાવવા માટે થાત્ નાપ્તિ માત્મા એ બીજો ભંગ યુક્ત છે.
આવી રીતે અર્થ(અર્થાપત્તિ)થી કે પ્રકરણથી આત્મામાં અપ્રસક્ત એવી ઘટાદિ સત્તાનો ‘થાત્ તાપ્તિ માત્મા’ આ બીજા ભંગથી નિષેધ કરાતો નથી. કેમ કે “સત્ પ્તિ માત્મા' આ પ્રથમ ભંગથી ઘટાદિ રૂપે અપ્રસક્ત સત્તાનો નિષેધ સંભવી શકતો જ નથી.
પ્રશ્ન : તો બીજા ભંગથી શું કહો છો ?
ઉત્તર : આ ઘટાદિ સત્તાનો નિષેધ આત્માનો ધર્મ છે. કેમ કે આત્માનો સ્વભાવ ઘટાદિ સત્તાના નિષેધને આધીન છે.
કારણ કે આત્મા વિધિરૂપ જ છે એવું નથી, પરંતુ અનંતધર્માત્મક આત્મા વિધિરૂપ છે તેમ નિષેધરૂપ પણ છે. બંનેની કક્ષા સમાન છે તો બંનેનું પ્રતિપાદન કરવામાં આવે તો જ આત્મસ્વરૂપનું પ્રતિપાદન થયું કહેવાય. માટે પ્રથમ ભંગથી જેમ વિધિનું પ્રતિપાદન થાય છે તેમ બીજા ભંગથી નિષેધનું પ્રતિપાદન પણ યુક્ત છે. બીજા ભંગથી નિષેધરૂપ આત્માનું સ્વરૂપ દેખાય છે.
પ્રશ્ન :- સ્વદ્રવ્યાદિથી અસ્તિત્વની જેમ પર દ્રવ્યાદિથી નાસ્તિત્વ પણ આત્માનો ધર્મ છે તો અસ્તિત્વની જેમ નાસ્તિત્વને પણ સ્વપર્યાય કેમ ન કહેવાય? અને પરપર્યાય કેમ કહેવાય ?
ઉત્તર :- તે નાસ્તિત્વ જ આ પર-વટાદિ વડે વિશેષ્ય કરાતું હોવાથી પરપર્યાય કહેવાય છે. અર્થાત્ “ઘટવારિરૂપેણ નાસ્તિત્વ' એ આત્માનો પરપર્યાય છે.
દા. ત. જેમ ગામમાં અનશ્વત્વ છે. અશ્વત્વ જે પર છે તેને લઈને ગાયમાં અનશ્વત્વ ધર્મ કહેવાય છે માટે તે પર પર્યાય કહેવાય છે.
પ્રશ્ન :- તો તે નાસ્તિત્વ આત્મપર્યાય-સ્વપર્યાય કેવી રીતે કહેવાય ? કેમ કે જેમ સ્વપર્યાય એ પરપર્યાય બનતો નથી તેવી રીતે પર પર્યાય પણ સ્વપર્યાય બની શકે નહીં.
- ઉત્તર:- તે નાસ્તિત્વ જ સ્વવડે વિશેષ્યમાણ હોવાથી સ્વપર્યાય કહેવાય છે. અર્થાત્ જેના પર્યાય કહેવાય છે તે સ્વને લઈને કહેવાય ત્યારે તે સ્વપર્યાય કહેવાય છે અને બીજાને લઈને જે પર્યાય કહેવાય તે પરપર્યાય કહેવાય.
કારણ કે વસ્તુના સ્વરૂપનું પ્રકાશન સ્વ અને પર વિશેષણને આધીન છે. અર્થાત્ આત્માનું અસ્તિત્વ સ્વદ્રવ્યાદિથી છે અને નાસ્તિત્વ પરદ્રવ્યાદિથી છે.